૨૧મી સદી પુરી થતા પહેલા હિમાલય સહિતનાં પર્વતો ઓગળી જવાથી મહાનગરો સહિત અંદમાન નિકોબાર અદ્રશ્ય થઈ જશે
વૈશ્વિક સ્તર પર ગ્લોબલ વોર્મિંગનાં કારણે દરિયાઈ સપાટીમાં દિન-પ્રતિદિન વધારો થતાં સંકટની સ્થિતિ ઉદભવિત થઈ રહી છે. સાથોસાથ ગ્લોબલ વોર્મિંગને લીધે હિમાલય સહિતનાં બરફનાં પર્વતો ઓગળી જવાથી જળની સપાટીમાં દિન-પ્રતિદિન વધારો થતા મહાનગરો સહિત અંદમાન નિકોબાર અદ્રશ્ય થઈ જશે તેવું પણ લાગી રહ્યું છે. આઈપીસીસીનાં રીપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તર પર દરિયાઈ સપાટી ૧૫ સેન્ટીમીટર વધી છે પરંતુ સાંપ્રત પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો પ્રતિ વર્ષ ૩.૬ એમએમ જેટલી વધી રહી છે. કહેવાય છે કે, ૨૧૦૦ વર્ષમાં દરીયાની સપાટી ૩૦ થી ૬૦ સેન્ટીમીટરની રહેશે પરંતુ હાલની સ્થિતિ જોતા દરિયાઈ સપાટી ૬૦ થી ૧૧૦ સેન્ટીમીટરની રહે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે દરિયામાં વાતાવરણ બદલતા વાવાઝોડા સહિત તુફાનો આવાનાં કારણે મહાનગરો પર તેની માઠી અસર પહોંચશે.
સમગ્ર વિશ્વમાં અત્યારે ગ્લોબલ વોમિંગની સમસ્યા ભયંકર રીતે માનવજાત સામે વિકરાળ રુપ ધારણ કરી ચૂકી છે. ફ્રાંસમાં યોજાયેલી ગ્લોબલ વોમિંગ ઇન્ટેરનેશનલ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પૃથ્વીનું તાપમાન નિયંત્રણમાં રાખવા માટે પોતાની જવાબદારીના પ્રતિબંધતા જાળવવા માટે અનુરોધ કર્યો હતો. અને પોત પોતાના ક્ષેત્રમાં તાપમાન કમસેકમ ર ડીગ્રી જેટલું ઘટે તેવા પ્રયત્નની હિમાયત કરી હતી. અને વાતાવરણ ઉત્સર્જીત થતી ઉર્જા ઘટાડવા માટે વૈકલ્પીક ઉર્જાના સ્ત્રોતનીહિમાયત કરી હતી.
ગ્લોબલ વોમિંગની આડઅસર દેખાવવા લાગી હોય તેમ સમૃઘ્ધની વધતી સપાટીથી ભારતનાં જ દરિયાકાંઠાના કેટલાક મોટા શહેરો પર પુર હોનારતની દહેશત ઉભી થઇ છે. ઇન્ટર ગર્વમેન્ટ પેનલ ઓન કલાઇમેટ ચેન્જએ ચેતવણી ઉચ્ચારી છે કે ગ્લોબલ વોમિંગના કારણે ગ્લોસિયલ પિગળવામાં આવેલી ઝડપના કારણે ભારતના દરિયા કાંઠાના મોટા શહેરો પર પુરનું જોખમ ઉભું થયું છે.
ભારતના ચાર દરિયા કાંઠાના મહાનગરો કોલકતા, મુંબઇ, સુરત, ચેન્નઇ પર દરિયાની સપાટીના ભયજનક વધારાના જોખમ સાથે ઉત્તર ભારતના ભાગમાં પણ હિમાલયના હિમ શિખરો પિગડવાથી લઇને સદીના અંત સુધીમાં મોટું જોખમ ઉભુ થશે. સંયુકત રાષ્ટ્રસંઘની કલાઇમેન્ટ ચેન્જ પરિષદ દ્વારા બુધવારે આ અંગે જગતને ચેતવણી આપી હતી.
અત્યારે અગાઉ કયારેય થયું ન હતું તે ઝડપથી દરિયાની સપાટી વધી રહી છે ર૧૦૦ સુધીમાં આ પરિસ્થિતિથી ૧.૪ બીલીયન લોકો પ્રભાવિત થશે. વિશ્વના ૪૫ દરિયા કાંઠાના શહેરોમાં ભારતના ચાર મોટા શહેરો જેવાં કે કોલકતા મુંબઇ, સુરત અને ચેન્નાઇમાં સમૃઘ્ધની સપાટીને વધારો આફત રુપ બનશે દર વર્ષે પ૦ સે.મી.ના ધીમા પણ ભયજનક સપાટીના વધારાથી દરિયા કાંઠાના નીચી ભરતીના શહેરો અને અનેક નાના નીચી ભરતીના શહેરો અને અનેક નાના ટાપુઓ સમૃઘ્ધની સપાટીમાં ગરકાવ થવા લાગ્યા છે. અન્ય એક ભયજનક ચેતવણીમાં આઇપીસીસીના અહેવાલમાં તાપમાન ના વધારાથી દરિયાઇ જીવસૃષ્ટિ પર પણ મોટું જોખમ ઉભુ થયું છે. જેનાથી દરિયામાં માછલીઓની ભયંકર ખેંચ અને સમૃઘ્ધની સપાટી તપવા લાગતા ભયંકર ચક્રવાત અને ગરમીના વાયરાની આફતો ૧૯૬૨ થી ૨૦૧૬ સુધીમાં ડબલ થઇ જવા પામી છે હવે જો સાવચેતીના પગલા નહિ લેવાય તો જગત ઉપર ભયંકર આફતો આવશે.
આ અહેવાલમાં જો કે કોઇ દેશ અને શહેરને કેટલી અને કેવી અસર થશે તેનું પૃથ્થકરણ થયું નથી. પરંતુ એશિયા અને દક્ષિણ એશિયામાં આ સમસ્યા મોટા પાયે ઉભી થાય તેવી દહેશત થવા પામી છે. આઇપીસીસીના સહ પ્રકાશક અંજલ પ્રકાશના મત મુજબ અઢી કરોડ લોકો હિન્દુ કુશ હિમાલય પ્રદેશ કે જે વિશ્વને શુઘ્ધ પીવાનું પાણી પહોચાડવા માટે નીમીત બને છે. તેના પર ર૧૦૦ ની સાલ સુધીમાં ૩.૫ અને છ ડીગ્રી સુધી તાપમાનનો વધારો ઘાતક પુરવાર થશે અને તેમાંથી સમગ્ર વિશ્વને મોટે ભાગે ભોગવું પડશે હવે કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવો શું પગલા લેવા તે તમામ માટે ચિંતાનો જ નહી પણ યોગ્ય ઉકેલ લાવવાનો વિષય બન્યો છે.