ડબલ એન્જીનવાળી આ સરકાર ગુજરાતનો વિકાસ કરી રહી છે જેનો લાભ જનતાને મળી રહ્યો છે: પીએમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે આજે ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસને આડે હાથે લેવાનું છોડ્યું ન હતું. આડકતરી રીતે તેઓએ ચૂંટણી પ્રચારનું બ્યૂંગલ ફૂંકી દીધું છે. તેઓએ જંગી જનમેદનીને સંબોધતતા જણાવ્યું હતું કે વર્ષ-2014 પહેલા જ્યારે કેન્દ્ર સરકારમાં ગુજરાતના કોઇ પ્રોજેક્ટ મંજૂરી અર્થે જતાં હતા ત્યારે તેમાં યુપીએ સરકારને યોજનાઓ નહીં માત્રને માત્ર મોદી જ દેખાતા હતા. જેના કારણે પ્રોજેક્ટ કેન્સલ કરી દેવામાં આવતા હતા અથવા રિજેક્ટ કરવામાં આવતા હતી.

નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ પર દરવાજા ચડાવવાની મંજૂરી પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ન હતી. આજે ડબલ એન્જીનવાળી આ સરકાર ગુજરાતનો વિકાસ કરી રહી છે. ગુજરાત માટે મોસાળે જમણ અને ર્માં પીરસનાર જેવો અદ્ભૂત માહોલ રચાયો છે.

1653726445271 1

ગુજરાતમાં રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળી છે તેનું કામ ઝડપથી થઇ રહ્યું છે. જામનગરમાં વિશ્વનું ટ્રેડિશનલ મેડિસીનનું મોટુ  સેન્ટર ઠઇંઘ દ્વારા મળ્યું છે. બે દસક પહેલા 2001માં ત્યારે ગુજરાતમાં માત્ર ને માત્ર 9 મેડિકલ કોલેજો હતી અને ડોકટર બનવા 1100 બેઠક જ હતી. આજે સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળીને 30 મેડિકલ કોલેજ એકલા ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ દેશમાં પણ જીલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવી ઇચ્છા છે. મેડિકલ બેઠકો આજે આઠ હજાર જેટલી છે. ડબલ એન્જીનની સરકારે ગુજરાતના વિકાસને નવી ઉચ્ચાઇએ લઇ જવાનું કામ કર્યું છે. વિકાસની અડચણને દુર કરી છે જેનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. ઇન્ફાસ્ટ્રકચરનો ઝડપી વિકાસનો લાભ ગુજરાતને મળ્યો છે. ગુજરાતના હાઇવે વધુ મોટા થયા એર કનેક્ટીવીટી વધી છે.

રોરો ફેરી સર્વિસ ચાલુ થઇ છે અને સુરત થી કાઠીયાવાડ હવે ગણતરીના કલાકોમાં પહોચાય છે. એમએસઇ ગુજરાતની સૌથી મોટી તાકાત તરીકે ઉભરી છે. આજે બંદરો ધમધમી રહ્યા છે. આજે ગુજરાતની તાસીર બદલાઇ છે. આજે દવાની મોટી કંપનીઓ સૌરાષ્ટ્રની ધરતીઓ પર આવી છે. વન ડિસ્ટ્રીક વન પ્રોડકટનું મોટુ અભિયાન આપણે આખા દેશમાં શરૂ કર્યુ છે. ગુજરાતને આગળ લઇ જવા માટે  દિલ્હીની સરકાર અને ગાંધીનગરની સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. આયુષ્યમાન યોજના અંગે જણાવ્યું કે આ યોજનાથી યુરોપના દેશોની સંખ્યા કરતા વધુ લોકો લાભ લે તેવી યોજના છે અને 50 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ દ્વારા પાંચ લાખ સુધીની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે છે. ગરીબ અને ગરીબોને પડતી તકલીફ મારે ચોપડે નથી વાંચવી પડી, ટીવીના પડદા પર નથી જવું પડતું. ગુજરાતની માતાઓને કહેવા માંગુ છું કે દિલ્હીમાં તમારો દિકરો બેઠો છે માતાઓને દુ:ખ ન પડે, રૂપિયાના અભાવે સારવાર ન અટકે તે કામ આયુષ્યમાન યોજનાથી થશે. મને આનંદ છે કે આ હોસ્પિટલમાં પણ આયુષ્યમાન યોજનાનો લાભ મળશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.