જુનાગઢના મેયર સાધુ-સંતોની હાજરીમાં ૧ર વાગ્યે બંદુકના અવાજથી પરીક્રમા શ કરાવાશે

ગીરનારની પાવનકારી લીલી પરીક્રમાનો વિધિવત પ્રારંભ દેવદિવાળીના દિવસે મઘ્યરાત્રિથી થશે. ત્યારે જુનાગઢના પ્રથમ મેયર અગ્રણી નાગરીકો અને સાધુ સંતોની હાજરીમાં રાત્રિના ૧ર કલાકે બંદુકના અવાજથી પરિક્રમાનો વિધિવત ખુલ્લી મુકામે.

૩૬ કી.મી. ની આ લીલી પરીક્રમા દર વર્ષે દેવદિવાળીથી શરુ થાય છે તેમાં કુલ ચાર પડાવ આવે છે. પરીક્રમાના આ ચાર પડાવમાં પ્રથમ પડાવ જીણા બાવાની મઢી, બીજો પડાવ માળવેલા, ત્રીજો પડાવ બાળદેવી અને ચોથો અને છેલ્લો પડાવ ભવનાથમાં હોય છે. આમ ૩૬ કી.મી. ની આ પરીક્રમામાં કુલ પાંચ લાખ જેટલા ભાવિકો દર વર્ષે જોડાય છે. જેને લઇ જીલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને જીલ્લા પોલીસ તંત્ર દ્વારા જબેસલાક બંદોબસ્ત જળવાઇ છે.

ગુંદી ગાંઠીયાથી લઇ દાળભાત, શાક સહીતની વાનગીઓનું સેવાભાવી  સંસ્થા યાત્રિકોને ભોજન કરાવે છે. ત્યારે ભકિત અને ભોજન ના ત્રિવેણી સંગમથી પરિક્રમાથી આ પરિક્રમા પૂર્ણ કરી ભવભવનું ભાથુ બાંધતા હોય છે. તો રેલવે અને એસ.ટી. દ્વારા પણ પરીક્રમામાં આવતા યાત્રાળુ માટે ખાસ વ્યવસ્થા વાહનોની ગોઠવામાં આવી છે. રેલવે તંત્ર તરફથી જુનાગઢ, વિસાવદર, સતાધાર માટે ખાસ ટ્રેન ની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. પરીક્રમામાં ભકિતનું ઘોડાપુર ઉમટતુ હોવાના કારણે જુનાગઢ શહેરમાં જયા જોઓ ત્યો માનવ મહેરામણ દેખાય રહ્યો છ.ે. જુનાગઢ બસ સ્ટેન્ડ માનવ ગીરદીથી ઉભરાય રહ્યો છે.

ત્યારે પરીક્રમામાં આવનાર પરીક્રમોથી સાથે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોર્ગોને સીસીટીવી કેમેરા સાથે પોલીસ, હોમગાર્ડ સહીતના હજારોની સંખ્યામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.