યુ.પી. અને બિહારમાં રૂ. ૩૧,૫૬૦ કરોડના ખર્ચે બે સુપર

થર્મલ પાવર પ્રોજેકટ અને કાશ્મીરના ચિનાળામાં રૂ.૪૦૦૦ કરોડ ખર્ચે  હાઇડ્રો પ્રોજેકટને મંજુરી અપાઇ, દેશમાં પ૦ નવી કેન્દ્રીય વિદ્યાલયોને સ્થાપવાની પણ મંજુરી

લોકસભાની ચુંટણીની જાહેરાત થવાની ગમે ત્યારે સંભાવના છે ત્યારે મોદી સરકારે સંભવત તેની છેલ્લી કેબીનેટ મીટીંગમાં ૩૦ નિર્ણયોને ફટોફટ મંજુરી આપી હતી. જેમાં દેશભરમાં પ૦ નવા કેન્દ્રીય વિદ્યાલયો સ્થાપવા, માળખાકીય સુવિધાઓ વધારવા, પાવર પ્રોજેકટો સ્થાપવા , વિમાના લાભો વધારવા દિલ્હી મેટ્રોની નવી યોજનાઓ અને અનધિકૃત કોલોની માટે નવા નિયમો તૈયાર કરવા સમીતીની રચના કરવા સહીતના નિર્ણયોને મંજુરી આપવામાં આવી હતી.

મોદી કેબીનેટે લીધેલા આ ૩૦ નિર્ણયો રાજકીય રીતે અતિ મહત્વના પુરવાર થાય તેવી સંભાવના છે. ખાસ કરીને વિવિધ રાજયો માટેની માળખાકીય સુવિધાઓ વધારવાની યોજના તથા મુંબઇમાં શહેરી પરિવહન માટે ૧૯૧ એકકંડીશન ટેકસ ફાળવવાના નિર્ણયની ભાજપને લાભ મળી શકે તેમ છે. નવા મંજુર થયેલા કેન્દ્રીય વિદ્યાલયો ૨૦૧૯-૨૦ શૈક્ષણિક સત્રથી કાર્યરત કરવામાં આવશે જેમાં ૧ લાખ વિઘાર્થીઓને વધારે સમાવી શકાશે. આ નિર્ણયથી દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલયોની સંખ્યા વધીને ૧૨૫૨ થઇ જશે.

કેન્દ્રીય વિઘાલયોના વિકાસ માટે મોદી સરકારે પાંચ વર્ષ દરમ્યાન રૂ ૧૭૫૭૯ કરોડ  ફાળવ્યા છે. જેના કારણે કેન્દ્રીય વિઘાલયોના ૧૨.૫ લાખ વિઘાર્થીઓ વિઘા જ્ઞાન મેળવી રહ્યા છે. કેબીનેટ દિલ્હી મેટ્રોના પાંચમા ફેઝને સમાવતી ત્રણ પ્રાધાન્યતા કોરીડોટને મંજુરી આપી છે. અન્ય એક નિર્ણયમાં ૪૦,૦૦૦ થી વધારે પૂર્વ સૈનિકોને સ્વાસ્થ્ય, વિમા સેવાનો લાભ આપવા એકસ આર્મીમેન કોન્ટ્રીબ્યુટ હેલ્થ સ્કીમ (ઇસીએચએકસ)ને વધારાની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી વરિષ્ઠ પૂર્વ સૈનિકો, કટોકટી કમિશન અધિકારીઓ, ટુંકી સેવા કમિશન અધિકારીઓ અકાળે નિવૃત્ત થતા સૈનિકોને સ્વાસ્થ્ય વિમાનો લાભ મળશે.

ઉત્તર પ્રદેશના ખૂર્જા અને બિહારના બકસરમાં ૧૩૨૦ મેગાવોટની ક્ષમતાવાના બે સુપર થર્મલ પાવર પ્રોજેકટ સ્થાપવાના નિર્ણય લેવાયો હતો. સીસીઇએ દ્વારા ટુંકા ગાળા માટે ઉર્જા ખરીદી માટે કોલસાની ખરીદી કરવા જોડાણના કરારને પણ આ કેબીનેટમાં મંજુરી આપવામાં આવી હતી. સીસીઇએ દ્વારા જમ્મુ કાશ્મીરમાં ચિનાબ વેલી પાવર પ્રોજેકટસ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા ૬૨૪ મેગાવોટની ઉર્જાના નિર્માણ માટે બનનારા કિટુ હાઇડ્રો ઇલેકટ્રીક પ્રોજેકટ સ્થાપવાની માટે આવેલી ભલામણને પણ મંજુરી આપવામાં આવી હતી. આ પ્રોજેકટ કિશવાર જીલ્લામાં ચિનાળ નદી પર બનનારા છે.

રાજય સરકારો, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા, સીવીલ એન્કલેબ્સ, સીએનસએસ યુ હેલીપેડ અને વોટર એરોડ્રોમ્સના અનામત અને ઓછી સેવા આપતી એર સ્ટ્રીપ્સના પુર્નજીવન અને વિકાસ માટે રૂ ૪૫૦૦ કરોડના ખર્ચે સમય અને અવકાશ વિસ્તરણ માટેની મંજુરી આપવામાં આવી હતી. સીસીઇઓએ ખાંડ મિલોને વિસ્તરણ માટે બેંકો દ્વારા અપાયેલ ૧ર,૯૦૦ કરોડ રૂ ની હપ્તા કરી આપવાની દરખાસ્ત કરી હતી તેને પણ મંજુરી આપી હતી.

એચ.આર.વી. ના રોગને વધતો રોકવા તેના સુધારાને ટકાવી રાખવા માટે સીસીઇએ રાષ્ટ્રીય એડસ નિયંત્રણ કાર્યક્રમના ચોથા તબકકામાં એપ્રિલ-૨૦૧૭ થી માર્ચ ૨૦૨૦ સુધી ત્રણ વર્ષ માટે ૬૪૩૪.૭૬ કરોડ રૂ ની જોગવાઇને પણ મંજુરી આપવામાં આવી છે. જયારે પુર નિયંત્રણ અને સરહદ વિસ્તાર કાર્યક્રમ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ સુધી રૂ ૩.૩૪૨ કરોડ ફાળવીને દેશભરમાં પુર નિયંત્રણ અસરકારક રીતે થઇ શકે તેને મોદી કેબીનેટે મંજુરી આપી છે.

પછાત વર્ગોને રાજી રાખવા મોદી સરકાર ૨૦૦ પોઇન્ટ રોસ્ટર માટે ખરડો લાવી

દેશભરમાં ગણતરીની કલાકોમાં હવે કદાચ લોકસભાની ચુંટણીનો જાહેરનામું પ્રસિઘ્ધ થાય તેવી અટકળો છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડીયાના માઘ્યોમમાં થઇ રહી છે. ત્યારે દેશ જામી રહેલા ચુંટણીના માહોલ વચ્ચે સરકારે અનુસુચિત જાતિ અનુ સુચિત જનજાતિ અને પછાત વર્ગના કાયમી રોક લગાવી દીધી છે. કેન્દ્રીય કેબીનેટ મંત્રાલયે ગઇકાલે જ અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિ અને પછાત વર્ગના શૈક્ષણિક દરજજાને કોઇપણ જાતના કાપકુપ વગર યથાવત રાખવાનો ખરડો બહાલ કર્યો હતો. સરકારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વિશ્વ વિઘાલયો અને કોલેજોમાં શૈક્ષણિક સંસ્થાઓ વિશ્વ વિઘાલયો અને કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અને પછાત વર્ગના શિક્ષકોની સંખ્યા ઘટાડવાના નિર્ણય પર રોક લગાવવાનો બહાલ કર્યુ છે. કેન્દ્રીય શૈક્ષણિક સંકુલોમાં શિક્ષકોની અનામત અંગેની

૨૦૧૯ના ખરડામાં રોષટર પઘ્ધતિ મુજબ ૨૦૦ પોઇન્ટની જોગવાઇઓ મુજબ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને ઓબીસીની ગણતરી મુજબ શિક્ષકોની ભર્તીની જોગવાઇના બદલે શૈક્ષણિક સંસ્થાઓમાં પછાત વર્ગના શિક્ષકોની ભર્તિ પર કાપની તજવીજ હાલ પુરતી અટકાવી દીધી છે.

અલ્હાબાદ હાઇકોર્ટે ૨૦૧૭માં શૈક્ષણિક સંકુલો માટે રોષટર ના ૧૩ મુદ્દાઓ આધારીત શિક્ષકોની પસંદગીના ચુકાદાના પગલે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારની સ્પેશ્યલ લીવ પિટીશન હોય કોર્ટના ચુકાદા સામે ખારીજ કરી દીધી હતી.દેશમાં કેન્દ્ર અને તમામ રાજયની બીમ્બડ યુનિવર્સિટીની પાંચ જગ્યાઓ ભરવા માટે ૨૦૧૮થી રોકી દેવામાં આવેલી પ્રક્રિયા શરુ કરવાના આદેશો આપી દેવાયા છે અને તેથી અનુસુચિત જાતિ-જનજાતિ અને પછાત વર્ગના શિક્ષકોના કોટામાં કોઇપણ પ્રકારનો કાપ નહિ મુકાય.

ઓબીસી માટે ર૭ ટકા અનુસુચિત જાતિ માટે ૧પ ટકા અનુ સુચિત જન જાતિ માટે ૭.૫ ટકા અને જનરલ કેટેગરીના ૯૫ ટકા ના ધોરણે પ્રાઘ્યાપકો ભરવાનાં નિયમ છતાં અનુસુચિત જાતિની ટકાવારી ૩.૫૪ ટકા અનુસુચિત જનજાતિ ૦.૮૬ ટકા અને પછાત વર્ગના ઉમેદવારોની સંખ્યામાં ખુબ જ નિસંગતતા દેખાતી હતી.

સરકારે કેબીનેટમાં શિક્ષણમાં શિક્ષકોની સંખ્યામાં અનામતની કેટગરીમાં કાપ રાખવા ના નિર્ણયનો અમલ રોકવાનું નકકી કર્યુ  છે. યુનિવર્સિસટીમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ટિચીંગ સ્ટાફની સ્થિતિ જાળવવા ના છે ત્રણ વર્ષમાં સામાન્ય સમુદાયના ઉમેદવારોની ટકાવારી ૭૫ ટકા અનુસુચિતજાતિ ના ૧૦ ટકા અનુસુચિત જનજાતિના ૪ ટકા અને અન્ય પછાત વર્ગના ૧૦ ટકા ના કોટાને જાળવી રાખવાનો છે.

લોક જનતા પક્ષના રામવિલાસ પાસવાને કેબીનેટના આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે અનુસુચિત જાતિ જનજાતિ ના કવોટા અંગેના નિર્ણયના કોટા સામે સરકારે કેબીનેટમાં કરેલા ઠરાવથી પછાત વર્ગના અધિકારીની સરકારે રક્ષા કરી છે. હું આ નિર્ણય અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. કે તેમણે પછાત વર્ગના વચન પ્રત્યે પ્રતિબઘ્ધતા દાખવી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારની શિષ્ય પીટીશન રદ કર્યા બાદ સરકારે શૈક્ષણિક સંકુલોમાં શિક્ષકો ની ભર્તીમાં પછાત વર્ગના શિક્ષકોની સ્થિતિ યશાવત રાખવા માટે આ ખરડો લાવવામાં આવ્યો છે.

યુનિવસિટી પંચ દ્વારા માર્ચ-૨૦૧૮ માં અલ્હાબાદ હાઇકોર્ટેના એપ્રિલ-૨૦૧૨ ના ચુકાદાનો અમલ કરવાના આદેશના પગલે શરુ થયેલી આ પ્રક્રિયામાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને પછાત વર્ગના શિક્ષકોની સંખ્યામાં કાપ મુકવાના નિર્ણયમાં જુની પ્રથા મુજબ જ શિક્ષકોની ભર્તિ કરવાનું ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબીનેટ મંત્રાલયે શૈક્ષણિક સંકુલો માં અનુસુચિત જાતિ જન જાતિ અને પછાત વર્ગના શિક્ષકોની ભતીમાં કોઇ કાંપ ન મુકવાનું વલણ અપનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.