- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુદર્શન બ્રિજના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેશે
- દ્વારકા નગરી સોળે શણગાર ખીલી ઉઠે તેવી શણગારવામાં આવી છે.
દ્વારકા ન્યૂઝ : યાત્રાધામ દ્વારકામાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ગોમતીઘાટ પર ગોમતી માતાની આરતી ઉતારી અને લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો .
સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન:
દ્વારકામાં આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુદર્શન બ્રિજના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાના છે અને એક સભાને સંબોધિત કરનાર હોઈ ત્યારે દ્વારકામાં હાલ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે . દ્વારકા નગરી સોળે શણગાર ખીલી ઉઠે તેવી શણગારવામાં આવી છે અને દ્વારકાના લોકોમાં પણ અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત ના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જામનગરના સાંસદ તેમજ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકએ આજ ગોમતીઘાટ પર મહા આરતીમાં હાજરી આપી હતી .
વિવિધ શો નું આયોજન
દ્વારકા તેમજ ગુજરાતની જનતા માટે પ્રાર્થમાં કરી હતી. ત્યારબાદ લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. દ્વારકાના ગોમતીઘાટ પર પૌરાણિક દ્વારકાના દર્શન થાય તે થીમ પર વોટરપ્રોજેક્શન હેઠળ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું . તેમાં સ્થાનિક લોકો સહિત યાત્રીઓએ પણ આ ખાસ શો નિહાળ્યો હતો.
મહેંદ્ર કકડ