આંખના કેન્દ્ર બિંદુની દ્રષ્ટિ કાયમી ગુમાવવાનો વારો આવી શકે
આપણે તમામ લોકોને એ જાણવાની જ‚ર છે કે જો તમે સુર્યગ્રહણ ને ખાસ ચશ્મા દ્વારા ન નિહાળો તો તે સારુ નથી. જો તમારી આંખને નુકશાન થયું હશે તો તમારી દ્રષ્ટિ ઝાંંખી થશે તો તમારી દ્રષ્ટિ ઝાંખી થશે અને તમને ઘાટા પીળા ટપકાઓ દેખાશે. આ નુકશાનના લક્ષણો હોય તો તમે આંખના કેન્દ્રબિંદુ દ્વારા જોવા માટેની ક્ષમતા ગુમાવો છો અને માત્ર બાહયતુળથી જ જોઇ શકો છો.
ઓગષ્ટમાં સુર્યગ્રહણ વખતે ચંદ્ર દ્વારા સૂર્ય મંડળ બહાર પરિભ્રમણ ના કારણે સૂર્યગ્રહણ થશે ત્યારે તમારે સૂર્યપ્રકાશને નિહાળવા માટે ખાસ પ્રકારના ચશ્મા પહેરવા પડશે. તેમાં માત્ર સનગ્લાસથી કામ નહીં ચાલી શકે ખાસ પ્રકારના ડિઝાઇન કરેલા લેન્સ દ્વારા જ‚ર જેટલો પ્રકાશ જ તમારી આંખ સુધી પહોંચીને તમારી રેટીનાને નુકશાન નથી પહોંચાડતો.
જો તમે આ ચશ્મા વગર જોવાની કોશીષ કરશો તો તે તમારી બાળપણમાં કરેલી બુઘ્ધિવગરની ભુલ જેવી જ ભુલ હશે. તમને સૂર્યગ્રહણ નિહાળવા માટે ડરાવવાનો કોઇ હેતુ નથી. પરંતુ સેંકડો લોકો દ્વારા અમેરિકામાં બહાર નિકળીને જોવા માટે ખાસ દુરબિનનો ઉપયોગ કરવાના છે. જે અનુસરવા તમને જણાવીએ છીએ.
આગામી ઓગસ્ટમાં જયારે સુર્યગ્રહણ થવા જઇ રહ્યું છે ત્યારે તમે તેને નિહાળશો તો શું બની શકે છે ? તે જાણવુ અને જણાવાયું રસપ્રદ
બની રહેશે. આ અંગેનો અભ્યાસ યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા સાન્યસ લાઇન દ્વારા ૧૯૯૯માં સૂર્યગ્રહણ વખતે હાથ ધરાયો હતો. જેમાં કેટલાક લોકોએ સૂર્યગ્રહણમાં સૂર્ય સામે કેટલીક મીનીટ દ્રષ્ટિ કરતા થોડી વારમાં જ તેમને ડોકટર પાસે જવું પડયું હતું અને આ અભ્યાસ બાદ અડધા લોકોને કાયમી ક્ષતિનો સામનો કરવો પડયો હતો. આજ પ્રકારનો અભ્યાસ લંડન ખાતે કરવામાં આવ્યો હતો. જેમાના ૧૪ લોકો હજુ તેમની આંખોની ક્ષતિથી પિડાઇ રહ્યાં છે. આ અંગે સર આઇઝેડ ન્યુટન માટે પણ એક વાત પ્રચલિત છે કે જેમાં ન્યુટને સૂર્યને એક આંખે જોવાનો પ્રયાસ કર્યા બાદ તેની આંખોમાં માત્ર લાલ અને વાદળી જ દેખાતું હતું. આ સાચું છે કે ખોટું તે ખબર નથી પરંતુ તે સાંભળવામાં દિલચસ્પ જરૂર છે.