- છાતીમાં દુ:ખાવો, ખંભામાં દુ:ખાવો, જડબામાં દુ:ખાવાને અવગણવું ન જોઈએ: તબીબ
હાર્ટ એટેક એ એક તબીબી કટોકટી છે જેમાં હૃદયને રક્ત પુરવઠો અચાનક અવરોધિત થઈ જાય છે. હાર્ટ એટેકના લક્ષણો અલગ-અલગ હોય છે, જેનો અર્થ એ છે કે લોકો જ્યારે તેમની જાણ કરે છે ત્યારે તરત જ તાત્કાલિક સારવાર લઈ શકે છે. જો કે, જ્યારે હાર્ટ એટેક અચાનક આવે છે, ત્યારે કોઈ મોટી કાર્ડિયાક ઘટના પહેલા ચિહ્નો હોઈ શકે છે, જેમ કે છાતીમાં અગવડતા. આ હૃદયરોગના હુમલાની ચેતવણીના સંકેતોથી વાકેફ રહેવાથી લોકોને જલ્દી સારવાર કરાવવામાં મદદ મળી શકે છે, જેનાથી તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે.
છાતીમાં દુખાવો જેવા લક્ષણો હૃદયરોગનો હુમલો સૂચવે છે અને તાત્કાલિક સારવારની જરૂર છે. જો કે, લોકોમાં કેટલીકવાર અન્ય લક્ષણો હોય છે જે હાર્ટ એટેકના વધતા જોખમને સૂચવી શકે છે. હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા આ લક્ષણોની તપાસ કરાવવાથી હૃદય રોગના પ્રારંભિક નિદાન અને નિવારણમાં મદદ મળી શકે છે.
કોરોનરી આર્ટરી ડિસીઝએ હાર્ટ એટેકનું સૌથી સામાન્ય કારણ છે. કોરોનરી આર્ટરી ડિસીઝ ધરાવતા લોકોને તેમના હૃદયને પૂરતું ઓક્સિજનયુક્ત લોહી મળતું નથી કારણ કે હૃદય તરફ દોરી જતી કોરોનરી ધમનીઓ સાંકડી થઈ જાય છે. આ ધમનીની દિવાલો પર મીણની તકતીના નિર્માણને કારણે છે જે ઘણા વર્ષોથી બગડે છે. જ્યારે પ્લેક ફાટી જાય છે, ત્યારે તે લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે જે હૃદયમાં લોહીના પ્રવાહને સંપૂર્ણપણે અવરોધે છે, એટલે કે તાત્કાલિક સારવાર વિના હૃદયના સ્નાયુઓ મૃત્યુ પામે છે. મેટાબોલિક સિન્ડ્રોમની શ્રેણીમાં આવતી કેટલીક તબીબી પરિસ્થિતિઓ પણ હૃદય રોગનું જોખમ વધારી શકે છે. તેમાં સ્થૂળતા અને ડાયાબિટીસનો સમાવેશ થાય છે.
હૃદયનો હુમલો આવવા પહેલાના ચિન્હો
- – હાંફ ચડવો
- – ઠંડા પરસેવો
- – ઉબકા અથવા ચક્કર
- – પીઠનો દુખાવો
- – ચક્કર
- – બેભાન
- – અસામાન્ય થાક
- – છાતીમાં દુખાવો અથવા અસ્વસ્થતા
- – શરીરના ઉપરના ભાગમાં અન્ય વિસ્તારોમાં અગવડતા
- – દબાણ, પૂર્ણતા, છાતીની મધ્યમાં દુખાવો જે ગરદન, ખભા અથવા જડબામાં ફેલાય છે
- – શ્વાસ લેવામાં અસામાન્ય તકલીફ
- – પેટના ઉપરના ભાગમાં દબાણ અથવા અસ્વસ્થતા, તથા ઉલટી
છાતીના વચ્ચેના ભાગમાં દુ:ખાવો થાય તો તે એસિડિટી નહીં પરંતુ હાર્ટ એટેકના લક્ષણો: ડો.ડેનિશ રોજીવાડીયા
ગોકુલ હોસ્પિટલના ડોક્ટર ડેનિસ રોજીવાડીયા એ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઘણા ખરા લોકો ને છાતીના વચ્ચેના ભાગમાં દુખાવો થતો હોય ત્યારે તેઓ એસીડીટી છે એમ કહીને એ દુખાવાને અવગણતા હોય છે પરંતુ આ હૃદય રોગ આવવા માટેનું સૌથી પ્રાથમિક અને મુખ્ય ચિન્હ છે જેને સહેજ પણ અવગણવું ન જોઈએ. ખંભામાં દુખાવો અથવા કોઈપણ કારણોસર સતત પરસેવો
વળતો હોય તો તે પણ હૃદય રોગ આવવા માટે ના લક્ષણો લોકોને સૂચવે છે. જણાવ્યું હતું કે મોઢાના નીચેના ભાગમાં દુખાવો થાય તે પણ હૃદય રોગ આવવા માટેનું એક ચિહ્ન છે. આ તો સાથ તેઓએ લોકોની જીવનશૈલી અંગે પણ જણાવ્યું હતું ને એટલું જ નહીં તેઓએ વર્ણવ્યુ કે, આજકાલ લોકોમાં જે જાગૃતતા હોવી જોઈએ એ જોવા
મળતી નથી ત્યારે રેગ્યુલર ચેકઅપ તો ઠીક પરંતુ હૃદય અંગે જાગૃતતા કેળવી ખૂબ આવશ્યક અને અનિવાર્ય છે જો આટલું કરવામાં આવશે તો આ ગંભીર રોગથી બચી શકાય એટલું જ નહીં તેઓએ કહ્યું હતું કે ખરા અર્થમાં પ્રીવેન્શન ઇસ બેટર થઈને ક્યોર આ વાક્યને ત્યારે જ ચરિતાર્થ કરવામાં આવે જ્યારે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બને.
હૃદય રોગના ચિન્હોને અવગણતા હોય છે લોકો: ડો.તુષાર ભટ્ટી
સ્ટર્લીંગ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તુષાર ભટ્ટીએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હૃદય રોગ આવા પહેલા શરીરને અમુક ચિન્હો મળી જતા હોય છે પરંતુ લોકો તેની અવગણના કરે છે જે અયોગ્ય છે. જો ચિન્હોની વાત કરવામાં આવે તો એવા છ ચિન્હો છે કે તે સતત થતા હોય તો લોકોએ હૃદયના તબીબને દેખાડી દેવું જોઈએ જેમાં સતત થતો છાતીમાં દુખાવો, સતત ચાલતા રહેવાથી અથવા તો કોઈ કામ કરવાથી છાતીમાં દુખાવો થાય તે પણ હૃદય રોગ આવવા માટેનું એક ચિહ્ન છે. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે મોટી ઉંમરમાં એટલે કે વયો વૃદ્ધ લોકો જ્યારે શ્વાસ ચડતો હોય તો તે ચીનને
અવગણતા હોય છે પરંતુ આ પ્રકારના લક્ષણોને ન ઉગણવા જોઈએ કારણકે આ હૃદય રોગ માટે મુખ્ય કારણ બની શકે છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે સમયાંતરે બોડી ચેકઅપ જો કરાવવામાં આવે તો આ ગંભીર બીમારીથી બચી શકાય.