ભાદર નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવવાના વિરોધમાં ધારાસભ્ય લલીત વસોયાની જળ સમાધીની ચિમકીથી તંત્રમાં દોડધામ: પાસ કન્વીનર હાર્દિક પટેલ અને લલીત વસોયા, લલીત કગરા, ભીખાભાઈ જોષી સહિતના પાંચ ધારાસભ્યોની અટકાયત કરી જેતપુર લઈ જવાયા
ભાદર નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવવાના વિરોધમાં ધારાસભ્ય લલીત વસોયાએ આજે જળ સમાધી લેવાની ચિમકી આપી હતી. ત્યારે જેતપુરના ભુખી ગામે સવારે ધારાસભ્ય લલીત વસોયા અને હજારો કાર્યકરો આપવી પહોંચ્યા હતા. આ સો કોંગ્રેસના ધારાસભ્યો પણ ત્યાં પહોંચી ગયા હતા.
લલીત વસોયા અને હાર્દિક પટેલ જળ સમાધી લે તે પૂર્વે જ પોલીસ દ્વારા બન્નેની અટકાયત કરવામાં આવી હતી. આ સાથ અન્ય ચાર ધારાસભ્યોની પણ અટકાયત કરાઈ હતી.ઉપલેટા તાલુકાના લડાયક ધારાસભ્ય લલીત વસોયાએ આજે પોતાના વિસ્તારના લોકોને કેમીકલ યુકત પાણી મળતું હોવાથી આજે તેઓ જળ સમાધી લેવાના હતા.
ત્યારે ધારાસભ્યના સર્મનમાં હજારો લોકો ભુખી ગામે ઉમટી પડયા હતા. લલીત વસોયા સાથે હાર્દિક પટેલે પણ જળ સમાધીની જાહેરાત કરતા પોલીસ દ્વારા ભુખી ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ધારાસભ્ય લલીત વસોયાએ આપેલા અલ્ટીમેટમ મુજબ ધોરાજી-ઉપલેટાના કાર્યાલયેથી સેંકડો કાર્યકરો સાથે વિશાળ ગાડીના કાફલા સસાથે ભુખી ગામે રવાના થયા હતા.
બાદમાં ધારાસભ્ય લલીત વસોયાના સર્મનમાં પાસના નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય લલીત કગરા, બ્રિજેશ મેરજા, જે.વી.કાકડીયા, પરસોતમ સાબરીયા, ચિરાગ કાલરીયા, બાબુભાઈવાજા, હર્ષદ રીબડીયા, ભીખાભાઈ જોષી, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર તેમજ મહિલા અગ્રણીઓ બહોળી સંખ્યામાં ભુખી ગામ ખાતેની સભામાં પહોંચી ગયા હતા. આ સાથે સમસ્ત ભુખી ગામ પણ સ્વયંભૂ ઉમટી પડયું હતું. પોલીસ દ્વારા આ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
બાદમાં ધારાસભ્ય લલીત વસોયા અને પાસ નેતા હાર્દિક પટેલ જળ સમાધી લે તે પૂર્વે જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે લલીત કગરા, ભીખાભાઈ જોષી સહિતના ચાર ધારાસભ્યોની પણ અટકાયત કરવામાં આવી હતી. આ તમામ નેતાઓને જેતપુરની ડીવાયએસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા.
સભામાં આંગળીના ઈલમીઓને મળ્યો છૂટોદોર: અનેક લોકોના ખિસ્સા કપાયા
આજે સવારે જેતપુરના ભુખી ગામે ધારાસભ્ય લલીત વસોયા ભાદર-૨ ડેમમાં જળ સમાધી લેવાના હોય તે પૂર્વે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના મુખ્ય પ્રશ્ન એવા કેમીકલ યુકત પાણીના મુદ્દે સમગ્ર આંદોલન ચાલતુ હોવાી બહોળી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડયા હતા.
આ ભારે જનમેદની વચ્ચે આંગળીઓના ઈલમીઓને છૂટો દોર મળી ગયો હતો. પોલીસ કોંગ્રેસી નેતાઓની સુરક્ષામાં વ્યસ્ત હોવાથી સામાન્ય લોકો આંગળીઓના ઈલમીઓના શિકાર બન્યા હતા. ધારાસભ્ય લલીત વસોયાના સર્મનમાં આવેલી જનમેદનીમાંથી અનેક લોકોના ખિસ્સા કપાયા હોવાનું સામે આવ્યું છે. વિરોધ દર્શક કાર્યક્રમ તસ્કરોને ફાવી ગયો હતો. અનેક ખિસ્સાઓ હળવા કરીને આ તસ્કરોએ હજારો રૂપિયા તેમજ મોબાઈલ એકઠા કરી લીધા હતા.