હલકો માલ રાહતભાવે વેચી તગડી કમાણી કરતા દુકાનદારો; કેશોદવાસીઓમાં ઉઠતાં અનેક સવાલો
કેશોદ શહેરમાં પામોલીન તથા અન્ય હલકી ગુણવતા વાળા તેલમાં ફરસાણ બનાવી જન આરોગ્ય સામે ખતરો ઉભો કરનારા સામે તંત્ર પગલા ભરશે ખરૂ?
નજીક દિવસોમાં સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે. ત્યારે હલકા ગુણવતામાં તૈયાર કરાયેલ માલ રાહતભાવના નામે વેંચી તગડી કમાણી કરનારા સામે તંકિઈ અગમચેતી પગલા ભરશે ખરૂ? જોવા અનેક સવાલો લોકો ના મનમાં ઉઠી રહ્યા છે.
કેશોદ શહેરમાં હાલમાં બજારોમાં ફરસાણના વેપારીઓ દ્વારા એક જ તેલમાં વારંવાર ફરસાણ તળીને તેમજ નબળી ગુણવતા વાળુ તેલ તેમજ ભેળસેળ વાળા હલકી ગુણવતા વાળા ચણાના લોટનો ઉપયોગ કરી લોકાર્પણના જન આરોગ્ય સામે ખતરો ઉભો કરનારા વેપારીઓ સામે અત્યાર સુધીમાં સરકારી તંત્ર એ કોઈ નકકર કાર્યવાહી હાથ ધરી નથી ત્યારે હવે આ વેપલો કરતા વેપારીઓ સામે કોઈ પગલા નહી લેવાય તો ટુંક સમયમાં આવતા સાતમ આઠમના તહેવારોમાં જનતા તાવડાના નામે એક મહિના પહેલા તૈયાર કરવામાં આવતા ફરસાણ અને મીઠાઈઓ બનાવી લોકોને સસ્તા દરે આપવાની લાલચમાં અનેક લોકો માયાજાળમાં ફસાય જશે ત્યારે જન આરોગ્યને નુકશાન કરનારા આવા વેપારીઓ સામે તહેવારો પહેલા તેમના માલની ગુણવતાની ચોકકસાઈ કરવીએ તંત્રની ફરજ નો અકે ભાગ છે.
ત્યારે કેશોદના લેડી મામલતદાર બાહોશ અને હોશિયાર હોવાનું લોકમુખે ચર્ચાઈ છે. ત્યારે આ અધિકારી લોકોના આરોગ્યની ચિંતા કેટલી કરે છે. તેની તો સમય આવ્યે જ ખબર પડશે ? હાલ બજારમાં સીંગતેલના નામે વેપારીઓ હલકી ગુણવતાનો માલ વાપરી લોકોના આરોગ્યને નુકશાન કરી રહ્યાનું જાણવા મળ્યું છે.