હિન્દુઓનો પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રાંરભ થયો હતો. હિન્દુઓમાં આ મહિનાને અધિક માસ પણ કહેવાય છે જેમાં જામનગરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ વિવિધ મંદિરોમાં પૂજન દર્શન કર્યા હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પુરુષોત્તમજી ના મંદિરમાં બહેનોએ ગોરમા પૂજન સહિતની વિધિ કરી હતી તેમજ પુરુષોત્તમ માસની ઉજવણી નિમિત્તે ધારણા- પારના , એકટાના, સહિત ના વ્રત ઉપવાસ કર્યા હતા.
આખા માસ દરમિયાન બહેનો ભગવાન પુરુષોત્તમ અને માતા લક્ષ્મી ગોરમાનું પૂજન કરી અને ભકિતભાવમાં રંગાશે.