આગામી અઠવાડીયામાં વધું એક તળાવ ઉંડુ ઉતારાશે
જૂનાગઢ તા.૩૦ રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં તા.૧-૫-૨૦૧૮થી સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત તળાવો અને ચેકડેમ ઉંડા ઉતારવાની કામગીરી શરૂ થવા જઇ રહી છે ત્યારે માણાવદર તાલુકાના ભાલેચડા ગામે જળ અભિયાન પુર્વે જ ગામના તળાવો ગામલોકોના સહકારથી જમીન વિકાસ નિગમ દ્વારા ઉંડા ઉતારવામાં આવ્યા છે.
ભાલચેડાના સરપંચ શ્રી ભુપતભાઇ જલુએ જણાવ્યું હતું કે સરકારશ્રીની જળ સંચયની યોજનાથી વરસાદી પાણીનો વધું સગ્રહ થશે. ગામના પાણીના તળ ઉંચા આવશે એટલું જ નજીકના ખેતરોને પણ ફાયદો થશે.ભાલેચડામાં હાલ ત્રણ તળાવમાંથી માટીકાપ કાઢવામાં આવેલ છે.જેથી ચાલુ વર્ષે આ તળાવોમાં વરસાદનું વધું પાણી ભરાશે. સરપંચશ્રીએ વધુંમાં જણાવ્યું હતું કે હજુ જળ અભિયાન અંતર્ગત પંચાયત વિભાગના અને ગ્રામજનો-ગ્રામ પંચાયતના સહકારથી વધું એક તળાવ આગામી અઠવાડીયામાં ઉંડુ ઉતારવામાં આવશે.
બંટીયા અને દગડમાં ગામના તળાવો ઉંડા ઉતારવા ગ્રામજનોમાં ઉત્સાહ
જૂનાગઢ તા.૩૦ માણાવદર તાલુકાના દગડ અને વંથલીના બંટીયા ગામમાં જળ સંગ્રહ અભિયાન અંતર્ગત ગામના તળાવો ઉંડા ઉતારવામાં આવશે. દગડ ગામે સતીઆઇના મંદિર નજીક આવેલ તળાવ ઉંડુ ઉતારવામાં આવશે તેમ ગામના સરપંચ શ્રી સુભાષભાઇ છૈયાએ જણાવ્યું હતું. ગામના રહીશ શ્રી મહિપતભાઇ અને દીનેશભાઇ બોરીચાએ જણાવ્યું હતું કે સરકારશ્રીના આ અભિયાનથી તળાવોમાંથી નિકળનાર માટી ખેડૂતોને ઉપયોગી બનશે. ગામનુ પાણી ચામાસામાં ગામમાં સગ્રહ થશે તેથી ફાયદો થશે. વંથલી તાલુકાના બંટીયા ગામે પણ બે તળાવો ઉંડા ઉતારવામાં આવશે તેમ સરપંચ શ્રી જગાભાઇ બાણુગરીયાએ જણાવ્યું હતું.
બાદલપુરમાં ઓઝત ડેમની કેનાલની સફાઇ કરવામાં આવશે
જૂનાગઢ તા.૩૦ જૂનાગઢ જિલ્લામાં તા.૧-૫-૨૦૧૮થી જળ સંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવશે.જેમાં બાદલપુર અને પ્રભાતપુર ગામેથી પસાર થઇ રહેલ ખેડૂતોને સિંચાઇ માટેની કેનાલને સાફ કરવામાં આવશે. આ અંગે બાદલપુરના પુર્વ ઉપસરપંચ શ્રી મનસુખભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે કેનાલની સફાઇ કરવાની કામગીરીને લીધે કેનાલમાં વધું પાણીનું વહન થશે અને ખેડૂતોને ફાયદો થશે. ભોવાનભાઇએ કહયું કે આ જળ અભિયાનથી ખેડૂતોને ફાયદો થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,