માયાનગરીમાં ત્રણ સ્થળે બોમ્બ બ્લાસ્ટનો ધમકીભર્યો કોલ આવતા પોલીસ એલર્ટ !!
દિવાળી પર્વ પૂર્વે માયાનગરી મુંબઈને બોમ્બ બ્લાસ્ટથી ધનધણાવી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક અજાણ્યા શખ્સે મંગળવારે રાત્રે મુંબઇ પોલીસના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને મુંબઈના ત્રણ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે. જે બાદ પોલીસ દળ અને સુરક્ષા એજન્સી એલર્ટ પર આવી ગઈ છે.
હાલ દિવાળીનો તહેવાર નજીક છે, ત્યારે લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે નીકળી રહ્યા છે. તેવામાં મુંબઈના ત્રણ વિસ્તારોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ એલર્ટ થઇ ગઈ છે. ’મુંબઈના ત્રણ જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ થશે. અંધેરીમાં ઈન્ફિનિટી મોલ, જુહુમાં પીવીઆર મોલ અને એરપોર્ટની સહારા હોટેલને ઉડાવી દેવામાં આવશે’ આવો એક ફોન કોલ મુંબઈ પોલીસની હેલ્પલાઈન પર કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ ફોન કરનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે. ફોન કરનારે જણાવ્યું છે કે મુંબઈના ત્રણ વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ થવાના છે. આ ધમકીભર્યો ફોન આવતાની સાથે જ મુંબઈનું પોલીસ પ્રશાસન એકદમ સતર્ક થઈ ગયું છે. એકવાર કોલ કરનારની ઓળખ થઈ જાય પછી આગળની કાર્યવાહી કરી શકાય છે.
ફોન કરનારનો ફોન પોલીસ હેલ્પલાઇન નંબર 112 પર આવ્યો છે. ફોન કરનાર વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. સહાર એરપોર્ટની પોલીસ, જુહુ, અંબોલી અને બાંગુર નગર પોલીસ સ્ટેશનની ટીમો અને સીઆઈએસએફ અને બીડીડીએસની ટીમોએ તપાસ શરૂ કરી છે. પોલીસે ફોન કરનાર દ્વારા ઉલ્લેખિત ત્રણેય સ્થળોની તપાસ કરી હતી, પરંતુ હજુ સુધી આ સ્થળોએથી કોઈપણ પ્રકારની વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. મુંબઈ પોલીસ તપાસમાં લાગેલી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે 10:30 વાગ્યે મુંબઈ પોલીસના હેલ્પલાઈન નંબર 112 પર કોલ આવ્યો હતો. મુંબઈ પોલીસ ફોન કરનારને શોધી રહી છે. તેના વિશે કોઈ માહિતી મળતા જ પોલીસ આગળની કાર્યવાહી તેજ કરશે. ફોન કરનારની હાલ ઓળખ કરવામાં આવી રહી છે.
અજાણ્યા શખ્સે ફોન કરી શું આપી ધમકી ?
મંગળવારે રાત્રે 10:30 કલાકે એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસના હેલ્પલાઈન નંબર 112 પર ફોન કરીને મુંબઈમાં ત્રણ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની માહિતી આપી હતી. ફોન કરનારે જણાવ્યું કે આ બોમ્બ બ્લાસ્ટ અંધેરીના ઈન્ફિનિટી મોલ, જુહુમાં પીવીઆર અને એરપોર્ટ નજીક સહારા હોટલ પાસે થશે. આ ત્રણેય સ્થળોએ ભારે ભીડ જોવા મળે છે. દિવાળી માટે પહેલા કરતા ભીડ વધી છે. આવી સ્થિતિમાં આવા કોલના કારણે મુંબઈ પોલીસ ઘણી સતર્ક થઈ ગઈ છે.