રાજકોટમાં ગ્રાહકોને નકલી માલ પધરાવતા ઠગોને પોલીસ ઝડપી રહી છે. ત્યારે રૈયા રોડ પર કૌભાડિયા એજન્ટે પૈસા બનાવવા માટે ગ્રાહકોના બોગસ ડોકયુમેન્ટ આધારે સીમ કાડ કાઢી અન્ય લોકોને વેચાણ કરતાં શખ્સને રાજકોટ શહેર પોલીસ દ્વારા રંગે હાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર છોટુનગર કોમ્યુનીટી હોલ પાસે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની એજન્સીમાં કમીશન એજન્ટ તરીકે કામ કરતો અક્ષરનગરના મયુરભારથી પ્રવીણભારથી ગોસાઇ નામનો શખ્સ ગ્રાહકોના નકલી ડોકયુમેન્ટ લઇ અને સીમ કાર્ડ કાઢી બીજા લોકોને વેચી પૈસા કમાતા એજન્ટને એસઓજીની ટીમે દરોડો પાડી ઝડપી પાડી અને પાંચ સીમ કાર્ડ કબ્જે કર્યા છે.
એજન્ટની વધુ પુછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી વોડાફોન આઇડીયા કંપનીના સીમ કાર્ડ વેચી વધુ પૈસા બનાવવા માટે જુદા જુદા ગ્રાહકોના નકલી ફોર્મ બનાવી અને તેના આધાર પુરાવા થકી સીમકાર્ડ મેળવી તે સીમકાર્ડ બીજા લોકોને વેચી નાખતો હતો જેથી આ અંગે સંચાલક ધવલભાઇ કાલરીયાની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ઠગાઇ અંગે ગુનો નોંધી અને આરોપીએ સીમકાર્ડ કેટલા? અને કોને કોને ? વેચ્યા તે દીશામાં પુછતાછ હાથ ધરી છે.