કથા, રાંદલ, શાંતિહોમ, પિતૃકાર્ય, લઘુરૂદ્ર, અનુષ્ઠાન જેવા કાર્યો થઈ શકશે: ૧૫ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પૂર્ણ કરતા કમુહૂર્તાની પૂર્ણાંહુતિ

સોમવારથી કમુહર્તાનો પ્રારંભ થઈ રહ્યો મોટાભાગના શુભકાર્યો થઈ શકશે નહિ માગશર વદ પાંમને સોમવાર તા.૧૬ના બપોરે ૩.૨૯થી સૂર્ય ધન રાશીમાં પ્રવેશ કરશે અને કમુહર્તાનો પ્રારંભ થશે જે તા. ૧૫.૧.૨૦૨૦ના મંગળવારની રાત્રીએ ૨.૦૧ કલાકે સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરતા કમુહર્તા પૂરા થશે.

કમુહર્તા શરૂ થતા લગ્ન વાસ્તુ જેવા શુભકાર્યોમાં એક માસ માટે બ્રેક લાગશે.

કમુહર્તામાં જપ, કથા, રાંદલ, શાંતીહોમ, પિતૃકાર્ય, લઘુરૂદ્ર, અનુષ્ઠાન જેવા શુભકાર્યો થઈ શકે છે.

7537d2f3 10

સૂર્ય જયારે ધનરાશીમાં પ્રવેશ કરે છે. ત્યારે સૂર્ય ગૂરૂની રાશીમાં હોમ આધ્યામીક અને ધાર્મિક ગૂણમાં વધારો કરે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમ્યાન ઘરના બધા જ સભ્યોએ સૂર્યને અર્ધ્ય આપવું જેનાથી આત્મબળમાં વધારો થાય, કાર્ય શકિત વધે, ઘરમા દરિદ્રતા આવતી નથી. ખાસ કરીને વિદ્યાર્થી લોકોએ સૂર્યને અર્ધ્ય આપવાથી વિદ્યા-અભ્યાસમાં એકાગ્રતા આવે છે. યાદ શકિત વધે છે. કમુહર્તા દરમ્યાન તારીખ ૨૬.૧૨.૧૯ના દિવસે સૂર્ય ગ્રહણ છે. સૂર્ય ગ્રહણનો સમય રાજકોટ તથા સૌરાષ્ટ્ર પ્રમાણે જોતા સવારે ૮.૦૪ થી ૧૦.૪૯ કલાક સુધી છે. સૂર્ય ગ્રહણનો વેધ આગલે દિવસે સાંજે એટલે કે તા.૨૫.૧૨.૧૯ને બુધવારે સાંજે ૬.૧૦ મીનીટથી બેશી જશે ગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે તા.૧૦.૧.૨૦૨૦ના દિવસે પોષી પૂનમ આવશે તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપ જોષીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.