ટીમ ઈન્ડિયા ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ વોર્મઅપ અને તિરુવનંતપુરમમાં નેધરલેન્ડ સામે બીજી વોર્મઅપમાં ટકરાશે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા વર્લ્ડ કપ પહેલા રમાનારી વોર્મ-અપ મેચો માટે શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. વોર્મ-અપ મેચો 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાશે. ભારતીય ટીમ બે વોર્મ-અપ મેચ રમશે, પહેલી 30 સપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડ સામે અને બીજી 3 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે. પ્રથમ દિવસે એટલે કે 29 સપ્ટેમ્બરે કુલ ત્રણ મેચો રમાશે, જેમાં શ્રીલંકા-બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા-અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચો રમાશે. આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ તિરુવનંતપુરમમાં જ્યારે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ હૈદરાબાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ વોર્મઅપ અને તિરુવનંતપુરમમાં નેધરલેન્ડ સામે બીજી વોર્મઅપ રમશે. છેલ્લી વોર્મ-અપ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
વર્લ્ડ કપની લીગ મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. આ પછી ભારતની બીજી મેચ અફઘાનિસ્તાન (11 ઓક્ટોબર) અને ત્રીજી પાકિસ્તાન (14 ઓક્ટોબર) સામે રમાશે. તો બીજી તરફ, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.