સૌરાષ્ટ્રકચ્છના વ્હોરા સમાજ દ્વારા મહોરમ માસની તડામાર તૈયારી શરૂ

દાઉદી વ્હોરા સમાજમાં આગામી તા.૨૧ સપ્ટેમ્બર અને ગુરુવારથી મહોરમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સળંગ દસ દિવસ સુધી વાએઝ, ન્યાઝ, નમાઝ, મજલીશ, માતમ જેવા કાર્યક્રમોમાં ગામેગામના વ્હોરા બિરાદરો પોતાના ધંધા-રોજગાર અને વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા પાળી આ દરેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

મીસરી કેલેન્ડર મુજબ હિજરી સન ૧૪૩૯ના પ્રથમ મોહરમ માસને ગણતરીના કલાકોની વાર છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વ્હોરા સમાજના વસવાટવાળા ગામેગામ જમાતના આગેવાનો હોદેદારો અને ખીદમત

ગુઝારો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

રાજકોટ, જુનાગઢ, જસદણ, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, દ્વારકા, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર-સોમનાથ, કાલાવડ, જામખંભાળીયા, ધ્રોલ, મેંદરડા, ચિતલ, બાબરા, ગોંડલ, જેતપુર, ધોરાજી, પાલિતાણા, જસદણ, સાવરકુંડલા, તળાજા, વેરાવળ, વિસાવદર, વંથલી, વાંકાનેર, વિંછીયા, લીમડી, વઢવાણ જેવા અનેક ગામોના વ્હોરા બિરાદરોમાં દસ દિવસ હુસેની રંગમાં રંગાઈ જવા ‚હાની થનગનાટ પ્રવર્તી રહ્યો છે.

ઈસ્લામ ધર્મના મહાન પયગમંબર હઝરત મોહમદ મુસ્તુફા (અ.સ.)ના નવાસા હ ઈમામ હુસેન (અ.સ.) અને તેમના બોતેર સગા સંબંધીઓ અને સાથીદારોએ હીજરીસ ૬૧માં ઈરાકના કરબલામાં યઝીદ નામના જુલ્મી શાસક સામે પ્રજાના હીત ખાતર અવાજ ઉઠાવી ત્રણ દિવસ ભુખ્યા-તરસ્યા રહી શહાદત વ્હોરી તેમની યાદમાં દર વર્ષે દસ દિવસ ઈસ્લામ ધમીઓ શોક પાળી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી અંજલી અર્પે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.