લોકોની રાજકોટ-વાંકાનેર સુધીની મુસાફરી થશે સરળ: વાહનચાલકોની હાલાકી દૂર થશે

અબતક, રાજકોટ

રાજકોટ તાલુકાના બેડી,હડમતીયા,રાજગઢ અને ખોરાણા સ્ટેટ હાઇવેને રાજ્ય સરકાર દ્વારા રૂ 6.30 કરોડના ખર્ચે નિર્માણાધીન કરવામાં આવશે.તેમજ બેડી રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવશે જ્યારે વાહનચાલકોની હાલત કી પણ દૂર થશે બેડી થી ખોરાણા વચ્ચેનો રોડ જે રાજકોટ તાલુકા વાંકાનેર અને મોરબી ને એક દોરી એ જોડતો રોડ છે ઘણા વર્ષોથી લોકોને આ રોડપર અવરજવરમાં હાલાકી પડતી હતી ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાથોસાથ લોકોએ રાજકોટના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારિયા અને ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાનો આભાર વ્યક્ત કર્યો છે.

બેડી રેલવે ફાટક પર બનશે ઓવરબ્રિજ: ગ્રામજનોને મળશે રાહત,11.500 કિમીનો રોડ 6.30 કરોડના ખર્ચે કરાશે નિર્માણાધીન

આ સ્ટેટ હાઇવેના નિર્માણાધીન થવા પાછળ તેઓનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે. સ્ટેટ હાઇવે દ્વારા 11.500 કિમી રોડને 5.30મીટર પહોળો કરી નિર્માણાધીન કરવામાં આવશે.લોકો ની બેડી થી વાંકાનેર સુધીની મુસાફરી પણ સરળ બનશે.રાજકોટ ખાતે બેડી માર્કેટિંગ યાર્ડ એપિક સેન્ટર હોવાથી વાંકાનેરઆસપાસના ગામડાના ખેડૂતોને આ સ્ટેટ હાઇવે બનતા ખૂબ મોટો લાભ થશે.તેમજ રાહદારીઓને ને પણ ખૂબ મોટી રાહત મળશે. આગામી ટૂંક સમયમાં જ આ સ્ટેટ હાઇવેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. અને નિયત સમયમાં પૂર્ણ કરી લોકોને આ સ્ટેટ હાઇવે દ્વારા આ ભેટ આપવામાં આવશે.

ખેડૂતો અને મુસાફરોને મોટી રાહત થશે: તાલુકા અને ગ્રામપંચાયત સભ્યો

રાજકોટ તાલુકા અને બેડી ખોરાણાના પંચાયતના સભ્યોએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બેડીથી ખોરાણા સુધીનો સ્ટેટ હાઇવે નિર્માણાધિન કરવાની મંજૂરી આપતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. છેલ્લાં ઘણા વર્ષોથી બેડી અને ખોરાણાના સરપંચો દ્વારા પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. સ્ટેટ હાઇવેને લઇ ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરતાં ખેડૂતો અને મુસાફરો માટે મોટી રાહત થશે. બેડી ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેને પગલે લોકોએ અહીં ઉભો રહેવું પડતું હતું અને સમય વેડફાતો હતો. હવે તે સમસ્યાનો અંત આવશે. સાથોસાથ વાંકાનેરથી બેડી સુધીના ખેડૂતોને રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે આવા માટેની મોટી રાહત થશે.

છેલ્લાં ઘણા વર્ષોથી આ રોડ પર લોકોને હાલાકી પડતી હતી પરંતુ હાલ હવે તેનો અંત આવ્યો છે. વધુમાં જણાવતાં કહ્યું હતું કે રાજકોટથી મોરબીને જોડતો આ રસ્તો હવે સારી રીતે નિર્માણધીન થશે. દિવસ દરમિયાન 65 વાર ટ્રેનની અવર-જવરમાં લોકોએ અહીં ફાટક પાસે ઉભું રહેવું પડતું હવે તેનો પણ અંત આવશે. ચોમાસા દરમિયાન અહીં મુસાફરીમાં ખૂબ તકલીફ પડતી તેનો પણ નિકાલ થઇ જશે. ખૂબ જ મોટો પ્રશ્ર્ન હતો અમારો જેને મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ આ પ્રશ્ર્નને સરકાર સુધી પહોંચાડ્યો અને સરકારે તેને વાંચા આપી તે બદલ અમે તેઓનો હૃદ્યપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.