સરકારી કાર્યક્રમો સાથે વિવિધ સમાજોમાં પણ શરૂ થશે બેઠકોનો દૌર
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે ત્યારે તંત્ર દ્વારા નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આજી ડેમના શુદ્ધિકરણ ઉપરાંત ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર વાનું છે. આ ઉપરાંત દિવ્યાંગો માટેના કાર્યક્રમોમાં પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાની તૈયારી કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલા હસાયરા-ડાયરા જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ વાઈઝ સ્વચ્છતા અભિયાન પણ હા ધરાશે. મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેના માટે તંત્ર દ્વારા કોઈપણ કચાસ ન રહી જાય તે માટે તૈયારીઓ હા ધરવામાં આવી છે. વધુમાં કાર્યક્રમને હવે ગણતરીના દિવસો બાકી હોવાી વિવિધ સમાજોની બેઠકો પણ શ‚ વાની છે જેમાં નરેન્દ્ર મોદીના સ્વાગત બાબતે જ‚રી આયોજનો કરવામાં આવશે અને મોદીની મુલાકાતને ખુબ સફળ બનાવવાના તમામ પ્રયાસો શે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા બાબતે પણ પુરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે તંત્ર દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં તમામ બાબતોએ પુરતુ ધ્યાન રાખવા સુચનો દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કેન્દ્રીય અધિકારીની ઉપસ્િિતમાં દિવ્યાંગો માટેના સહાય કાર્યક્રમ અંગે પણ ‚પરેખા તૈયાર કરવામાં આવી હતી.
મોદીના કાર્યક્રમ અગાઉ રસ્તાઓ સજાવવા, સફાઈ કરવી ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું માળખુ ઘડવા માટે પણ એક પછી એક મીટીંગોની શ‚આત ઈ ચૂકી છે. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યાં છે તેમ-તેમ તંત્રની દોડધામમાં પણ વધારો યો છે. એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાી મોદીની આ મુલાકાત ગુજરાત ભાજપ માટે ખુબ મહત્વની બની રહેશે તેમ પણ કહેવાઈ રહ્યું છે.