‘બમ…બમ…ભોલે’
મકર સંક્રાંતિની વહેલી સવારે મહાનિર્વાણી અખાડાના ‘શાહી સ્નાન’ સાથે દુનિયાના સૌથી મોટા ધાર્મિક ઉત્સવ ‘કુંભમેળા’નો શુભારંભ દોઢ માસ સુધી ચાલનારા કુંભ મેળામાં ૧૫ કરોડ શ્રધ્ધાળુઓ સ્નાન કરશે
‘કુંભમેળા’માં ગુજરાતના શ્રધ્ધાળુઓ ભાગ લઈ શકે તે માટે પશ્ચિમ રેલવે ખાસ ટ્રેનો દોડાવશે
હિન્દુઓ જ નહીં મુસ્લિમો પણ ‘કુંભમેળા’માં ઉત્સાહભેર વિવિધ અખાડાઓમાં સેવા આપી રહ્યા છે
હિન્દુઓમાં અતિ પવિત્ર મનાતાઅને દર બાર વર્ષે યોજતા ‘મહાકુંભ’નો ગઈકાલથી દબદબાભેર પ્રારંભ થઈ ચૂકયો છે. પ્રયાગમાં ગંગા, યમુનાઅને સરસ્વતી ત્રણેય પવિત્ર નદીઓનાં સંગમ સ્થાન પર ગઈકાલે મકરસંક્રાંતી નિમિત્તે પ્રથમ શાહી સ્નાન સાથે વિધિવત રીતે કુંભમેળાનો શ્રી ગણેશ થયો તો. ગઈકાલ વહેલી સવારે ત્રિવેણી સંગમમાં ભારતભરમાંથી આવેલા લાખો સાધુ સંતોએ શાહીસ્નાન કરીને દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળાને ખૂલ્લો મૂકયો હતો.
ગઈકાલે મકરસંક્રાંતી નિમિત્તે સૂર્યક મકરરાશિમાં પ્રવેશ્યો તે સાથે જ મહાનિર્વાણી અખાડાના સાધુ સંતોએ કડકડતી ઠંડીમાં શાહી સ્નાન કર્યુ હતુ. જે બાદ ભારતમાંથી આવેલા અલગ અલગ અખાડાઓનાં સાધુ સંતો માટે ૩૦થી ૪૫ મિનિટ સુધી સ્નાન કરવાનો સમય અપાયો હતો. સાધુ સંતોના શાહીસ્નાન બાદ શ્રધ્ધાળુઓને પવિત્ર સ્નાન કરવા, દેવામાં આવ્યું હતુ ત્યારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૧.૩ કરોડ જેટલા શ્રધ્ધાળુઓએ સ્નાન કર્યું હતુ. રાત્રે પણ ૧ ડીગ્રી કરતા ઓછા તાપમાનના કારણે કડકડતી ઠંડી વચ્ચે લાખો શ્રધ્ધાળુઓએ સ્નાનનો લાભ લઈને પુજા પાઠ કર્યા હતા.
આશરે દોઢ માસ સુધી ચાલનારા આ મહાકુંભમાં દરમ્યાન ત્રિવેણી સંગમમાં અનેક શાહીસ્નાન યોજનારા છે. આ સ્નાન સાડા પાંચ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ૩૫ ઘાટો પર કરવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસીક કુંભમેળા દરમ્યાન ૧૫ કરોડ શ્રધ્ધાળુઓ સંગમમાં ડુબકી લગાવીને સ્નાન કરીને પવિત્ર થનારા છે. આ શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે મેળા સ્થાન પર ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. લાખો પોલીસ અને સુરક્ષા ર્ક્મીઓને શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે ખડેપગે રખાયા છે. ઉપરાંત કોઈ પણ અઘટીત ઘટના સમયે તુરંત મદદ પહોચાડવા વાયુસેનાને એલર્ટ રાખવામાં આવી છે.
કુંભમેળાનું આયોજન સૌ પ્રથમ કોણે કર્યું હતુ તેની વિશેષ માહિતી હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં મળતી નથી પરંતુ સ્કંદ પુરાણમાં ગ્રહોની વિશેષ સ્થિતિને લઈને ત્રિવેણી સંગમ પર સ્નાન કરવાનું મહાતમ કહેવામાં આવ્યું છે સમુદ્ર મંથના દરમ્યાન નીકળેલુ અમૃત દેવોદાનવો વચ્ચેની ખેંચતાણમાં જે જે સ્નાનો પર પડયું હતુ તેવા પવિત્ર સ્નાનો હરિદ્વારા, પ્રયાગરાજ, ઉજજૈન અને નાસીક ખાતે વિશેષ તિથિઓ પર કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. ગૂરૂના કુંભ રાશિ અને સૂર્યના મેષ રાશિમા પ્રવેશ સમયે હરિદ્વારમાં ગંગા કિનારે, ગૂરૂના મેષ રાશિમાં અને સૂર્ય તથા ચંદ્રના મકર રાશિમાં પ્રવેશ થવાના અમાસના દિવસે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર ગૂરૂ અને સૂર્યનું સિંહ રાશિમાં પ્રવેશ પર નાસિકના ગોદાવરી કિનારે પણ જયારે ગૂરૂનું સિંહ રાસીમાં તથા સૂર્યનું મેષ રાશિમાં પ્રવેશક સમયે ઉજજૈનમાં શ્રીપ્રારૂ નદીના તટ પર કુંભનું આયોજન કરવામાં આવે છે.
કુંભમેળામાં જવા માટે ભારતભરમાંથી ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે પશ્ર્ચિમ રેલવે દ્વારા મુંબઈ, ઉધના, વડોદરા, ગાંધીધામ, ઓખા અને ઈન્દોરથી ખાસ કુંભમેળા માટે ટ્રેનો ચલાવવામાં આવનારી છે. વડોદરા, અલ્હાબાદ વચ્ચે ખાસ ટ્રેન તેવી જ રીતે ગાંધીધામ અલ્હાબાદ વચ્ચે પણ ખાસ ટ્રેનો દોડાવવામાં આવનારી છે.જેથી કુંભમેળામાં યોજાનારા વિવિધ શાહી સ્નાનો અને ધાર્મિક કાર્યક્રમોમાં ગુજરાતવાસીઓ જઈ શકે અને તેમને અગવડતા ન પડે તે માટે આ આયોજન કરવામાં આવ્યા છે.