શ્રાવણ માસમાં ૧૧ કરોડ પાર્થીવ શિવલીંગની સ્થાપના, શીવમહાપુરાણ કથા, ભોજન, ફલાહારનો દિવ્ય ધર્મ મહોત્સવ ઉજવાશે

શિવ શિવના નામે ઓખા મંડળના બોશ તરીકે પ્રખ્યાત થયેલા જીવનમાં ધાર્મિક તેમજ સામાજીક કાર્યોમાં સદા અગ્રેસર રહેતા ઓખા મંડળના શિવભકત ધારાસભ્ય પબુભા માણેકે પોતાના પિતા વિરમભા આશાભા માણેકના પ્રેરણા સ્ત્રોત આ વિસ્તારમાં કૃષ્ણને પ્રિય એવી ગૌવંશના સંરક્ષણ માટે નાગેશ્ર્વર દ્વારકા હાઈવે રોડ બાજુમાં ગૌશાળા તથા નંદી ઘર બનાવવાનું આયોજન શરૂ કર્યું હતું. લગભગ ૧૦૦ એકરની વિશાળ પ્રાકૃતિક વાતાવરણ સાથેની જમીનમાં નિર્માણ પામેલ નંદી ઘરના અલગ અલગ વિભાગને આશરે રૂપિયા ૨૫ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ છે.

શ્રાવણ માસના પ્રથમ દિવસે ગુજરાતની ધરતી પર પ્રથમ વખત શ્રદ્ધાળુ તથા ભકતજનો દ્વારા ૧૧ કરોડ પાર્થીવેશ્ર્વર શિવલીંગનું નિર્માણ કરી પુજન બાદ આરતી કરાશે. જેમાં દરેક સમાજના લોકો ભાગ લઈ શકશે. આ પવિત્ર જગ્યાએ દિવ્યાતિદિવ્ય ધર્મ મહોત્સવનો શુભ પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે માણેક પરીવારે ઓખા મંડળના લોકો સાથે અહીં આવતા દરેક યાત્રિકોને નમ્ર નિવેદન કરતા કહ્યું હતું કે આ દિવ્યથી અતિ દિવ્ય ધર્મ મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપેલ અને આ ભગીરથી કાર્યમાં જોડાવવા અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.