વાવાઝોડુ મેકુનુ મરાઠા વાડ અને કોંકણ વિસ્તારમાં કહેર વર્તાવે તેવી દહેશત: મરાઠાવાડ- વિદર્ભમાં વાવાઝોડાની અસરને પગલે તાપમાન ઘટશે

અરબી સમુદ્રમાં યમની નજીક સર્જાયેલું મેકુનુ નામનું વાવાઝોડું આગામી બે દિવસમાં રૌદ્ર રુપ ધારણ કરી મહારાષ્ટ્રના દરિયા કિનારે વરસાદી હેલી વરસાવવાની સાથે કહેર વર્તાવે તેવી દહેશત ભારતીય હવામાન વિભાગે વ્યકત કરી છે.

અરબી સમુદ્રમાં યમનના સૌકોત્રા ટાપુ નજીક ઉદભવેલ મેકુનુ નામનું વાવાઝોડું ધીમે ધીમે તીવ્ર બની આગળ વધી રહ્યું છે.

ભારતનાં દરિયા કિનાર તરફ ફંટાઇ રહેલ મેકુનુ વાવાઝોડા આગાની દિવસોમાં ખાસ કરીને મહારાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં કહેર વર્તાવે તેમ હોવાનું જણાવતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે મેકુનુ વાવાઝોડાનાં કારણે મહારાષ્ટ્રના મરાઠાવાડ અને કોંકણ ના દરિયાઇ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

દેશનાં પશ્ર્ચિમી દરિયા કાંઠા તરફ આગળ ધપી રહેલા મેકુનુ વાવાઝોડાને પગલે ભારે પવન ફુકાશે જો કે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત, મહારાષ્ટ્રમાં તાપમાનમાં થયેલો વધારો આગામી બે દિવસોમાં હળવો બનશે અને લોકોને ગરમીમાં રાહત મળવાની શકયતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાલ મહારાષ્ટ્રમાં વિદર્ભમાં સૂર્ય દેવતા કોપાયમાન બન્યા છે. અને વિદર્ભમાં ચંદ્રપુરમાં તાપમાનનો પારો ૪૫.૫ ડીગ્રીને વટાવી ગયો છે.

જો કે પશ્ર્ચિમ બંગાળ તરફથી આવતા ભેજવાળા પવનો અને મેકુનું વાવાઝોડાને કારણે વાતાવરણમાં આવેલા બદલાવથી વાદળો છવાતા આગામી બે દિવસમાં મરાઠાવાડ અને વિદર્ભમાં તાપમાનનો પારો નીચો આવવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.