માતાજી હુંડી (ઘર દીઠ દીવો) તથા દૈનિક પાટલા યજમાનની કામગીરીનો પ્રારંભ ૧૦૦૦ સ્વયં સેવક ભાઇઓ બહેનો દ્વારા શહેરના ઘરે ઘરે રૂબરૂ પત્રિકા વિતરણ
તા.૧૮ થી રર ડીસેમ્બર ૨૦૧૯ દરમિયાન ઉમિયા માતાજી મંદિર ઉંઝા ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞની તાડમાર તૈયારીઓ હાલ તેના અંતિમ ચરણમાં ચાલી રહી છે. ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં હજારો સ્વસેવકો મહોત્સવની તૈયારીમાં લાગી ગયા છે. આ મહાયજ્ઞમાં ભારત સહીત વિશ્વના ૧ર૪ દેશોમાંથી અંદાજે ૬૦ થી ૭૦ લાખ લોકો દર્શન માટે ઉમટી પડશે. કડવા પાટીદાર સમાજના કુળદેવી તથા જગત જનની ઉમીયા માતાજીના ઋષિકાળ જેવા વૈદિક લક્ષચંડી મહાયજ્ઞમાં જ્ઞાતિજનો ઉપરાંત સવ સમાજને આમંત્રિત કરવા માટે ‘માં નું તેડું’ નામની ૧૦ લાખ આમંત્રણ પત્રિકાઓનું પ્રથમ તબબકાનું વિતરણ શરુ કરી દેવામાં આવ્યું છે.
લક્ષચંડી પ્રોજેકટના ચેરમેન એમ.એસ. પટેલના માર્ગદર્શનમાં પત્રિકા વિભાગના ચેરમેન અલ્કેશભાઇ પટેલ તથા કો. ચેરમેન સુદીપભાઇ પટેલ સહીતની ટીમ દેશ-વિદેશમાં વસતા માઇ ભકતોન નિમંત્રણ સમયસર મળે તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
સ્વયંસેવક ભાઇઓ દ્વારા આ પત્રિકાઓનું ઉંઝાથી રાજકોટ ખાતે આગમન થતાં ઉમિયા માતાજી મંદીર સીદસરની રાજકોટ શહેર સંગઠન સમીતી દ્વારા ભવ્ય સ્વાગત તથા સામૈર્યું કરી હરખે હરખે કંકોત્રીના વધામણા કરવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે ૬૦૦ સ્વયંસેવક ભાઇઓ તથા બહેનોની સભાએ આ ઐતિહાસિક યજ્ઞને સફળ બનાવવાનો સંકલ્પ લીધો હતો. ‘માં અમે તૈયાર છીએ’ નો બુલંદ જયઘોષ ગુંજી ઉઠયો હતો.
આ સભામાં સીદસર મંદિરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા તથા મેનેજીંગ ડાયરેકટર જયેશભાઇ પટેલે મંદીરના માઘ્યમથી થઇ રહેલા સમાજ કાર્યોની વિસ્તૃત ની વિગતો આપી હતી. આ ઉપરાંત કાન્તીભાઇ માકડીયા, જગદીશભાઇ કોટડીયા, લક્ષચંડી નાણા સમીતીના ચેરમેન ગૌતમભાઇ ધમસાણીયા, સૌરાષ્ટ્રના મહિલા ક્ધવીનર પ્રા. ડો. ઉષાબેન હાંસલીયા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. રાજકોટ શહેર સંગઠન સમીતીના ક્ધવીનર કાન્તીભાઇ ઘેટીયાએ કાર્યક્રમનું સંચાલન કરી વોર્ડ વાઇઝ પત્રિકા વિતરણની જવાબદારી સુપ્રત કરી હતી. વિનુભાઇ મણવરે આભાર વિધિ કરી હતી. ગૌતમભાઇ તથા ઓ. વી. ભોરણીયાએ હુંડી વિતરણની વોર્ડ વાઇઝ જવાબદારી સુપ્રત કરી હતી.
આ પ્રસંગે સીદસર મંદીરના ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુ, શિવલાલભાઇ આદ્રોજા, ધરમશીભાઇ સીતાપરા, પ્રફુલ્લભાઇ કાથરોટિયા, ઉમિયા પરિવારના સહ સંપાદક રજનીભાઇ ગોલ, લક્ષચંડી મહાયજ્ઞના મીડીયા કનવીનર પ્રો. ડો જે. એમ. પનારા, સુરેશભાઇ ઓગણજા, દિનેશભાઇ ચાપાણી, કિશનભાઇ ટીલવા, શહેર મહીલા ક્ધવીનર સરોજબેન મારડીયા, ભાવનાબેન રાજપરા, જયોતિબેન ટીલવા, કંચનબેન મારડીયા, રાજુભાઇ ત્રાંબડીયા, હરિભાઇ કલોલા, જશુભાઇ થોરિયા, પ્રતાપભાઇ સીણોજીયા, ધર્મેન્દ્રભાઇ ઉકાણી, જયસુખભાઇ કાથરોટિયા, નરેન્દ્રભાઇ ઘેટિયા, હિતેન્દ્રભાઇ ઘેટીયા, સહીતા આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.
આમંત્રણ પત્રિકઓ માતાજી હુંડી (ઘર દીઠ દીવો) તથા દૈનિક પાટલા યજમાનના ફોર્મ ઘરે ઘરે પહોચાડવાની તડામાર તૈયારીઓ સ્વય સેવકો ભાઇઓ-બહેનોએ શરુ કરી દીધી છે. સવારના ૯ થી રાતના ૧૦ વાગ્યા સુધી આ કામગીરી થઇ રહી છે. તમામ જ્ઞાતિના લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ કાયકરોને જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક કામગીરીને સફળ બનાવવા માટે શહેર સંગઠન સમીતી, મહીલા સમીતી અને યુવા સમીતીના કાર્યકરો સખત જહેમત ઉઠાવી રહ્યા છે.