ડિસ્કવર ગ્રુપનું નવુ સોપાન: ૨.૫ એકરના વિશાળ કેમ્પસમાં બાળકોનો સર્વાંગી વિકાસ થશે
છેલ્લા ૧૬ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ડિસ્કવર ગ્રુપના નવા સોપાન રિવરસાઈડ ઈન્ટરનેશનલ સ્કુલનો શુભારંભ આજરોજ થયો છે. આ સ્કુલમાં ધો.૧ થી ૧૨ ઈગ્લીશ તેમજ ગુજરાતી માધ્યમમા શિક્ષણ અપાશે સ્કુલનું કેમ્પસ ૨.૫ એકરમાં પથરાયેલું છે. આજે રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલ ખોખળદળમાં રીવર સાઈડ ઈન્ટરનેશનલ સ્કુલનું ઓપનીંગ કરવામાં આવ્યું હતુ.
જેમાં મુખ્ય મહેમાન તરીકે બાલકૃષ્ણદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સ્કુલનાં ટ્રસ્ટી હરિશભાઈ સરધારાએ જણાવ્યુંં હતુ કે રિવરસાઈડ ઈન્ટરનેશનલ સ્કુલ એક એવી સ્કુલ છે કે વાલીઓનો જે ક્ધસેપ્ટ બેઝ કામ આવે અને કોઠારીયા રોડને એક સારો એજયુકેશન પ્લેસ મળી રહે. અઢી એકર જગ્યામાં ગુજરાત સરકારનાં નીતિ નિયમ પ્રમાણે કોર્પોરેશન રૂડામાંથી એજયુકેશન હેતુથી પ્લાન પાસ કરાવેલ છે.
અને બધા જ પ્રકારની સ્પોર્ટસ ફેસેલીટીસ, તેમજ એકટીવીટીસ, સ્ટાફ દરેક ફેસેલીટીસ આપવાના છીએ. તેમજ ખૂબજ સારી સગવડો આપતા કલાસરૂમ છે. તેમજ દરેક કલાસરૂમના નામ રીવરનાં નામ પરથી રાખવામાં આવ્યા છે. રિવરસાઈડ સ્કુલ ઈગ્લીશ અને ગુજરાતી મીડીયમની અલગ રાખી છે. સમાજની અંદર એક મોરલ વેલ્યુ આપવાની અમારી ફરજ છે. પકત ફી લઈને ભણાવવા કરતા એક સમાજમાં કંઈક સારૂ પ્રમાણ ઉભુ થવું જોઈએ અને ગુજરાતીમાં પણ ઈગ્લીશ આપી ને ઈન્ટરનેશનલ નામને સાર્થક કરીશું અમે ૧ થી ૯ ધોરણ ગુજરાતી મીડીયમ છે તેમજ ૧ થી ૫ ધોરણ સુધીનું ઈગ્લીશ મીડીયમ છે અને ૩ વર્ષની અંદર ૧ થી ૧૨ ધોરણ સુધીની સ્કુલ બની જશે. લોકોનો ખૂબજ સારો રિસ્પોન્સ મળે છે. ફયુચર ગોલ એ છે કે અમારા બિલ્ડીંગમાંથી જે બાળક ઉભો થાય તે લાઈફ ટાઈમ માટે સંસ્થાને આપણા દેશને હંમેશા યાદ રાખે તે અમારો ફયુચર ગોલ છે. અને અમે અમારી દિવાલો પર અલગ અલગ મહાનુભાવોનાં ફોટા રાખ્યા છે. તે રીતે અમારો વિદ્યાર્થી બનવો જોઈએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com