• સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા ઝાલાવડમાં એસ.એમ.સી.ના ધામા
  • 22407 બોટલ શરાબ, બે ટ્રક મળી રૂ. 1.11 કરોડનો મુદામાલ કબ્જે; સ્થાનિક પોલીસને ઉંધતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો
  • બે ટ્રક ચાલક, દારૂ મોકલનાર-મંગાવનાર સહિત શખ્સો સામે ફરિયાદ નોંધાય: બેની ધરપકડ

સૌરાષ્ટ્રના  પ્રવેશદ્વાર સમા ઝાલાવડ પંથકમાં એસએમસીએ ધામા નાખી સૌરાષ્ટ્રમાં આવતો દારૂ પકડી  બુટલેગર પર ઘોસ બોલાવી રહ્યા છે. જેમાં રાજકોટ-અમદાવાદ  ધોરી માર્ગ પર આવેલા પાણશીણા નજીક સ્થાનિક પોલીસને ઉંઘતી ઝડપી સ્ટેટ મોનીટરીંગ  સેલે બે દરોડો પાડી ક્ધટેનર અને ટ્રકમાંથી રૂ. 71.66 લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો સાથે બે શખ્સની ધરપકડ  કરી છે. પોલીસે  22407 બોટલ દારૂ અને  વાહન મળી રૂ. 1.11 કરોડનો મુદામાલ  કબ્જે કર્યો છે. આ દારૂ રાજકોટ તરફ આવી રહ્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલતા  પોલીસે મોકલનાર મંગાવનાર સહિત શખ્સ સામે ગુનો નોંધી  તપાસનો ધમધમાટ આદર્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું ત્યારે બાતમી મળી હતી કે ટ્રકમાં દારૂનો જથ્થો ભરી અમદાવાદથી રાજકોટ તરફ જવા રવાના થયો છે. એસએમસી ટીમે લીંબડી હાઈ-વે ઉપર કાનપરા નજીક બાતમીવાળા ટ્રકને ઊભો રાખ્યો હતો. જેમાં ટ્રક ચાલક પ્રકાશ કેશવનાથ જોગી રહે.એલેગવાસ, જિ.ભીલવાડની પુછપરછ કરતાં ટ્રકમાં સાબુને લગતી પ્રોડક્ટ હોવાનું જણાવતા ટ્રકમાં તપાસ કરતાં દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ સમય દરમિયાન હાઈવે પર બંધ બોડીનું ક્ધટેનર નીકળ્યું હતું. શંકા પેદા કરતાં ક્ધટેનરને ટોકરાળા પાસે ઊભુ રખાવવામાં આવ્યું હતું. એસએમસી ટીમે ક્ધટેનર અંદર બનાવેલું ચોરખાનું તપાસતાં તેમાંથી દારૂ, બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ક્ધટેનર ચાલક ખેતા વાંકારામ જાટને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.

બન્ને ટ્રકમાંથી 77,66,280ની કિંમતનો દારૂ, બિયરની 22407 બોટલ ઝડપી લેવામાં આવી હતી. દારૂ, બિયર સહિત 1.11 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ટ્રક ચાલકે પૂછપરછમાં જણાવ્યું હતું કે ટ્રક માલિક સત્યપાલ યાદવે જયપુરથી દારૂ ભરી રાજકોટ પહોંચાડવા કહ્યું હતું. ક્ધટેનર ચાલક ખેતારામ જાટે જણાવ્યું હતું કે એક ડ્રાઈવરનું નામ આવડતું નથી તે વ્યક્તિ રાજસ્થાનથ ી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરે છે. તેને એક ટ્રીપના રૂપિયા 30,000 આપવાની વાત કરી જયપુરથી દારૂનું ક્ધટેનર ભરી રાજકોટ પહોંચાડવાનું કહ્યું હતું. દારૂની હેરાફેરી કરતાં બંને વાહન ચાલકો, દારૂ ભરી આપનારા અને મંગાવનારા શખસો સહિત તપાસમાં બહાર આવે તે તમામ શખસો સામે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રેઇડ કરતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.