કોરોના આવ્યો એના એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ કોરોનાનો કહેર હજુ યથાવત છે. વેક્સિન હોવા છતા દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે.તને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વધુ એક સંવેદના સ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોરબીડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે.
આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેકસીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે.
કોરોના સંક્રમણથી રાજ્યના આવા વંચિત અને નિરાધાર લોકોને પણ આરોગ્ય રક્ષા મળી રહે તેવી માનવીય સંવેદનાથી આ નિર્ણય કર્યો છે
દેશમાં કોરોનાની સુનામી
કોરોના વાયરસને કારણે છવાયેલી વૈશ્ર્વિક મહામારીને એક વર્ષ કરતા વધુ સમય વીતી ચૂકયો છે.તેમ છતાં હજુ વાયરસની ઉથલપાછળ ચાલુ છે. ભારતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ કેસમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. કોરોનાની ‘સુનામી’ આવી હોય તેવી ભયંકર સ્થિતિ ઉભી થઈ રહી છે. વકરતા વાયરસમાં વિશ્ર્વમાં ભારત ફરી ત્રીજા ક્રમે આવી ગયો છે.
સતત ચોથા દિવસે દેશમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે ખતરાની ઘંટડી સમાન છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનને ચેતવણી આપતા જણાવ્યું છે કે, બ્રાઝીલનું ટ્રીયો કે જયાં વિશ્ર્વના સૌથી વધુ કેસ છે. બ્રાઝીલ બાદ બીજા નંબરે અમેરિકા અને ત્યાર પછી ભારત છે ગઈકાલે બ્રાઝીલમાં 79,069 કેસ નોંધાયા હતા જે વિશ્ર્વભરનો રેકોર્ડ છે. ત્યાર પછી આવતા અમેરિકામાં 60,228 કેસનો ભારતમાં 46,951 કેસ નોંધાયા હતા. ભારતમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની બનતી જઈ રહી છે. ગુજરાતમાં પણ સ્થિતિ વણસતી જઈ રહી છે. સોમવારના રોજ ગુજરાતમાં સૌથી વધુ 1640 કેસ નોંધાયા હતા. ત્યારબાદ છતીસગઢમાં 1525, દિલ્હીમાં 888 કેસ નોંધાયા હતા.