- ભારત શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટીમ સામે 6 ટી20, 9 વનડે અને 4 ટેસ્ટ મેચ રમશે !!!
- રાજકોટ ખાતે 7મી જાન્યુઆરીએ શ્રીલંકા સામે ત્રીજો ટી20 મેચ રમાશે
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે બીસીસીઆઈએ આગામી વનડે વિશ્વકપને ધ્યાને લઈ ભારત ટીમ માટે ઘર આંગણે ત્રણ ટીમો સાથેની સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ સીરીઝ દરમિયાન ભારતીય ટીમ ઘર આંગણે 6 ટી20 મેચો, 9 વનડે મેચ, અને 4 ટેસ્ટ મેચ રમશે. જેમાં રાજકોટને પણ શ્રીલંકા સામેનો ત્રીજો ટી ટ્વેન્ટી મેચ મળ્યો છે. ભારતે છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ મેચ રમી નથી ત્યારે વન-ડે, ટી20ની સાથો સાથ ઓસ્ટ્રેલિયા સામે ભારત એક સાથે ચાર ટેસ્ટ મેચ રમશે જે ટીમ માટે ટેસ્ટિંગ રુપ સાબિત થશે.
ટી20 વિશ્વ કપ બાદ આગામી ઓક્ટોબર 2023 માં વનડે વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ ભારત વન-ડે મેચ અને ટેસ્ટ મેચ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેમને બેલેન્સ કરવામાં માટે મહેનત કરશે. હાલ ભારત બાંગ્લાદેશના પ્રવાસે વન-ડે મેચ રમવા ગયું છે જેમાં ભારત બાંગ્લાદેશ સામે વનડે સિરીઝ હારી ગયું છે અને અનેક પ્રશ્નો ટીમ ઉપર ઉભા થઈ રહ્યા છે કે શું કામ ભારતીય ટીમ દ્વારા અખતરાઓ કરવામાં આવે છે ત્યારે આ વાતને ધ્યાને લઈ અને આગામી વન-ડે વિશ્વકપને ધ્યાને લેતા ભારતીય ટીમ દ્વારા આ ત્રણ ટીમો સાથેની સિરીઝ ખૂબ જ ગંભીરતાથી લેશે અને યોગ્ય ટીમ કોમ્બિનેશન ઉભું કરશે જેથી વિશ્વ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહે. હાલ ભારતીય ટીમમાં ઓપન્નરથી લઈ ફાસ્ટ બોલર સુધી ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તે પ્રશ્નોને સમયસર નિવારવા માટે આ ત્રણ ટીમો સાથેની ઘર આંગણે રમાવવામાં આવતી સિરીઝ અત્યંત ઉપયોગી સાબિત થશે.
ભારતના પ્રવાશે ઓસ્ટ્રેલિયા ટીમ
ભારતના પ્રવાશે શ્રીલંકા ટીમ
ભારતના પ્રવાસે ન્યુઝીલેન્ડ ટી