જવાનને સલામ
હરિયાણાના સોનીપત જિલ્લામાં ગત સપ્તાહે પેટ્રોલીંગની ફરજ પર નીકળેલા બે પોલીસ જવાનોની લોહીથી લથબથ હાલતમાં લાશો મળી હતી. આ બંને પોલીસ જવાનોના શરીર પર તીક્ષ્ણ હથીયારો વડે હુમલા કર્યાના ઘાવ મળતા જિલ્લા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું હતુ. ફરજ પર શહીદ થયેલા આ બંને પોલીસ જવાનોના પોસ્ટમોર્ટમ દરમ્યાન એક જવાનના હાથમા વાહન નંબર બોલપેનથી લખેલા જોવા મળ્યા હતા જેથી આ મુદે પોલીસે તપાસ હાથ ધરતા આ કેસમાં મહત્વની કડી મળી હતી. જેથી શહીદ થતા પહેલા પોલીસ જવાન ગુન્હેગાની ‘કડી’ કંડારતા ગયાનું સ્પષ્ટ થવા પામ્યું હતુ. હરિયાણાના સોનીપથ જીલ્લામાં બે પોલીસ જવાનોનું ચાલુ ફરજ દરમિયાન હત્યા કરવામાં આવી હતી. ગયા અઠવાડીયે થયેલા આ હત્યાના આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. મૃત પામેલા ર૮ વર્ષીય રવિદર સિંહે મૃત્ય પહેલા એક અભૂતપૂર્વ કામગીરી કરી હતી તેમને મૃત્યુ પહેલા હત્યારાઓના વાહનના નંબર પોતાના હાથમાં લખી નાખ્યા હતા જેના આધારે તપાસની પોલીસ સ્ટાફને આરોપીને પકડવામાં સળરતા રહી હતી. બન્ને પોલીસ કર્મીઓના પોસ્ટ મોર્ટમ સમયે ડોકટરને રવિસિંહના હાથ પર નંબર લખેલા દેખાતા તેણે પોલીસને જાણ કરી હતી. આ નંબર પોલીસને આ કેસ હલ કરવામાં ખુબ મદદરૂપ નિવડયો હતો. હરિયાણામાં કોરોના વાયરસની મહામારીને કારણે રાત્રી દરમિયાન કફર્યુ લગાવવામાં આવે છે. ત્યારે રાત્રિ ફરજ દરમ્યાન સ્પેશ્યલ પોલીસ ઓફીસર કેપ્ટન સિંહ અને રવિંદરની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. પોલીસ દ્વારા આશંકા વ્યકત કરવામાં આવી હતી કે રાત્રિની કફર્યુ સમયે આ વિસ્તારમાં લોકો બહાર નીકળી પડયા હશે. રોકવા માટે આ બન્નેને તે ટોળા સાથે માથાકુટ થતાં બન્નેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હશે.ઘટના સ્થળે બન્ને પોલીસ ઓફીસર લોહીના ખાબોચીયામાં પડેલા મળ્યા હતા તેમજ સોડા અને પાણીની બોટલો પણ ત્યાંથી મળી હતી. થોડા સમય પહેલા જ ઉત્તર પ્રદેશમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો. જેમાં એક ગેંગ દ્વારા આઠ પોલીસ કર્મીઓને મોતને ઘાટ ઉતારયા હતા. ત્યારથી પોલીસ આવા પ્રકારની સ્પેશ્યલ ઓપરેશન કરવા માટે સ્પેશ્યલ કિટનો ઉપયોગ કરવામાં આવશે. હરિયાણાના પોલીસ વડા મનોજ યાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ કોઇ ખતરનાક કાર્યવાહી દરમિયાન બુલેટ પ્રફુ જેકેટ સ્પેશ્યલ વાહનો જેવી સીકયોરીટીની વસ્તુઓનો ઉપયોગ કરેશે.