બુધ થી સોમ સુધી પ્રકાશ પર્વના અગિયારસ, વાક બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી ને નવુ વર્ષ બાદ ભાઇબીજની ઉજવણી થશે, કોરોના મહામારીમાં સાતમ-આઠમ ને નવરાત્રીની ફિકકી ઉજવણી પછી આ દિપોત્સવી પર્વે કાઠીયાવાડી રંગ જોવા મળી રહ્યો છે
હિન્દુ ધર્મ સાથે જૈન અને શિખ ધર્મમાઁ પણ દિપાવલીનું અનેરૂ મહત્વ , ઇ.સ. પૂર્વે ૫૨૭ના રોજ દિવાળીને દિવસે જ ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ થયું તેથી જૈન ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે
દિવાળી અથવા દિપાવલી હિન્દુ ધર્મનો પ્રમુખ તહેવાર છે આ પ્રકાશ પર્વ અગિયારસ, બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી- નવું વર્ષને ભાઇબીજ સાથે વિવિધ તહેવારો આવે છે. સમગ્ર દેશમાં દિપોત્સવી પર્વનું મહત્વ છે. ત્યારે આપણાં કાઠીયાવાડમાં સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજા અનેરા રંગ ઉત્સવથી પ્રકાશ પર્વ ઉજવે છે. આ વર્ષે ર૦ર૦ માં કોરોના મહામારીના ગ્રહણે આપણાં તહેવારોની ઉજવણીમાં બ્રેક લગાવીને સાતમ, આઠમ, નવરાત્રી જેવા તહેવારોની ભવ્ય ઉજવણી પ્રજાના કરી શકી, પણ હવે વાયરસ થોડો નબળો પડતા પ્રકાશ પર્વનો ઝગમગાટ ગામ કે શહેરોમાં જોવા મળી રહ્યો છે.
ધાર્મિક મહત્વ ધરાવતા હિન્દુ, શીખ, બૌઘ્ધ અને જૈન ધર્મના લોકો દિવાળી પર્વ ઉજવે છે. ભારત સાથે પાડોશી દેશ નેપાળમાં પણ આ તહેવાર ઉજવાય છે. રંગોળી, દિવડાઓ, ફટાકડા, મીઠાઇ ભેટ સોગાદ સાથે આનંદોત્સવ સાથે સમગ્ર પ્રજા ઉત્સવમય બની જાય છે. આ તહેવારોમાં પ્રાર્થના, ધાર્મિક પૂજાનું મહત્વ છે. વિશ્ર્વમાં યુ.કે., નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા, ગુયાના, કેન્યા, મોરેશિયસ, ફિજી, જાપાન, ઇન્ડોનેશી, મલેશીયા, મ્યાનમાર, નેપાળ, સિંગાપુર, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિસ, થાઇલેન્ડ, યુ.એ.ઇ., ઓસ્ટ્રેલીયા જેવા વિવિધ દેશો દિપોત્સવી પર્વ ઉજવાય છે. નેપાળમાં દિવાળીને તિહાર અથવા સવાન્તિ કહે છે.
દીપાવલી સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ દિપકોની હારમાળા થાય છે. પ્રકાર પર્વે ઝગમગાટ દિવડાની હારમાળા સૌને રોમાંચિત કરે છે. દિવો એ જ્ઞાનનું પ્રતિક છે. યુગોથી ભારતીય સંસ્કૃતિએ અજ્ઞાનતા અને અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી દિવાની સમજ સ્વીકારી છે ત્યારે આવર્ષે કોરોના મહામારીના અંધકારમાંથી પ્રભુ પરમ તે જે લઇ જવાની વાત સમગ્ર પ્રજા કરી રહી છે.
દિવાળી પર્વ પાંચ દિવસોનો ઉત્સવ છે. લાભ પાંચમથી નવાલ ગુજરાતી વર્ષે કામકાજ શરૂ થાય છે. દેવ દિવાળી પણ એટલાં જ ઉમંગથી ઉજવાય છે. આ પર્વ આશા-ઉમંગની વધામણીનું છે. એક બીજા લોકો નવલા વર્ષે પ્રેમ પૂર્વક મળીને શુભેચ્છા પાઠવે છે. વિક્રમ સંવત પ્રમાણે વર્ષના અંતિમ માસ આસોની અમાસ એટલે દિવાળી ઐતિહાસિક અને ધાર્મિક રીતે આ અનેરા તહેવારનું મહત્વ છે. પ્રભુ રામ રાવણ વધ કરીને આ દિવસે અયોઘ્યા પહોચ્યા હતા. અંધારી અમાસની રાતને પ્રકાશના દિવડાઓથી શણગારીને દિવાળી મનાવવાની પરંપરા ત્યારથી ચાલી આવી છે. વાણીની દેવી સરસ્વતીનું પુજન વાક બારસે, દેવી લક્ષ્મીની પૂજાનો દિવસ ધન તેરસ, અશુભ તત્વો કે આસુરી શકિતઓ આપણા જીવનથી દુર રહે તે માટે કાળી ચૌદશના પૂજન અર્ચના કરાય છે.
નવા કપડા નવા રૂપરંગ નયનરમ્ય રંગોળી સાથે ફટાકડા ફોડીને બાળથી મોટેરા દિપોત્સવી પર્વ ઉજવે છે. એક માન્યતા મુજબ વિષ્ણુ રૂપ વરાહ ભગવાને ત્રણ ડગલા પૃથ્વીની માંગણી બલીરાજા પાસેથી પૂર્ણ કરી હતી. બાદમાં બલી રાજાને પાતાળના સમ્રાટ બનાવ્યા હતા. આ ત્રણ દવસ સર્વત્ર બલીરાજાનું સામ્રાજય રહે છે.
આજના દિવસે મહારાજા ચંદગુપ્ત વિક્રમા દિત્યે મંત્રીમંડળના મહત્વપૂર્ણ નિર્ણયો બાદ શુકલ પ્રતિપાદથી ભારતનો હજી સુધીનો રાષ્ટ્રીય સંવત સ્થાપવાની જાહેરાત કરી હતી. ઉજજૈનના રાજા વિર વિક્રમનો આ દિવસે રાજયાભિષેક પણ થયો હતો. દિવાળીના દિવસે અલગ અલગ પ્રદેશોમાં અલગ પ્રથાઓ જોવા મળે છે. જેમાં અમુક પ્રથા બધે જોવા મળે છે. આ પર્વે વેપારીઓ ચોપડા પુજન કરે છે.
દિપાવલી પર્વે મહાલક્ષ્મી પૂજન રાત્રે કરાય છે. સૌ શ્રઘ્ધા, ભાવથી પ્રાર્થના કરે ઘર અને ફળિયાને સ્વચ્છ કરીને રંગોળીથી આંગણુ દિપાવે છે. આ દિવસોમાં લક્ષ્મી, ગણેશ અને સરસ્વતી આમ ત્રિદેવની એક સાણે પુજા થાય છે. દિપાવલી એટલે અંધારી રાતને પ્રકાશમય બનાવવાનો અનેરો દિવસ સમુદ્ર મંથનમાંથી આજના દિવસે લક્ષ્મીજી પ્રગટ થયા હતા અને ભગવાન નારાયણને વર્યા હતા, માટે મહાલક્ષ્મીનું પુજન થાય છે. દિવાળી એટલે પ્રકાશ, પ્રેમ અને આનંદનું પર્વ દિવાળી પર્વે ઘરની આસપાસ જયાં અંધારૂ હોય ત્યાં, ઘરના મુખ્ય દરવાજે, પીપળાના વૃક્ષ નીચે, જયાં લક્ષ્મી પુજન કરો તે જગ્યાએ, ઘરમાં મંદિરે કે આસપાસના મંદિરે દિવડા જયોતિ પ્રગટાવી સાથે તમારા ઘર આંગણે આખી રાત દિવો પ્રગટાવવો જોઇએ.
૧૧ થી ૧૪ નવેમ્બર સર્વાર્થ સિધ્ધિયોગ
દિવાળી, ધનતેરસ અને સર્વાર્થ સિઘ્ધિ યોગમાં ખરીદી કરવી શુભ ગણાય છે. દિવાળી પર્વે હનુમાનજી, યમરાજ, ચિત્રગુપ્ત, કુબેર, ભૈરવ, કુલદેવતા અને પિતૃઓનું પુજન કરવાનું ન ભૂલતા મા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુનું પુજન કરજો, આ વર્ષે પ્રથમવાર અયોઘ્યામાં પણ ભવ્ય માહોલ પ્રકાશ પર્વનો જોવા મળશે.
૪૯૯ પછી બની રહ્યો છે આ સંયોગ…
આ વર્ષે ૧૪ નવેમ્બરે દિવાળી છે તે શુભ દિવસે ધન અને જ્ઞાનનો ગુરૂ ગ્રહ પોતાની રાશિ ધન શની પોતાની સ્વરાશી મકરમાં જ રહેશે. જયારે શુક્ર ગ્રહ ક્ધયા રાશીમાં રહેશે. શાસ્ત્રો વિદ્દોનું કહેવું છે કે આ દિવાળી પર આવો સંયોગ ૪૯૯ વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલા આવી ઘટના ૧૫૨૧માં બની હતી.
ફટાકડા કદી ન ફોડીએ, આત્માને જીવદયામાં જોડીએ..
ફટાકડા ફોડવા એ આર્થિક આધ્યાત્મિક, આરોગ્ય દરેક દ્રષ્ટિએ નુકસાનકારક
દીપાવલીના દિવસો નજીક આવી રહ્યાં છે.દીપાવલીનો દિવસ એટલે ભગવાન રામ ૧૪ વષે વનવાસ પૂણે કરી અયોધ્યામાં પદાપેણ કરે છે તે ઐતિહાસિક ક્ષણ.પ્રભુ રામ અયોધ્યામાં પધારી રહ્યાં હોય રૈયતને – નગરજનોને ખુશી થાય તે સહજ અને સ્વાભાવિક છે.આવા પ્રસંગે ફટાકડા ફોડીને આનંદ વ્યકત કરવા કરતાં અન્ય રીતે પણ ખૂશી દશોવી શકાય છે.કારણકે આપણે માત્ર મનનાં થોડા મનોરંજન અને માની લીધેલો ખોટો આનંદ મેળવવા માટે કેટલું બધું નુકસાન કરી રહ્યાં છીએ.ફટાકડા ફોડવાથી આર્થિક, આરોગ્ય, આધ્યાત્મિક એમ દરેક પ્રકારે નુકસાન થાય છે. કાળઝાળ મોંઘવારીમાં અમુક લોકોને બે ટાઈમ પૂરૂ ખાવાનું પણ મળતું નથી,શરીર ઢાંકવા પૂરતાં વસ્ત્રો પણ મળતાં નથી,શાંતિથી સૂવા પણ મળતું નથી. ” પુચ્છિસૂણં ” ના રણકાર ગૂંજતા હોય છે. દિપાવલી – મહાવીર નિવોણના દિવસે આત્માને પાંચ ઈન્દ્રિયના વિષય અને અઢાર પાપોથી દૂર રાખવા પ્રયત્નશીલ બનવાનું તેમ જ્ઞાની ભગવંતો ફરમાવે છે.પાપથી પાછા વાળે તેને પવે કહેવાય.
દિવાળી કાળી ચૌદશ એક જ દિવસે
આ વર્ષેનો મોટો સંયોગ એ છે કે શનિવારે ૧૪મી નવેમ્બરે દિવાળી- કાળી ચૌદશ એક જ દિવસે હશે. કાળી ચૌદશને નાની દિવાળી પણ કહેવાય છે. આ શુભ દિને સ્નાન કરી યમ તર્પણ અને સાંજના સમયે આંગણામાં દિપ પ્રગટાવવાનું તેમજ દાનનું મોટું મહત્વ છે. કાળી ચૌદશ બપોરે ૧.૧૬ મીનીટ સુધી રહેશે.