સરકાર ૨૦૧૯થી નેશનલ સ્કીલ કવોલીફીકેશન રેન્કીંગ આપશે
ડ્રાઈવર, ઈલેકટ્રીશ્યન, પ્લમ્બર સહિતનાને નોકરી આપતા પહેલા તેમની આવડત તપાસવી જરૂરી બની જાય છે. માટે સરકારનાં સ્કીલ ડેવલપમેન્ટ વિભાગે ૨૦૧૯ સુધીમાં નેશનલ સ્કીલ કવોલીફીકેશન ફ્રેમવર્ક (એનએસકયુએફ)ની સ્થાપના કરવાની તૈયારી કરી છે.
એનએસકયુએફના માધ્યમથી હવે કર્મચારીના કામની ગુણવતા તપાસી શકાશે આ પ્રવૃત્તિ તૈયાર કરવા સરકાર સ્કીલ ટ્રેનીંગ પ્રોગ્રામનો સહારો લેશે. એનએસકયુએફની પ્રવૃત્તિ હાલ ૧૦૦ દેશોમાં કાર્યરત છે. જેના માધ્યમથી કામ આપતા પહેલા તેમની આવડત ચકાસી શકાય છે.
હવે ભારત સરકાર પણ અન્ય દેશોનાં રસ્તે ચાલીને તેમને ૧ થી ૧૦ વચ્ચે આવકનો ક્રમાંક આપશે. આ પોઈન્ટ મેળવવા માટે કર્મચારીએ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના માધ્યમથી પોતાની આવડત સિધ્ધ કરવાની રહેશે ત્યારબાદ કર્મચારીને પોઈન્ટ અપાશે જે તેની આવડત અને અનુભવ દર્શાવશે.
પોઈન્ટ આધારિત પધ્ધતિના કારણે કર્મચારીને પણ ઉંચુ વળતર મેળવવામાં મદદ થશે. ઉપરાંત આર્ગેનાઈઝડ નોકરી બજારનું અસ્તીત્વ પણ ઉભુ થશે. એનએસકયુએફની અમલવારી આગામી વર્ષેથી થવાની શકયતા છે.