સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૩૮૬.૫૧ સામે ૪૮૪૨૪.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૩૯૯.૫૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૯.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૭.૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૯૪૪.૧૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૪૮૬.૨૦ સામે ૧૪૫૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૭૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૮.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૪૫.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
દેશ અસાધારણ ઐતિહાસિક કોરોના મહામારીની કટોકટીમાં ફસડાઈ પડયો છે, ત્યારે આ કટોકટીમાંથી બહાર આવતાં કેટલો સમય લાગશે એની અનિશ્ચિતતા અને આ કટોકટીના પરિણામે ભારતનું અર્થતંત્ર ઘેરા સંકટમાં આવી જવાની ભીતિ છતાં આ પરિસ્થિતિને અવગણીને આજે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી તરફી ચાલ જોવા મળી હતી. દેશને આ સંકટમાંથી ઊગારવા હવે અમેરિકા, યુ.કે., રશીયા, જર્મની સહિતના દેશો મદદે દોડી આવતાં અને જોઈતી પૂરતી મદદ ટૂંક સમયમાં જ ભારત પહોંચતી કરવામાં આવી રહી હોઈ આ સંકટમાંથી ધારણાથી વહેલા બહાર આવી શકાશે એવા પોઝિટિવ અહેવાલે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોથી ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા બાદ કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી ઉછાળે સતત પ્રોફિટ બુકિંગ જોવાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ અભિગમ અને કોરાના વાયરસના વધતાં કેસોની સ્થિતિ નજર રહેશે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૦૪ અને વધનારની સંખ્યા ૧૯૫૧ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના ફરીથી વધેલા કેસોને કારણે લાગુ થઈ રહેલા નિયમનોથી આર્થિક વૃદ્ધિ સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે. દેશમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો અર્થતંત્રની હાલની રિકવરી સામે મોટો પડકાર બની રહ્યો છે. આગામી દિવસોમાં બજારમાં અનિશ્ચિતતા સાથે અફડાતફડીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની પૂરી સંભાવના છે. પાછલા દિવસોમાં વિપરીત ચાલે તેજીનો ટ્રેન્ડ અકબંધ રાખવાની પ્રયાસો બાદ ગત સપ્તાહમાં તેજીની પકડ ફંડો પણ ઢીલી મૂકતાં જોવાયા છે.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની શેરોમાં અવિરત વેચવાલી વધતી જોવાઈ રહી છે. આગામી દિવસોમાં ડેરિવેટીવ્ઝમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં એપ્રિલ વલણનું અંત હોવાથી સાવચેતી જરૂરી બની રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા યોજાયેલ બે દિવસીય મીટિંગ બાદ ૨૮,એપ્રિલ ૨૦૨૧ના વ્યાજ દરના જાહેર થનારા નિર્ણય પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૨૮.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૭.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૬૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૭૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૪૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૬૦૬ પોઈન્ટ થી ૧૪૫૭૫ પોઈન્ટ ૧૪૫૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- HDFC બેન્ક ( ૧૪૩૫ ) :- HDFC ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- બાટા ઈન્ડિયા ( ૧૩૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૬૪ થી રૂ.૧૩૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- લુપિન લિ. ( ૧૦૬૯ ) :- રૂ.૧૦૫૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૩૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૯૩ થી રૂ.૧૧૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૭૮૦ ) :- કાર અને યુટિલિટી વિહિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટ ( ૭૫૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ અને સર્વીસ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૬૩ થી રૂ.૭૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!