ચાર દિવસ બાદ લગ્ન હતા અને યુવતિએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

રાજકોટ તાલુકાના નાકરાવાડીની યુવતિના લગ્ન ચાર દિવસ બાદ હોવાથી પરિવારજનો  પોતાના સગા-સંબંધીઓને કંકોત્રીનું વિતરણ થઇ રહ્યું હતું. ત્યારે યુવતિએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવતા  યુવતિની ડોલી ઉઠે તે પૂર્વ અર્થી ઉઠતા પરિવારમાં અરેરાટી સામે શોક મગ્ન બની ગયા છે.

કુવાડવા રોડ પર આવેલા નાકરાવાડી ગામે રહેતી કાજલ હકાભાઇ બાહુકિયા નામની ૧૯ વર્ષીય યુવતિએ શનિવારે બપોરે પોતાના ઘરે અગમ્ય કારણસર પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી દીધી હતી. કાલજ લટકતી નજરે પડતા પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ તેનું મોત નિપજયું હતું. કાજલના લગ્નની કંકોત્રીનું વિતરણ કરવા પિતા નીકળ્યા હતા. અને ત્યારબકાદ કાજલે ફાંસો ખાઇ લીધો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.