ચીનના અમુક વિસ્તારોમાં શિયાળામાં કાતિલ ઠંડી પડે છે. માઇનસ ટેમ્પરેચરમાં બધું જ જાણે થીજી જાય છે. જોકે એવા સમયે ચીનનાં વિવિધ શહેરોમાં કેટલાક લોકો ઝાડને ઠંડી ન લાગેએ માટે એને ઊનનાં રંગબેરંગી સ્વેટર પહેરાવી જાય છે. છેલ્લા કેટલાંક વર્ષોથી મોટા ભાગે શાંધાઇ શહેરમાં ઠંડીની શરૂઆતમાં જ એક શેરીમાં હારબંધ આવેલાં વૃક્ષોને સ્વેટર પહેરાવી જવાની ઘટના બનતી હતી. આ વખતે ચીનના શેન્યાન્ગ શહેરમાં પણ આવી ઘટનાો નોંધાઇ છે આને કારણે ચીનની કેટલીક શેરીઓમાં વૃક્ષો રંગબેરંગી ઊનથી સજી-ધજીને જાણે શિયાળાનું સ્વાગત કરવા તૈયાર થઇ ગયાં હોય એવું લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.