પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો મંગલ પ્રારંભ થયો છે. ત્યારે જૈન-જૈનેતરો ભગવાનની ભકિતમાં રસતરબોળ થયા છે. વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનો લાભ લઈ રહ્યા છે. ગઈકાલથી દેરાવાસી જૈનોનું પર્યુષણ પર્વ શ થતા રાજકોટ શહેરનાં વિવિધ દેરાસરમાં ભગવાન મહાવીરને નયનરમ્ય આંગી કરવામાં આવી હતી.
પર્યુષણ પર્વ દરમ્યાન દરરોજ ભગવાનને હીરા-મોતી-માણેકની લાખેણી આંગી અને અવનવો શણગાર કરવામાં આવશે. શ્રાવક-શ્રાવિકાઓ દરરોજ ભગવાનના વિવિધ દર્શન -શૃંગારનો લાભ લઈ પાવન થશે. ઉપરોકત તસ્વીરમા શહેરના પંચવટી અને મણિયાર દેરાસરમાં ભગવાનને કરવામાં આવેલી આંગીના દર્શન થાય છે.