પર્વાધિરાજ પર્યુષણના પાંચમાં દિવસે અનંત ઉપકારી પ્રભુ મહાવીરના પ્રેરક પ્રસંગોનું પૂ. સંત-સતિજીઓ કરાવશે ઝાંખી
ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે,પરંતુ મહા પુરુષોએ આગળના સાત દિવસ સંવત્સરીની ભૂમિકારૂપ ધમેમય માહોલ બનાવવા માટે તેમજ ધમે પ્રેમીઓ વધારેમાં વધારે સમય ધાર્મિક,અનુષ્ઠાનો, પ્રાથેના,સામાયિક,પૌષધ, પ્રતિક્રમણ,તપ – જપ કરી ધમે ધ્યાનમાં સતત રત રહે તે હેતુથી આઠ દિવસ પર્યુષણ પવેની પરંપરા ચાલુ કરેલ છે.બુધવારથી પવોધિરાજ પર્યુષણ પવેનો શુભારંભ થશે.
પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ તેરસના છે પરંતુ પવોધિરાજ પર્યુષણ પવેમાં ભાવિકોની ઉપસ્થિતિ ધમે સ્થાનકોમાં વિશેષ પ્રમાણમાં રહેતી હોવાથી પર્યુષણના પાંચમા દિવસે મહાવીર જીવન કવન વાંચવાની પરંપરા ચાલે છે.પરાપૂર્વથી ચાલી આવતી પરંપરા અનુસાર બુધવાર તા.28/8 ના પ્રભુ મહાવીર સ્વામીના જીવનના પ્રેરક પ્રસંગોનું વાંચન થશે.
31/8 ના રોજ સવંત્સરી મહા પવેનો દિવસ છે. આરાધકો આરાધક બનવા જીવમાત્રની અંત:કરણપૂવેક ભાવપૂવેક ક્ષમાપના કરશે.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે, જૈનો પર્યુષણ પવેને પવેનો રાજા ગણે છે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખુ વષે મહેનત કરે અને પરીક્ષાના સમયે આઠ દિવસ =થપેપર બરાબર આપે તો તેનું વષે સફળ થઈ જાય છે,તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન છે.
વષે દરમ્યાન જાણતા – અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચના,ગહો કરી,પ્રાયશ્ચિત લઈ તપ – ત્યાગ કરીને કર્મો ખપાવવાના શ્રેષ્ઠ દિવસો રહેલા છે. આગળના સાત દિવસ એટલે આત્મ સાધના કરવાના દિવસો અને સવંત્સરીનો દિવસ એટલે સિધ્ધીનો દિવસ. અનંત તીથઁકર પરમાત્મા ફરમાવે છે કે ચોર્યાશી લાખ જીવાયોનિના જીવને મિચ્છામિ દુક્કડમ્ કરી હળવા ફૂલ બની જવું.
જ્ઞાની ભગવંતો કહે છે આઠ દિવસ પોતાના આત્માનું ચેકીંગ કરી આલોચના,પ્રતિક્રમણ કરી જગતના સર્વે જીવાત્માને ખરા અંત : કરણપૂવેક ખમાવી આત્માને શાંત અને સ્વસ્થ કરીને વધેમાન પરીણામનું લક્ષ રાખવા આ પર્યુષણ પવેના મહાન અને પવિત્ર દિવસો રહેલાં છે.