સિવિલ હોસ્પિટલમાં કેથલેબના ઉદ્ઘાટન કરવાના કાર્યક્રમનો રૂટ બદલીને પોતાના સરળ સ્વભાવથી જાણીતા મુખ્યમંત્રીએ નિર્ધારીત રૂટ બદલીને સૌપ્રથમ દર્દીનારાયણ પાસે પહોંચ્યાં
સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગના દર્દીઓ માટે અતિ ઉપયોગી કેથલેબનું મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે ઉભેલા દર્દીઓ પાસે પહોચી ગયા હતા.
કેથલેબ ખુલ્લી મુકે તે પહેલાં પોતાનો રુટ બદલીને દર્દીઓ સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ચર્ચા કરી હતી. સરકારની કામગીરી અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળતી સવલત અને સગવડ અંગે જાત માહિતી મેળવી હતી.
રાજકોટ અને રાજકોટ સૌરાષ્ટ્રની જનતા માટે સતત કાર્યશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ સિવિલ હોસ્પિટલમાં કેથલેબનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાને ફરી એકવાર રીયલ કોમન મેન તરીકેની પોતાની ઓળખ જાળવી રાખી હતી. કેથલેબ ઉદ્ઘાટન કરવા જવાના રૂટ પર જતા હતા તે પહેલા અચાનક રુટ બદલીને તેઓ પ્રજાજનો પાસે પહોંચ્યા હતા. ત્યાં હાજર દર્દીઓને સિવિલ હોસ્પિટલ અંગે જાત તપાસ કરવા માટે સામાન્ય પ્રજાજનોને મળીને વાતચીત કરી હતી. પોતાનાં સંવેદનશીલ અને સરળ સ્વભાવથી જાણીતા મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે ફરી એક વાર ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. લોકાર્પણ કરે તે પહેલાં જ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ સામાન્ય જનતાની ચિંંતા કરી તેમની પાસે ખુદ પહોંચ્યાં હતા અને સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર અંગે દદીઓ તથા તેમના સગા વ્હાલાંઓ પાસેથી માહીતી મેળવી હતી.