ઈથેરીયમ, રિપ્પલ, લાઈટ કોઈન અને કાર્ડનો સહિતની ક્રિપ્ટો કરન્સી બહોળુ વળતર ચૂકવતી હોવાના દાવા: કેટલાક દેશોએ સત્તાવાર ડિજિટલ કરન્સી પણ જાહેર કરી
૨૦૧૭માં આર્થિક બાબતે સૌથી વધુ ચર્ચા જગાવનાર બીટકોઈન રોકાણકારો માટે હજુ પણ આકર્ષણનું કેન્દ્ર છે. બીટકોઈનનો ઉછાળો જોઈને લાખો રોકાણકારો મનમાં ખેદ અનુભવી રહ્યાં છે. જો તે સમયે બીટકોઈનમાં રોકાણ કર્યું હોત તો સા‚ થાત તેવી ભાવના ઘણા રોકાણકારોમાં છે. પરંતુ જો બીટકોઈનમાં રોકાણ કરવાનું ચુકાઈ ગયું હોય તો પણ હજુ મોડુ થયુ નથી. બીટકોઈન સીવાય પણ મસમોટો ફાયદો આપનાર ઘણા વિકલ્પો છે.
* ઈથેરીયમ
આ ક્રિપ્ટો કરન્સીનું હાલનું માર્કેટ કેપ ૧૦૬.૯ બીલીયન ડોલર જેટલું છે. બીટકોઈન બાદ ઈથેરીયમ ક્રિપ્ટો કરન્સીમાં બીજા ક્રમાંકે આવે છે. હાલ એક ઈથેરીયમનો ભાવ ૧૧૦૧ ડોલર જેટલો છે. ઈથેરીયમનો ઉછાળો પણ બીટકોઈન જેટલો રહ્યો છે.
* રિપ્પલ
છેલ્લા થોડા સમયમાં ક્રિપ્ટો કરન્સી રિપ્પલમાં આવેલો ઉછાળો રોકાણકારોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ૨૦૧૮ની શ‚આતમાં રિપ્પલનું માર્કેટ કેપ ૧૦૦ બીલીયન સુધી પહોંચી ગયું હતું. હાલ એક રિપ્પલનો ભાવ ૧.૪૩ ડોલર જેટલો છે. બીટકોઈન અને રિપ્પલ વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે, રિપ્પલને બીટકોઈનની જેમ માઈન કરવું પડતું નથી. આ કરન્સીને સેનફ્રાન્સીસ્કોની એક કંપની નિયંત્રીત કરે છે.
* લાઈટ કોઈન
લાઈટ કોઈન ક્રિપ્ટો કરન્સી ઓપન શોર્સ વૈશ્ર્વિક પેમેન્ટ ઉપર નેટવર્ક આધારીત છે. આ કરન્સીને કોઈપણ કંટ્રોલ કરી શકતુ નથી. આલની પરિસ્થિતિએ લાઈટ કોઈનનું માર્કેટ કેપ ૧૦.૬ બીલીયન ડોલરનું છે. તેનો ભાવ ૧૯૪ ડોલર છે.
* કાર્ડનો
આ કરન્સીના વ્યવસ્થાપકો કાર્ડનો બ્લોક ચેઈન પ્લેટફોર્મ પર આધારિત સૌપ્રથમ કરન્સી છે. આ સાયન્ટીફીક ફિલોસોફી સાથે જોડાયેલી ક્રિપ્ટો કરન્સી હોવાનો દાવો કરે છે. કાર્ડનોનું હાલનું માર્કેટ કેપ ૧૬.૫ બિલીયન ડોલર છે અને ભાવ ૦.૬૩ ડોલરનો છે.
બીટકોઈનના વિકાસની સાથો સાથ કેટલાક દેશો પોતાની ડિજીટલ કરન્સી વિકસાવવાનું વિચારી રહી છે. દુબઈ દ્વારા પોતાની સૌપ્રથમ ઓફિશીયલ ક્રિપ્ટો કરન્સી એમકેસ જાહેર કરવામાં આવી હતી. ચીનની સેન્ટ્રલ બેંકે પણ ક્રિપ્ટો કરન્સીમાં નવા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.