• લૂ, ઝાડા-ઉલટી અને શ્ર્વાસ સહિતના અનેક રોગોમાં ફાયદાકારક

ભારતએ આઘ્યત્મથી જોડાયેલો દેશ છે. ભારતમાં બિલીપત્રનું વિશેષ મહત્વ છે. એકલુ ભારત જ નહી પણ તે ઉપરાંત બ્રહમદેશ, પાકિસ્તાન, બાગ્લાદેશ, મલેશીયા, શ્રીલંકા, ફિલીપાઇન્સ જેવા દેશોમાં પણ જોવા મળે છે. ભગવાન શિવજીને અતિપ્રિય બિલી પત્રને એવું માનવામાં આવે છે કે બીલી ના ત્રણ પર્ણ એ ભગવાન શંકરની ત્રણ આંખો છે. અને સાથે તેના વૃક્ષને પણ દેવી-દેવતાઓની જેમ પૂજવામાં આવે છે.

બીલીના ઝાડને આપણા ભારતીય ગ્રંથોમાં દિવ્ય વૃક્ષ કહેવામાં આવ્યું છે. આ વૃક્ષનો છાંયડો સ્વાસ્થ્ય માટે ખુબ જ સારો માનવામાં આવે છે. બિલીપત્રના ફળ, થડ અને પાંદડાઓનું વિશેષ મહત્વ છે. અને તેના અનેક ઔષધિય ગુણો છે. બીલીનું ફળ એ પર્ણની જેમ જ ગુણકારી માનવામાં આવે છે. અને અનેક રોગોમાં તે અકસીર છે. ઝાડા, ઉલ્ટીના ઇલાજ માટે બીલીના ફળના શરબતનું સેવન કરવાથી ફાયદો થાય છે.

પેટને લગતી સમસ્યાઓ હંમેશા આપનું પાચનતંત્ર બરાબર ન હોય ત્યારે આ ફળ આપણા પાચનતંત્રને મજબુત બનાવવાનું કામ કરે છે. બીલીના ફળ લોહીને શુઘ્ધ કરે છે. આ ફળમાં અનેક તત્વો રહેલા છે જે લોહીને શુઘ્ધ કરવામાં મદદ કરે છે. આ ફળના શરબતના સેવનથી કોઇપણ વિકાર થયો હોય તો તેમાં ઘણી રાહત થાય છે. જયારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બીલાના શરબત ના સેવનથી લૂથી બચી શકાય છે.

બીલાના ફળએ કીડની માટે અને લીવર માટે ફાયદાકારક છે. આ ફળથી રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે. કારણ કે તેમાં એન્ટિ ફંગલ, એન્ટી બેકટેરીયલ જેવા ગુણો છે. અને સાથે સાથે તેમાંથી બીટા કેરોટીન નામનું તત્વ પણ મળી રહે છે. જે દરેક સંક્રમણથી બચાવે છે. બીલાનું ફળએ સ્કર્વી રોગમાં પણ ફાયદાકારક છે. સ્કવીં રોગમાં વિટામીન સીની ઉણપના કારણે પેઢામાંથી લોહી નીકળવું અને શરીરમાં ચકાળા પડી જાય છે. ત્યારે આ બધી ઉણપને દુર કરી  ઇમ્યુનીટીમાં વધારો કરે છે. આ ફળમાંથી બેલગીરી ચૂર્ણ, બિલાનું શરબત, બીલ્વાદી તેલ, આયુર્વેદની બનાવટો, જામ, સીરપ, જેલી, ચોકલેટની બનાવટમાં પણ બીલીનો ઉપયોગ કરી શકાય છે. શરીરમાં આવતા સોજા દૂર કરે છે.  બીલીના પાંદડાની પેસ્ટ બનાવી સોજા વાળી જગ્યા પર લગાવાથી ફાયદો થાય છે. કારણ કે તેમાં એન્ટી ઇમ્ફલામેંટરી ના ગુણ હોય છે. આ ઉપરાંત શ્ર્વાસ અસ્થમા શરદી જેવા રોગો માટે બીલીના પાંદડા નિયમિત નરણા કોઠે તેને ચાવીને ખાવાથી રોગોમાં ફાયદો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.