સોશિયલ મીડિયાના ઉપયોગ કર્તાએ આપેલી ખાનગી માહિતીઓનો દૂરપયોગ રોકવા મોદી સરકાર ટુંક સમયમાં સંસદમાં ‘ડેટા પ્રોટેકશન બિલ’ રજૂ કરશે

ભારતમાં મફતના નામે અપાતા સોશ્યલ મીડિયાનો હવે વધારે પડતો ઉપયોગ થવા લાગ્યો છે. સોશ્યલ મીડિયા ચલાવનારી મોટાભાગની કંપનીઓ વિદેશી હોય તેનો ઉપયોગ કરનારાઓના તમામ ડેટાઓ વિદેશોમાં જતા રહે છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પણ તમામ પક્ષો દ્વારા સોશ્યલ મીડિયાનો મહત્તમ ઉપયોગ થવાની સંભાવના છે. ત્યારે વિદેશોમાં રહેલા ભારતીયોના ખાનગી ડેટાનો તેમાં દૂરપયોગ ન થાય તે માટે સરકારે કમર કસી છે. સોશ્યલ મીડિયાના આ ‘બોમ્બ’ને ડીફયૂઝ કરવા મોદી સરકાર ટુંક સમયમાં સંસદમાં ડેટા પ્રોટેકશન બિલ રજૂ કરવા જઈ રહી છે.

સતત વિકસતા જતા આપણા દેશમાં ૫૦ ટકા વધારે ભારતીયો સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં મફતના નામે અપાતી સોશ્યલ મીડિયા એપોનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. વ્હોટએપ, ફેસબુક, ટવીટ્ટર, ગુગલ, ટવીટ્ટર, એપલ જેવી સોશ્યલ મીડિયા ચલાવતી મુખ્ય કંપનીઓ વિદેશી છે. આ કંપનીઓની એપ વાપરવા માટે અપાતી વ્યકિતની ખાનગી માહિતીઓ બીજા દેશોમાં આવેલા તેના સર્વરોમાં સેવ થતી હોય છે.

આવા ડેટાઓમાં ‘પાસવર્ડ’ ધાર્મિક, જ્ઞાતિ-જાતિ, રાજકીય માન્યતાઓ, આર્થિક અને આરોગ્ય વિષયક સહિતની તમામ વિગતો હોય છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમ્યાન ફેસબુકના ખાનગી ડેટાનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રચાર કરવામાં આવ્યો હતો. જેના મુદા પર જ અમેરિકા અને રશિયા વચ્ચે એક સમયે તલવારો ખેંચાઈ ગઈ હતી. સોશ્યલ મીડિયા કંપનીઓ પોતાના આર્થિક લાભ માટે ડેટાનો દૂરપયોગ કરે તેવી સંભાવના હોય અને આગામી વર્ષે યોજાનારી લોકશાહીના મહાપર્વ જેવી ભારતીય સંસદની ચૂંટણીમાં સોશ્યલ મીડિયાનો મહત્તમ ઉપયોગ થવાનો છે.જેથી, અમેરિકા જેવી પરિસ્થિતિ ભારતમાં બનતા રોકવા મોદી સરકારે નિર્ણય કર્યો છે. જે માટે ડેટા પ્રોટેકશન બીલ બનાવવામાં આવ્યું છે.

ટુંક સમયમાં આ બિલ સંસદમાં રજૂ થના‚ છે. જે મુજબ દરેક સોશ્યલ મીડિયાએ પોતાનું સર્વર ભારતમાં રાખવું પડશે અને સરકારને ખાસ સંજોગોમાં જરૂર પડે ત્યારે આ ડેટા આપવા પડશે. આ ડેટાને વિદેશોમાં મોકલી શકાશે નહી. આ બિલ બનાવવા માટે આ વર્ષે જુલાઈમાં જસ્ટીસ બી.એન. શ્રી કૃષ્ણનની આગેવાનીમાં સમિતિ બનાવવામાં આવી હતી. જેના રીપોર્ટના આધારે આ બિલ બનાવવામાં આવ્યું છે.

આ બિલમાં ખાનગી માહિતીને લીક કરવા બદલ સોશ્યલ મીડિયા કંપનીને ૧૫ કરોડ રૂ.નો દંડ અથવા વૈશ્વિક ટર્ન ઓવરનાં ચાર ટકા તેમાંથી જે મહત્તમ હોય તે દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.