શુક્રવારે નાગપાંચમ, શનિવારે રાંધણ છઠ્ઠ, રવિવારે શિતળા સાતમ અને સોમવારે જન્માષ્ટમી: લોકો ફેસ્ટીવલ મૂડમાં
આગામી ગૂરૂવારે બોળચોથ સાથે તહેવારોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. લોકો હાલ ફેસ્ટીવલ મૂડમાં હોવાથી જન્માષ્ટમીનાં મીની વેકેશનની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
તા.૩૦ને ગૂરૂવારે બોલચોથ છે. બોળચોથથી તહેવારોનો આરંભ થવા જઈ રહ્યો છે. ગૂરૂવારે બોળચોથ બાદ શુક્રવારે નાગ પાંચમ, શનિવારે રાંધણછઠ્ઠ, રવિવારે શીતળા સાતમ અને સોમવારે જન્માષ્ટમીનો પર્વ આવે છે. લોકો જન્માષ્ટમીના આ મીની વેકેશનની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
આ ઉપરાંત જન્માષ્ટમીમાં નોમ અને દસમની પણ રજા રાખી ઘણા ઉત્સવપ્રિય લોકો મીની વેકેશનને લંબાવતા હોય છે. ગૂરૂવારથી તહેવારોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ તહેવારોનો માહોલ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓએ તો જન્માષ્ટમીની તૈયારીઓ આરંભી દીધી છે. હાલ આતુરતા પૂર્વક પર્વની મોસમની રાહ જોવાઈ રહી છે.