રામ મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકારને કાયદો ઘડવા આરએસએસના વડા મોહન ભાગવતની ભલામણ
પ્રજાની ધીરજ ખૂંટે તે પહેલા મંદિર નિર્માણનો કાયદો લઈ આવવા આહવાન સંઘ દ્વારા કરવામાં આવ્યું છે. ગઈકાલે વિજયા દશમી નીમીતે નાગપુરમાં ઉજવણી દરમિયાન સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, કોઈપણ રીતે રામ મંદિર નિર્માણ તો થવું જ જોઈએ. જરૂર પડે તો સરકાર આ માટે કાયદો લઈ આવે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રામ જન્મભૂમિ મુવમેન્ટના ભાગીદાર હોવાથી અમે એવું ઈચ્છીએ છીએ કે શ્રીરામની જન્મભૂમિ પર મંદિર બનવું જ જોઈએ. આ મામલે ઝડપથી નિર્ણયો લેવા જોઈએ. દેશના હિતમાં રહેલા આ મામલે કેટલાક લોકો ધાર્મિક રાજકારણ કરે છે. કોઈપણ કારણ વગર સમાજના ધૈર્યની પરીક્ષા લેવી કોઈના હિતમાં ન હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
તેમણે કહ્યુ હતુ કે રામ માત્ર હિન્દુઓના નહી આખા દેશના છે.અયોધ્યામાં રામ મંદિર બનશે તો દેશમાં સદ્ભભાવનાનો માહોલ બનશે.લોકો પૂછે છે કે ભાજપની સત્તા છે તો મંદિર કેમ ની બનતુ,મતદાર એક દિવસનો રાજા છે.મતદારોએ સમજી વિચારીને મતના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
સબરીમાલા મુદ્દા પર ભાગવતે કહ્યુ હતુ કે સબરીમાલાના નિર્ણયી વર્ષોથી ચાલતી પરંપરા તુટી ગઈ છે.જેમણે કોર્ટમાં અરજી કરી હતી તે ક્યારેય મંદિર ગયા નથી.જે મહિલાઓ આંદોલન કરી રહી છે તે આસમાં વિશ્વાસ ધરાવે છે.ધર્મના મુદ્દે ધર્માચાર્યો સાથે વાત થવી જોઈએ.તે બદલાવને સમજે છે.મહિલાઓ પરંપરામાં માને છે તેમની વાત સાંભળવામાં નથી આવી.
ભાગવતે વધુમાં કહ્યુ હતુ કે આપણે કોઈની સાથે દુશ્મની નથી કરતા પણ દુનિયામાં આપણને દુશ્મન માનનારા છે તો તેમના માટે કશુ તો કરવુ પડશે. પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયુ છે પણ પાકિસ્તાનની હરકતો તો એની એ છે. આપણે એટલા શક્તિશાળી બનવુ પડશે કે કોઈ આપણા પર આક્રમણ કરવાની હિંમત ના કરે. આપણે દેશ સરકારને નથી સોંપ્યો.દેશ આપણો જ છે અને સરકાર બધુ કરતી નથી.
નામ લીધા વગર ચીન અંગે તેમણે કહ્યુ હતુ કે દુનિયામાં કેટલાક દેશો ભારતને આગળ વધતો જોવા ઈચ્છતા નથી. કેટલીક તાકાતો શ્રીલંકા જેવા દેશોને પોતાની તરફ ખેંચી રહી છે. ભારતે પોતાની સુરક્ષા પર કોઈના પર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાના જ દેશમાં સુરક્ષાને લગતા ઉપકરણો બનાવવા જોઈએ.