કપડા, ટેન્ટ, ખાદ્ય સામગ્રી, હીટર સહિતની વસ્તુઓ આપવામાં આવી
ભારતીય સેનાએ પૂર્વ લદાખમાં પહાડી વિસ્તારોમાં સંરક્ષણ સરજાંમ પહોચાડવા માટે અને તેનો જથ્થો ઉભો કરવા માટે મહાઅભિયાન શરૂ કર્યું છે. આ દુર્ગભ પહાડી વિસ્તારમાં શિયાળા દરમિયાન ટેન્કો ભારે હથીયારો ઈંધણ, ખોરાક અને જીવન જરૂરી ચીજ વસ્તુઓની શિયાળામાં ઉભી થતી જરૂરીયાતનો જથ્થો પૂર્વ લદાખમાં ઉભો કરી શિયાળાના ચાર મહિનામાં કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા પૂરતો માલ સામાન ઉભો કરવા લશ્કરે કવાયત હાથ ધરી છે.
સેના અધ્યક્ષ જનરલ એમ.એમ નારવણે એ પૂર્વ લદાખમાં સરજાંમ માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ટી.૯૦, ટી.૭૨ ટેન્ક, બંદૂકો, હળવી તોપ યુધ્ધના વાહનો, ચૌશુલ અને ડેમ્પોકક્ષેત્રમાં માલસામાન પહોચાડવાની કવાયતમાં મોટી સંખ્યામાં કપડાઓ તંબુઓ, ખાધપદાર્થ, સંદેશા વાહક સાધનો, ઈંધણ, હિટર જેવી જરૂરી વસ્તુઓ, ૧૬ હજાર ફીટની ઉંચાઈએ આવેલા વિસ્તારમાં કવાયત હાથ ધરી છે. અત્યાર સુધી લદાખમાં આઝાદી પછી સૌથી વધુ પરિવહન અભિયાન ઉઠાવવામાં આવ્યું છે. કોઈ પર હરકતનો સામનો કરવા માયે સૈન્ય પાંખે ૫ થી ૨૫ ડિગ્રી સુધી ઓકટોથી જાન્યુ.માંનીચે ઉતરી જતા તાપમાનનો માહોલમાં કોઈ વસ્તુઓની ઘટ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ લદાખના સૈન્ય માટે યુરોપમાંથી કપડા સહિતની વસ્તુઓ માંગવવામાં આવી છે.
ભારતીય સેનાના પરિવહન વિમાનો અને હેલીકોપ્ટરો આ વિસ્તારમાં હજારો ટન ખોરાક માલસામાન અને જરૂરી ચીજ વસ્તુઓ પહોચાડવા માટે સેના તૈનાત કરવામાં આવી છે. આઝાદી પછી સૌથી મોટું પરિવહન અભિયાન ગણાવવામાં આવે છે. લદાખમાં શિયાળા દરમિયાનની તમામ પરિસ્થિતિ ધ્યાને લઈ જાળવી રાકવા અને એલએસી પર કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોચી વળવા તૈયારી હાથ ધરી છે.
ચીની સૈન્યએ ઓગષ્ટ ૨૯-૩૦ દરમિયાન આ વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. તેમની સામે ભારતે ૩૦ જેટલી ટુકો પર કબ્જો કરી લીધો હતો. બંને પક્ષે શાંતિ જાળવવાજ સંધી થઈતી ગલવાન ખીણમાં ૨૦ જેટલા ભારતીયોના મૃત્યુથી તનાવ ઉભો થયો હતો.
અમેરિકાની સંસ્થાના અહેવાલ મુજબ મૃત્યુઆંક ૩૫નો હતો વિદેશમંત્રી કક્ષાની બેઠકની તૈયારીઓ ચાલી રહી છે. બંને દેશો વચ્ચે તનાવ ઓછો કરવા શાંતિ માટેની પ્રક્રિયાની માંગ વધી છે.