પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડીકે શિવકુમારે ગંગાયાન પ્રોજેક્ટ કર્ણાટકમાંથી ગુજરાત ન ફેરવવા લખ્યો પત્ર
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માંન ધરાવતા ભારતનું લોકતંત્ર ૭૫ વર્ષ ની સફર સાથે આગળ વધી રહ્યું છે ત્યારે હજુ જાણે કે દેશની એકતા અને રાષ્ટ્ર ભાવમાં ક્યાંકને ક્યાંક પ્રદેશવાદ નો ભાવ ઘૂંટાઈ રહ્યો છે, ઇસરોના ખૂબ જ મહત્વાકાંક્ષી સમાનવ અવકાશયાનનો ગનગાયાન પ્રોજેક્ટ ગુજરાતથી ઉડાન ભરે તે પહેલા કર્ણાટકના કોંગી નેતાએ વડાપ્રધાનને પત્ર પાઠવી કર્ણાટકમાંથી ગંગા યાન નો પ્રોજેક્ટ ન હટાવવા માંગ કરી છે
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શિવકુમારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવી ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ ગંગા યાન કર્ણાટકથી ગુજરાત ન ફેરવવા માંગ કરી છે
કોંગી નેતાએ પાઠવેલા પત્રમાં ઈસરો દ્વારા સમાનવ અવકાશયાન ગંગાયાનનો પ્રોજેક્ટ કર્ણાટકમાંથી ન ફેરવવા માંગ કરીને લખ્યું છે કે પ્રોજેક્ટ કન્નડ સમુદાય માટે એક ગૌરવનો વિષય છે જો આ પ્રોજેક્ટને બેંગ્લોર થી ગુજરાતમાં ફેરવવામાં આવશે તો કર્ણાટક રાજ્યના લોકો ને એવો વસવસો થશે કે કેન્દ્ર પોતાના રાજ્યો ની અવગણના કરી રહ્યું છે અને કર્નલ આદિવાસીઓનું આત્મ સન્માન ઘવાશે, શિવકુમારે વડાપ્રધાનને લખેલા એક પત્રમાં ગંગા નો પ્રોજેક્ટ કર્ણાટકમાંથી ગુજરાતમાં ફેરવવાના આ નિર્ણયને સંપૂર્ણપણે લાગણી ને ઠેસ પહોંચાડવાનો ગણાવીને જણાવ્યું હતું, કે આ પ્રોજેક્ટ ફેરવવાથી દેશની લોકતાંત્રિક વ્યવસ્થા ને આઘાત પહોંચશે શિવ કુમારે વડાપ્રધાન ની જેમ જ મુખ્યમંત્રી બશ્વરાજ મોમાઈ ને પણ રાજ્યના સાંસદો ને રાખીને ગુજરાતમાંથી ગંગાયાનના ઉડાનનો પ્રોજેક્ટનો અમલ અટકાવવા હિમાયત કરવામાં આવી છે