ફિલ્મોના શૌખીન છો ? શું તમે કોઈ ગુજરાતી ફિલ્મ આ વર્ષે જોઈ ? તો કઈ ફિલ્મે જીત્યું તમારું દિલ અને કઈ-કઈ ગુજરાતી ફિલ્મ થઈ ૨૦૧૯માં રિલીઝ શું તમને ખબર છે? જો ના ખબર હોય તો આ રીતે છે તેની એક સૂચિ. આ ૨૦૧૯ની શ્રેષ્ટ અને અદ્ભુત ફિલ્મોની એક યાદી. જે તમને પણ કરાવી દેશે આ ગુજરાતી ફિલ્મ જગત સાથે પ્રેમ ફરી એકવાર. ગુજરાતી ફિલ્મો એટલે કે આજના યુગમાં દરેક ગુજરાતીને પોતાની માતૃભાષા પ્રત્યે ફરી એક વાર પ્રેમ કરાવતું સાથે દરેક ગુજરાતીને દેશ-વિદેશ સુધી ઓળખ અપાવતું એક નામ તે ગુજરાતી ફિલ્મ જગત. જે આજના બદલાતા આ સમયમાં હવે ફરી પાછો પહેલો ગુજરાતી ફિલ્મોનો જમાનો આવતો દેખાય છે. આજના સમયની આ ગુજરાતી ફિલ્મો પોતાના ગીત સંગીત અને તેની વિવિધ શૈલી થકી અનેક ઍવોર્ડ.
વર્ષ ૨૦૧૯ની ટોપ ત્રણ શ્રેષ્ટ ફિલ્મના નામ કઈક આ રીતે છે :-
વર્ષ ૨૦૧૯ની પ્રથમ શ્રેષ્ટ ફિલ્મ:
ફિલ્મ : ચાલ જીવી લઈએ
દિગ્દર્શક : વિપુલ મહેતા
બોક્સ ઓફિસ પર કમાણી : ૩૬ કરોડ રૂપિયા
વર્ષ ૨૦૧૯ની દ્વિતીય શ્રેષ્ટ ફિલ્મ:
ફિલ્મ: હેલ્લારો
દિગ્દર્શક:અભિષેક શાહ
બોક્સ ઓફિસ પર કમાણી : ૧૩ કરોડ રૂપિયા
વર્ષ ૨૦૧૯ની તૃતીય શ્રેષ્ટ ફિલ્મ:
ફિલ્મ : ચાસણી-મીઠાશ જિંદગી ની
દિગ્દર્શક : અભિન્ન અને મંથન
બોક્સ ઓફિસ પર કમાણી : ૫ કરોડ રૂપિયા
૧. શોર્ટ સર્કિટ ૧૧ જાન્યુઆરી ૨૦૧૯
નવા વર્ષની શરૂઆત થતાં એટલે કે તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ની શરૂઆત થતાં એક ગુજરાતી ફિલ્મ “શોર્ટ સર્કિટ” રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તે ગુજરાતી ફિલ્મોમાં સૌ પ્રથમ વિજ્ઞાનવિષયક સાહિત્ય કથા અને સાથે થોડી કોમેડી શૈલી પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં સમય સાથે પરીવર્તન દર્શાવેતી ફિલ્મ હતી અને મુખ્ય કલાકારમાં ર જે ધ્વનિત,કિંજલ રાજપ્રિયા અને સ્મિત પંડયા હતાં. આ ફિલ્મના દિગદર્શક ફૈસલ હસમી હતા અને આ ફિલ્મ તે બોક્સ ઓફિસ પર ૨.૫ કરોડની કમાણી કરી હતી.
૨. બાપ રે બાપ ૧૮ જાન્યુઆરી ૨૦૧૯
નવા વર્ષની શરૂઆત થયાં બાદ એટલે કે તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૧૯માં “બાપ રે બાપ” ગુજરાતી ફિલ્મ રીલીઝ થયી હતી. આ ફિલ્મ તે કોમેડી થ્રીલર ફિલ્મની શૈલી ધરાવતી ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક આકાશ હતા. અને આ ફિલ્મના નિર્માતા પાર્થ બનુ ગારિયા અને સચિન રાઠોડ હતા. આ ફિલ્મ બાપ અને દીકરા પર આધારિત હતી અને તેના મુખ્ય કલાકારો રાજીવ મહેતા,તેજ જોશી,પ્રતિક રાઠોડ, તિલાના દેસાઇ અને ભાર્ગવ ઠકર હતા.
૩.હવે થશે બાપ રે ૧૮ જાન્યુઆરી ૨૦૧૯
નવા વર્ષની શરૂઆત થયાં બાદ એટલે કે તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૧૯માં “હવે થશે બાપ રે” ગુજરાતી ફિલ્મ રીલીઝ થયી હતી.આ ફિલ્મ તે નાટય શૈલી ધરાવતી ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક નીરવ બારોટ હતા. આ ફિલ્મ હવે થશે બાપ રે તે બે પેઢીના ઘૂચવાયેલા સંબંધો જેમાં મૂલ્યો માન્યતાઓ અને અભિપ્રાયો વચ્ચે ભેદ દર્શાવતી એક ગુજરાતી ફિલ્મ હતી અને તેના મુખ્ય કલાકારો કિરણ કુમાર, રૌનક કામદાર, ક્રિના શાહ મમતા ચૌધરી, કુમકુમ દાસ હતા.
૪. આવું તો થયાજ કરે ૧૮ જાન્યુઆરી ૨૦૧૯
નવા વર્ષની શરૂઆત થયાં બાદ એટલે કે તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૧૯માં “ યાર આવું તો થયાજ કરે” ગુજરાતી ફિલ્મ રિલીઝ થયી હતી. આ ફિલ્મ તે નાટય શૈલી ધરાવતી ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક આકાશ નાયક હતા. આ ફિલ્મના નિર્માતા જયેશ પટેલ હતા. આ ફિલ્મ તે પ્રેમ પર આધારિત એક ગુજરાતી ફિલ્મ હતી અને તેના મુખ્ય કલાકાર સંજયસિંહ ચૌહાણ, કરણ રાજવીર, યશ બારોટ, રીતિકા જેલ્કા, પ્રપ્તિ અજવાલિયા, સિમરન સૈની હતા.
૫. ડેડી આઇ લવ યુ ૨૫ જાન્યુઆરી ૨૦૧૯
નવા વર્ષની શરૂઆત થયાં બાદ એટલે કે તારીખ ૨૫ જાન્યુઆરી ૨૦૧૯માં “ડેડી આઇ લવ યુ” ગુજરાતી ફિલ્મ રિલીઝ થયી હતી. આ ફિલ્મ તે નાટય શૈલી પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક દર્શન જોશી હતા. આ ફિલ્મ તે આજના યુગમાં એક સ્ત્રીની સ્થિતિ પર આધારિત હતી અને તેના મુખ્ય કલાકારો રોનક ભાલોડીયા રીયા ગોર શ્રીદેવેન તરપરા અને શ્રેયાંનશી બારોટ હતા.
૬. ચાલ જીવી લઈએ ૧ ફેબ્રુઆરી ૨૦૧૯
ત્યારબાદ વર્ષ ૨૦૧૯ના બીજા મહિના એટલે કે તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૧૯એ રિલીઝ થઈ આ વર્ષની ખૂબ જ લોકપ્રિય અને અદ્ભુત ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ રિલીઝ થઈ જેને દાદા સાહેબ ફલકે ઍવોર્ડ તરીકે પણ મળ્યો તેવી આ વર્ષની હજી સુધી ચાલી રહેલી આ ફિલ્મ. આ ફિલ્મના દિગ્દર્શક અને લેખક વિપુલ મહેતા હતા. અને આ ફિલ્મના નિર્માતા રશમીન મજીઠિયા હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારો યશ સોની,આરોહી પટેલ, સિધાર્થ રાંડેરિયા હતા. આ ફિલ્મ તે એક પિતા અને પુત્ર એક અજાણી વ્યક્તિને પર્યટન પર મળે છે જે આશ્ચર્ય અને અનુભૂતિથી ભરેલો અનુભવ પ્રદાન કરે છે. આ ફિલ્મ તે બોક્સ ઓફિસ પર ૩૬ કરોડની કમાણી કરી છે. અને દર્શકોના દિલ જીતી લીધા.
૭. ઓડર ઓડર આઉટ ઓફ ઓડર ૧ ફેબ્રૂઆરી ૨૦૧૯
ત્યારબાદ વર્ષ ૨૦૧૯ના બીજા મહિના એટલે કે તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૧૯એ રિલીઝ થઈ આ વર્ષની . ઓડર ઓડર આઉટ ઓફ ઓડરરિલીઝ થયું. આ ફિલ્મના દિગ્દર્શક ધ્વાની ગૌતમ હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારો રૌનાક કામદાર, જીનલ બેલાણી, ગૌરવ પાસવાલા, અનંગ દેસાઈ, હેમાંગ દવે, પ્રેમ ગઢવી, ઓજસ રાવલ, મનન દેસાઈ હતા. આ ગુજરાતી ફિલ્મ તે નાટય શૈલી પર આધારિત એક હતી. આ ફિલ્મ તે બે ભાઈઓની પોતાની કાયદો પેઢી સ્થાપિત કર્યા પછી ભ્રષ્ટાચાર સામે લડવાની ખૂબ ઇચ્છા છે. એકસાથે, તેઓ આશા રાખે છે કે તેઓ પ્રામાણિક જીવન જીવે કારણ કે તેઓ આસપાસના લોકોને ન્યાય આપે છે.
૮. આઈ v/s મી ફેબ્રુઆરી ૨૦૧૯
ત્યારબાદ વર્ષ ૨૦૧૯ના બીજા મહિના એટલે કે તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ રિલીઝના થઈ આ વર્ષની I vs me આ ગુજરાતી ફિલ્મ. આ કોમેડી શૈલીની એક ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક પ્રિત ગોસ્વામી હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારો પ્રિત ગોસ્વામી અને મૌસમી શૈલેષ હતા.
૯. સાહેબ ૮ ફેબ્રુઆરી ૨૦૧૯
ત્યારબાદ વર્ષ ૨૦૧૯ના બીજા મહિના એટલે કે તારીખ ૮ ફેબ્રુઆરી ૨૦૧૯ એ રિલીઝ થઈ સાહેબ ગુજરાતી ફિલ્મ. આ ફિલ્મના નિર્દેશક શૈલેશ પ્રજાપતિ હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર,કિંજલ રાજપ્રિયા,પ્રશાંત બારોટ અને નિસર્ગ ત્રિવેદી હતા. આ ફિલ્મ તે નાટક શૈલીની એક ફિલ્મ હતી. આ ફિલ્મ તે જે પ્રકૃતિ દ્વારા ખૂબ જ આવેગજનક છે અને પરિણામ વિશે વિચાર કર્યા વિના કોઈપણ પડકારને સ્વીકારે છે. જ્યારે તે સિસ્ટમની બેદરકારીને કારણે તેના મિત્રને ગુમાવે છે, ત્યારે તે ભ્રષ્ટ સિસ્ટમ સામે લડવાનું નક્કી કરે છે. મલ્હારનું આંદોલન વધુ મજબૂત થતાં મુખ્ય પ્રધાન દ્વારા તેમને તેમના જીવ માટે જોખમ છે. જો કે, આનાથી તે નિરાશ થતો નથી અને તેઓ 30 દિવસમાં મુખ્ય પ્રધાનને સત્તાથી હટાવવાની પડકાર આપે છે.આ ફિલ્મ એ લોકોમાં સારો પ્રતિસાદ મેળવ્યો હતો.
૧૦. લપેટ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૯
ત્યારબાદ વર્ષ ૨૦૧૯ના બીજા મહિના એટલે કે તારીખ ૧૮ ફેબ્રુઆરીએ ૨૦૧૯ના રિલીઝ થયું એક ગુજરાતી કોમેડી રોમેન્ટીક અને થ્રીલર શૈલીનું એક ગુજરાતી ફિલ્મ હતું આ ફિલ્મના દિગ્દર્શક નિશિત બ્રહ્મભટ હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારો ભક્તિ કુબાવત, કેતનકુમાર સાગર, વીકી શાહ અને નયન શુક્લા હતા. આ ફિલ્મ તે ડોન ભાનુ પ્રતાપ ઇચ્છે છે કે તેની પુત્રી મૌસમ તેની પસંદગીના વર સાથે લગ્ન કરે. તેના દ્વારા ગોઠવાયેલા ત્રણ દાવો કરનારાઓમાંથી, એનઆરઆઈ, એક ગામલોકો અને સ્થાનિક ગુંડા, એકને મૌસમ દ્વારા પસંદ કરવો પડશે. મૌસમને લલચાવવાના તેમના પ્રયાસમાં, ત્રણ દાવો કરનારાઓ આત્યંતિક અંત સુધી જાય છે, જે આનંદી પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે.
૧૧. માય ડિયર બબૂચક ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯
માય ડિયર બબૂચક 22 ફેબ્રુઆરી, 2019 ના રોજ રિલીઝ થયેલી એક ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શક દુષ્યંત વી.પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં રવિ રાવ, આરતી ભાવસાર, જીતુ પંડ્યા અને વિધિ શાહ મુખ્ય પાત્ર છે. આ ફિલ્મ તે એક કોમેડી શૈલી પર આધારિત ગુજરાતી ફિલ્મ હતું.
૧૨. નક્કામા ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯
નક્કામા 22 ફેબ્રુઆરી, 2019 ના રોજ રિલીઝે થયેલી એક ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક અવિનાશ કૌર હતા.અને આ ફિલ્મમાં પ્રપ્તિ અજવાલિયા, સ્વાતિ દવે, તુષાર દવે, અખિલ કોટક, રોહન સિંહા, રામકાંત ઇંગલે મુખ્ય પાત્ર છે. આ ફિલ્મ તે નાટક તેમજ રોમેન્ટીક શૈલી પર આધારિત ગુજરાતી ફિલ્મ હતી.
૧૩. તું છે ને ? ૧ માર્ચ ૨૦૧૯
તું છે ને ? ૧ માર્ચ ૨૦૧૯ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના દિગ્દર્શક રેહાન ચૌધરી હતા. આ ફિલ્મના મુખ્ય પાત્રો શ્યામ નાયર, ડિમ્પલ બિસ્કીટવાલા, કાર્તિક રાસ્ટ્રપાલ હતા. આ ફિલ્મ નાટક અને રોમેન્ટીક શૈલીમી એક ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મ મુખ્ય રીતે બે કોલેજ મિત્રો જીવનસાથી વિરાટ અને મેઘા ખૂબ પ્રેમમાં હોય છે, પરંતુ તેની માતાની નિષ્ફળ તબીયત વિરાટને બીજા શહેરમાં જવાની ફરજ પાડે છે જેથી તેણીની સારી સંભાળ લઈ શકે. તેના પર આધારિત ફિલ્મ હતી.
૧૪. ફેકબુક ધમાલ ૮ માર્ચ ૨૦૧૯
ફેકબુક ધમાલ એ ૮ માર્ચએ રિલીઝ થયેલી એક ગુજરાતી ફિલ્મ છે.આ ફિલ્મના દિગ્દર્શક મનોજ પટેલ હતા. આ ફિલ્મ તે મુખ્યત્વે રીતે કોમેડી શૈલીની એક ફિલ્મ હતી.આ ગુજરાતી ફિલ્મ જે લોકો પર સોશિયલ મીડિયાની અસરો પર કેન્દ્રિત છે. ફિલ્મ એ હકીકત પ્રસ્થાપિત કરે છે કે જોકે સોશિયલ મીડિયામાં સકારાત્મક બાજુ છે, વ્યસન જીવનમાં ઘણી સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને કોલેજના આચાર્ય તેમના સોશ્યલ મીડિયાના વ્યસનને કારણે મુશ્કેલીમાં મુકાય છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો સોહમ શાહ, રુત્વા પટેલ, કાર્તિક રાષ્ટ્રપાલ, નિશીત બ્રહ્મભટ્ટ હતા.
૧૫. કાચિંડો ૧૨ એપ્રિલ ૨૦૧૯
કાચિંડો ગુજરાતી ફિલ્મ માર્ચ ૨૦૧૯ મા રિલીઝ થયું આ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક ઉર્વીશ પરિખ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના મુખ્ય કલાકાર રાજ જાટાનિયા, ભવિની ગાંધી, કૃપા મિશ્રા, મોહસીન શેઠ, ગ્રીવા કંસારા. આ ફિલ્મ તે રહસ્યમય એક ગુજરાતી ફિલ્મ હતી.
૧૬. બહુ ના વિચાર ૩ મે ૨૦૧૯
બહુ ના વિચાર તે એક ખૂબ સરસ ફિલ્મ હતી આ ફિલ્મના દિગ્દર્શક લેખક અને સંગીતકાર હરુતુલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ તે મનમાં લીધેલો એક વિચાર કઈ રીતે આજના યુવાન પોતાના નિશ્ચય સાથે આગળ વધતાં હોય છે ત્યારે ભલે પછી અને મુશ્કેલીનો સામનો કેમ ના કરવો પડે. ત્યારે કઈ રીતના આજના યુવાન વિચારતા હોય તેના પર આધારિત હોય છે. આ ફિલ્મના મુખ્ય કલાકાર ભવ્ય ગાંધી ,જાનકી બોડીવાલા દેવર્ષી શાહ અને રાગી જાનીએ તે મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મ તે એક પરિવારિક તેમજ કોમેડી શૈલીની ફિલ્મ હતી.
૧૭. જલ્સાઘર ૧૦ મે ૨૦૧૯
જલસાઘર એક ગુજરાતી ફિલ્મ હતી જે તારીખ ૧૦ મે ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. જેમાં હિતેન કુમાર, જીતેન્દ્ર ઠક્કર, યામિની જોશી અને નિખિલ પરમાર મુખ્ય ભૂમિકામાં છે. તે એક નાટક દિગ્દર્શિત છે અને આકાશ શાહ સાથે સંગીતકાર તરીકે રચના કરી છે, જેમાં ક્રૂનો ભાગ છે. આ ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા અતુલ પટેલ દ્વારા કરવામા આવ્યું હતું. આ ફિલ્મ તે નાટક શૈલીની એક ગુજરાતી ફિલ્મ હતી.
૧૮. સાહિલ-જિંદગીની શોધમા ૪ જુલાઈ ૨૦૧૯
સાહિલ – જિંદગીની શોધમા 4 જુલાઇ, 2019 ના રોજ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શક સૌરભ ભટ્ટ હતા અને તેમાં રાજન રાઠોડ, વિવેકા પટેલ, પ્રેમ ચોપરા અને મનીષા ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં છે. અન્ય પ્રખ્યાત કલાકારો, જેમણે સાહિલની તૈયારી કરી હતી – જિંદગી ની શો માં, જીગ્નેશ મોદી, ચેતન દૈયા અને ભૂમિકા પટેલ. આ ફિલ્મ તે નાટય શૈલીની એક ફિલ્મ હતી.
૧૯. બાબુકાકાની ચા ૫ જુલાઈ ૨૦૧૯
બાબુકાકા ની ચા એક ગુજરાતી ફિલ્મ છે જે 5 જુલાઈ, 2019 ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શક કરણ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં શેખર શુક્લા, દિનેશ લાંબા, કાર્તિક રાષ્ટ્રપાલ અને હાર્દિક રાજપૂત મુખ્ય પાત્રો છે. પ્રિય પાંડે અને કલ્પેશ રાજગોર એવા અન્ય લોકપ્રિય કલાકારો કે જેમણે બાબુકાની ચા માટે પ્રવેશ મેળવ્યો હતો.આ ફિલ્મના તે એક ત્રણ મિત્રોની ટોળકી જે દરરોજ એકજ જગ્યા પર ચા પીવે ને તેમાં કઈ રીતે તે પ્રેમમા પડે તેના પર આખું ફિલ્મ હતું. આ ફિલ્મ તે નાટક તેમજ કોમેડી શૈલીની ફિલ્મ હતી.
૨૦. જીગરજાન ૧૨ જુલાઈ ૨૦૧૯
આ ફિલ્મ જીગર-જાન તે ૧૨ જુલાઈના ૨૦૧૯મા રિલીઝ થયું હતું. આ ફિલ્મના દિગ્દર્શક બિપિનભાઈ બપોદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના મુખ્ય કલાકાર નરેશ કનોડિયા,રાકેશ બારોટ યેશા ગાંધી અને આરતી સોની હતા. આ ફિલ્મ તે દ્રામાં શૈલીની એક ફિલ્મ હતી.
૨૧. ચાસણી- જિંદગીની મીઠાશ ૧૯ જુલાઈ ૨૦૧૯
આ ફિલ્મ ચાસણી- જિંદગીની મીઠાશ તારીખ 19 જુલાઈના રોજ થઈ હતી રિલીઝ. આ ફિલ્મ તે આ વર્ષ એટલે ૨૦૧૯ માં તૃતય ક્રમાક પર આવેલી ફિલ્મ હતી. આ ફિલ્મ તે નાટય અને શૈલી પરિવારિક ધરાવતી એક ફિલ્મ હતી. આ ફિલ્મ એ આ વર્ષે લોકોના દિલ જીત્યા અને દર્શકોને ચૂભી ગઈ તેવી આ ફિલ્મ તે ચાસણી. આ ફિલ્મના દિગ્દર્શક અભિન્ન શર્મા અને મંથન પુરોહિત હતા. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે મનોજ જોશી,દિવ્યાંગ ઠાકર,સેજલ શાહ,ઓજસ રાવલ, માયરા દોશી હતા. આ ફિલ્મ મુખ્ય રીતે અત્યારની અને ત્યારની લવ સ્ટોરી વિશે કહે છે. કે પ્રેમ કેવો હોય છે. આ ફિલ્મ તે એક પિતા-પુત્ર વચ્ચેની પ્રેમ પર આધારિત ફિલ્મ છે.અને આજના યુગમાં પિતા પુત્ર વચ્ચેનો પ્રેમ કેવો હોય તે દર્શાવે છે. આ ફિલ્મે આ વર્ષ ૨૦૧૯માં ૧૩ કરોડનું કલેકશન થયું હતું.
૨૨. ૪૭ ધનસુખ ભવન ૨૬ જુલાઈ ૨૦૧૯
આ ફિલ્મ ૪૭ ધનસુખ ભવન આ ફિલ્મ ૨૬ જુલાઈ ૨૦૧૯ના રિલીઝ થયું. આ ગુજરાતી ફિલ્મ તે ખૂબ જોરદાર થ્રીલર ફિલ્મની એક અલગ ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક નૈતિક રાવલ હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારો ગૌરવ પાસવાલા,જય ભટ્ટ, ઋષિ વ્યાસ, શ્યામ નાયર, હેમાંગ વ્યાસ હતા. આ ફિલ્મની વાર્તા તે એક રહસ્મય ઘરની અંદર થતી એક વાત પર આધારિત ફિલ્મ હતી.
૨૩. ધૂનકી ૨૬ જુલાઈ ૨૦૧૯
આ ફિલ્મ ધૂનકી એક ખૂબ અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મ થઈ રિલીઝ. આ ફિલ્મ તે પોતાના શોખ કઈ રીતે વિકસાવો અને તેમાં આવતી મુશ્કેલી કઈ રીતે દૂર કરવી અને જીવન જીવવું તેના પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક નીરજ જોશી હતા. આ ફિલ્મના મુખ્ય કાલાકારો પ્રતિક ગાંધી,દિક્ષા જોશી,વિશાલ શાહ અને કૌશાંબી બટ્ટ હતા. આ ફિલ્મ તે નાટ્ય શૈલી ધરાવતું એક ફિલ્મ હતું.
૨૪. વિજય પથ ૨ ઓગસ્ટ ૨૦૧૯
આ ફિલ્મ વિજય પથ તારીખ ૨ ઓગસ્ટ ૨૦૧૯ થયું રિલીઝ. આ ફિલ્મ તે મુખ્ય રીતે એક્શન બેઝ શૈલી ફિલ્મ હતી. આ એક પોલીસ વાળા કઈ રીતે પોતાની જિંદગી જીવતા હોય છે અને તેને કઈ મુશ્કેલી વેઠી જીવન જીવતા હોય છે તેના પર આધારિત ફિલ્મ હતું. આ ફિલ્મના દિગ્દર્શક જયેશ ત્રિવેદી અને આ ફિલ્મના મુખ્ય કલાકાર પ્રતીશ વોરા,દિલીપ દરબાર,હરેશ દૈયા અને ચેતન દૈયા હતા.
૨૫. કુટુંબ ૧૬ ઓગસ્ટ ૨૦૧૯
આ ફિલ્મ એક પરિવારિક ફિલ્મ હતી. આ ફિલ્મ તે ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ના થયું રિલીઝ. આ ફિલ્મ તે એક યુવાન છોકરી વિરાલી તેના પિતાને શોધવા માટે સંકલ્પબદ્ધ છે પરંતુ આ પ્રવાસ તેને પ્રેમ, બદલો અને દરેક સંબંધને પડકારજનક રીતે લઈ જાય છે. પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક બપોદ્રા. આ ફિલ્મના મુખ્ય કલાકાર વિક્રમ ઠાકોર,આકાશ શાહ,પ્રિનલ ઓબેરોઈ અને શ્રેયનશી બારોટ હતાં.
૨૬. મોન્ટુ ની બીટ્ટુ ૨૩ ઓગસ્ટ ૨૦૧૯
આ ફિલ્મ મોન્ટુ ની બિટ્ટુ નાનપણના બે મિત્રો વચ્ચેની એક પ્રેમ વાર્તા પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ તે મોન્ટુ અને બીટ્ટુ વચ્ચે હતી. આ ફિલ્મના દિગ્દર્શક વિજયગિરી બાવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ તે રોમેન્ટીક શૈલીની એક ફિલ્મ હતી. આ ફિલ્મના મુખ્ય પાત્રો મૌલિક નાયક,આરોહી પટેલ હેમાંગ શાહ તથા મેહુલ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.
૨૭. ચીલ ઝડપ ૬ સપ્ટેમ્બર ૨૦૧૯
આ ફિલ્મ ચીલ ઝડપ ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ના થયું હતું રિલીઝ. આ ફિલ્મ તે કોમેડી તેમજ ક્રાઈમ બંને શૈલીની એક અદ્ભુત ફિલ્મ હતી.આ ફિલ્મના દિગ્દર્શક ધર્મેશ મહેતા હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારો દર્શન જરીવાલા,સુશાંત સિંઘ, જીમીત ત્રિવેદી, સોનિયા શાહ હતા.
૨૮. બજાબા-ધ ડોટર ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯
આ ફિલ્મ બજાબા-ધ ડોટર ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના થઈ રિલીઝ. આ એક નાટય શૈલીની એક ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક રમેશ કોલલકાર હતાં. આ ફિલ્મના મુખ્ય કલાકાર નિલમ પટેલ,ચેતન દૈયા,ધારા જનક અને નિલ સોની હતા આ ફિલ્મ તે એક દીકરીની વાર્તા પર આધારિત એક ફિલ્મ હતી.
૨૯. હંગામા હાઉસ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯
તારીખ ૧૩ સપ્ટેમ્બરના રિલીઝ થયેલી આ ફિલ્મ હંગામા હાઉસ તે એક ગુજરાતી રોમેંટિક થતાં કોમેડી શૈલીની એક અદ્ભુત ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક હનીફ ચિપા હતાં. આ ફિલ્મના મુખ્ય કલાકાર જીતુ કુમાર, માધવી ઝાવેરી, હરિકૃષ્ણ દવે, હેમંત ઝા, ચિની રાવલ,ચેતન દૈયા હતાં.
૩૦. ટીચર ઓફ ધ યર ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯
તારીખ ૧૩ સપ્ટેમ્બરના રિલીઝ થયેલી આ ફિલ્મ જેના દિગદર્શક ડો.વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસ હતા. આ ફિલ્મના મુખ્ય કલાકાર શૌનક વ્યાસ,અલિશા પ્રજાપતિ,મેહુલ બુચ ,રાગી જાની,નિસર્ગ ત્રિવેદી અને અર્ચન ત્રિવેદી હતા. આ ફિલ્મ તે મુખ્ય રીતે એક ટીચર અને વિધાર્થી કઈ મુશ્કેલીનો સામનો કરે છે તેના પર આધારિત હતી.આ નાટય શૈલીની એક ફિલ્મ હતી.
૩૧. બીજો દિવસ ૧૧ ઓક્ટોબર ૨૦૧૯
તારીખ ૧૧ ઓક્ટોબરના રિલીઝ થયેલી આ એક કોમેડી શૈલીની ગુજરાતી ફિલ્મ બીજો દિવસ જેના દિગ્દર્શક લક્કી આનંદ હતા. આ ફિલ્મના મુખ્ય પત્રો યેશ દ્રવિડ,નિમિત ભટ્ટ,રૂતેશ પટેલ,પિયુષ પટેલ,ઓમ ભટ્ટ,પાયલ નાયક,સાચી જોશી,આયુષી રઘુવંશી અને જિન્નત શૈખ હતા. આ ફિલ્મ તે મુખ્ય રીતે કોલેજ પછીના દિવસો કેવા હોય તેના પર આધારિત એક ગુજરાતી ફિલ્મ હતી.
૩૨. આઈ લવ માય ઈન્ડિયા ૧૧ ઓક્ટોબર ૨૦૧૯
તારીખ ૧૧ ઓક્ટોબરના રિલીઝ થયેલી આ એક ફિલ્મ જેના દિગ્દર્શક લેખક અને નિર્માતા રોહિતરાજસિંહ રાઠોડ હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારો રોહિતરાજસિંહ રાઠોડ ,દિક્ષિત ઠકર,દર્પણ સિંહ અને મહેશ સિંહ હતા આ ફિલ્મ તે એક ગુજરાતી એક્શન ફિલ્મમાં આવતી એક ફિલ્મ હતી.
૩૩. રઘુ સીએનજી ૧૮ ઓક્ટોબર ૨૦૧૯
તારીખ ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ના રિલીઝ થયેલી આ એક ગુજરાતી ફિલ્મ તે રઘુ સીએનજી. જે મુખ્ય રીતે એક થ્રીલ અને ક્રાઇમ શૈલીની એક ખૂબ સારી ફિલ્મ હતી. આ ફિલ્મ તે મુખ્ય રીતે રઘુ એક માનસિકચીકીત્સા માનવી પર આધારિત એક ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા વિશાલ વડાવાલા હતા. આ ફિલ્મના મુખ્ય કલાકાર એથાન વાડે, શરવરી જોશી, જગજીત સિંહ વાઢેર હતા.
૩૪. રખેવાળ ૨૫ ઓક્ટોબર ૨૦૧૯
તારીખ ૨૫ ઓક્ટોબરના રિલીઝ થયેલી આ એક ગુજરાતી ફિલ્મ. આ ફિલ્મના દિગ્દર્શક હસમુખ પટેલ. આ ફિલ્મ તે નાટય શૈલીની એક ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મના મુખ્ય કલાકાર હરસુખ પટેલ હતા.
૩૫. હેલ્લારો ૮ નવેમ્બર ૨૦૧૯
આ વર્ષની દ્વિતીય ક્રમાક પર આવેલી તથા રાષ્ટ્રીય ઍવોર્ડ દ્વારા સન્માનીત થયેલી એક ખૂબ અદ્ભુત ફિલ્મ તે હેલ્લારો જે તારીખ ૮ નવેમ્બરના થયી રિલીઝ. આ ફિલ્મના દિગ્દર્શક લેખક અને નિર્માતા અભિષેક શાહ હતા. આ ફિલ્મ તે મુખ્ય રીતે નાટય તેમજ સમય કાળમાં ગણાય તેવી એક ફિલ્મ હતી. આ ફિલ્મની વાર્તા 1975 માં, મંજરી નામની એક યુવતી, કચ્છના રણના એક નાનકડા ગામમાં એક વ્યક્તિ સાથે લગ્ન કરી હતી. તે પિતૃપ્રધાન આદેશો દ્વારા સ્ત્રીઓના જૂથમાં કઈ રીતે તેનું જીવન જોડાય છે. જ્યારે તેઓ દરરોજ સવારે દૂર પાણીના શરીરમાં પાણી લેવા માટે જાય છે ત્યારે દમનથી તેમની છટકી જ હોય છે. એક દિવસ, પાણી લાવવા જતા હતા ત્યારે તેઓને કોઈ રણની વચ્ચે જોયું અને તેનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું છે તેના પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મના મુખ્ય કલાકાર જયેશ મોરે,શ્રદ્ધા ડાંગર,મૌલિક નાયક,આરજવ ત્રિવેદી,શૈલેશ પ્રજાપતિ,નિલમ પંચાલ કૌશાંબી બટ્ટ હતા. આ ફિલ્મ લોકોનું દિલ જીત્યું અને ગુજરાતી ફિલ્મ જગતમાં શ્રેષ્ટ નામના મેળવી.
૩૬.મિસ્ટર કલાકાર ૧૫ નવેમ્બર ૨૦૧૯
તારીખ ૧૫ નવેમ્બર ૨૦૧૯ ના રિલીઝ થયેલી આ ફિલ્મ મિસ્ટર કલાકાર એક નાટય શૈલી પર આધારિત એક ફિલ્મ હતી. આ ફિલ્મ તે મુખ્ય રીતે એક પિતા જે વર્ષોથી પોતાનું વકીલાત તરીકે કાર્ય સંભાળતા હોય છે તેમાં કઈ રીતે તેનો પુત્ર તેનાથી કઈક અલગ કરી અને એક કલાકાર બની તેમના પિતાનું કામ પૂર્ણ કરે છે તેના પર આધારિત એક ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક ફિરોઝ ઈરાની હતા અને તેના મુખ્ય કલાકાર પુજા જોશી,મનોજ જોશી,આદિ ઈરાની, રાગી ઈરાની ,જય ભટ્ટ,ભાવિની જાની હતા.
૩૭. તારી મુસ્કુરાહટ ૨૨ નવેમ્બર ૨૦૧૯
આ ફિલ્મ તારી મુસ્કુરાહટ ૨૨ નવેમ્બર ૨૦૧૯માં રિલીઝ થયી હતી.આ ફિલ્મ તે એક રોમેન્ટીક શૈલીની એક ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક,લેખક હિરેન જડવાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના મુખ્ય કલાકાર સુરજ કુમાર અને તોરલ શર્મા હતા.
૩૮. વિશુદ્ધિ ૨૨ નવેમ્બર ૨૦૧૯
આ ફિલ્મ વિશુદ્ધિ ૨૨ નવેમ્બર ૨૦૧૯ માં રિલીઝ થયી હતી. આ ફિલ્મ તે નાટય શૈલી પર આધારિત એક ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક અર્પણ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના મુખ્ય કલાકાર દિપક સુથાર હેતવી પરમાર હતા. આ એક નાટય શૈલીની એક ફિલ્મ હતી.
૩૯. દિયા- ધ વંડર ગર્લ ૨૯ નવેમ્બર ૨૦૧૯
આ ફિલ્મ તે વર્ષ ૨૦૧૯ની એક ખૂબ સરસ ફિલ્મ હતી. આ ફિલ્મ દિયા- ધ વંડર ગર્લ ૨૯ નવેમ્બર ૨૦૧૯માં થયી રિલીઝ. આ ફિલ્મએ અનેક લોકોના દિલ જીત્યા. આ ફિલ્મ એક નાટય શૈલીની ફિલ્મ હતી. આ ફિલ્મની વાર્તા તે દિયા – વંડર ગર્લ, તેની માતાના સતત ટેકાથી ટૂંકા ગાળામાં તાઈકવાન્ડોમાં રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીતનાર અમદાવાદની 9 વર્ષીય દીયાની વાર્તા કહે છે. તે એક બાયોપિક છે જે તેના તીવ્ર નિશ્ચય, જુસ્સા અને સખત મહેનતનું ચિત્રણ કરે છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત એક ફિલ હતી. આ ફિલ્મના દિગ્દર્શક સુરેશ પ્રેમવતી બિસનોઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના મુખ્ય કલાકાર દીયા પટેલ, દિવેયા દ્વિવેદી હતા.
૪૦. ગુજરાત ૧૧ ૨૯ નવેમ્બર ૨૦૧૯
આ સૌ ફિલ્મ તે વર્ષ ૨૦૧૯ની પ્રથમ રમત-ગમત પર આધારિત એક ફિલ્મ હતી. આ ફિલ્મની વાર્તા એ ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી દિવ્યાની વાર્તા પર આધારિત એક ફિલ્મ હતી જેમાં રાજ્ય કક્ષાની ફૂટબોલ ટૂર્નામેન્ટ માટે કિશોર ઘરના છોકરાઓને તાલીમ આપવાનું પડકાર લે છે. તેણી ઘણી સમસ્યાઓનો સામનો કરે છે પરંતુ તેમને સખત મહેનત કરવા અને ફાઇનલમાં પ્રવેશ અપાવવાની પ્રેરણા આપે છે. આ ફિલ્મના દિગ્દર્શક જયંત ગિલતર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ના મુખ્ય કલાકાર ડૈઝી શાહ,પ્રતિક ગાંધી,કેવિન દવે અને ચેતન દૈયા હતા.
૪૧. ૨૪ કેરેટ પીતલ ૬ ડિસેમ્બર ૨૦૧૯
ડિસેમ્બર મહિનાની તારીખ ૬ના રિલીઝ થયેલી આ એક ફિલ્મ તે ૨૪ કેરેટ પીતલ જેને દર્શકોના દિલ જીત્યા તેવી ફિલ્મ છે. આ ફિલ્મ વાર્તા તે મુખ્ય રીતે પ્રેમની વાર્તા પર આધારિત એક ફિલ્મ છે. જે જીવનની સાદગી અને વાસ્તવિકતાના પાઠ ભણાવીને પ્રેમી દિવ્યના પરિવારના ભ્રામક સ્વભાવને સુધારવાનો પ્રયત્ન કરે છે. તે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જે લગ્ન માટે પ્રેમ સંબંધને મંજૂરી માટે દંપતીના પ્રયત્નોને પ્રદર્શિત કરે છે. આ ફિલ્મના દિગ્દર્શક યોગેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મના મુખ્ય કલાકાર ભક્તિ કુબાવત,જોલી રાઠોડ,વિપુલ વિઠલાની,હિતેશ રાવલ જય પંડયા છે.