રાજકોટથી બેટીગામ જતી વેળાએ બેડી ગામ પાસે યુવતીની પજવણી કર્યાનો ખાર રાખી ર્સ્કોપીયો કારમાં અપહરણ કરી જઈ બેટીગામના ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો મારમારી લાકડાના ધોકાથી ફટકાર્યા અંગેની ફરિયાદ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બનાવ અંગે પી.આઈ એમ.બી.ઓસુરાએ વધુ તપાસ હાથધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ બેડી ગામ માર્કેટીંગની યાર્ડમાં બાજુમાં રહેતો જયરાજ કેશુભાઈ દાળોચા (ઉ.વ.૧૭)એ પોતાના ભાઈ વનરાજ સાથે શાળાએથી છુટી એકટીવા લઈ ઘરે જતો હતો ત્યારે મોરબી હાઈવે પર બેડી ચોકડી પાસે એકટીવાને આંતરી સ્કોર્પિયો કારમાંથી ઉતરેલા ત્રણ શખ્સોએ યુવતીના પ્રેમસંબંધ મુદ્દે વનરાજને ફડાકા ઝીંકી દઈ ફોન પડાવી લીધો હતો. જયારે પ્રેમી જયરાજ દાળોદાને બળજબરીથી કારમાં બેસાડી લાલપરી ગામની સીમમાં લઈ જ લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો મારમારી હાથ-પગ ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘવાયેલા કોળી યુવાને બેટી ગામના વિપુલ અજાણી, રવિ બાવાજી અજાણી, સની રમેશ અજાણીની ચુંગલમાંથી નાસી છુટી ઘાસની વીડીમાં સંતાઈ ગયા બાદ બનાવ અંગે પિતાને જાણ કરી હતી. અપહરણ કર્યા બાદ ઢોર માર માર્યાના બનાવ અંગે તાકિદે પિતા કેશુ છગન દાળોદ્રાને જાણ થતા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.બી. ઓસુરાને જાણ કરી પોલીસવાનમાં બેસી પુત્ર જયરાજની શોધખોળ કરી સારવાર અર્થે ખસેડયો હતો. ઘવાયેલા જયરાજ દાળોદ્રા ભાનમાં આવતા બી ડીવીઝન પોલીસે બેટી ગામના વિપુલ અજાણી, રવિ અજાણી, સની અજાણી સામે અપહરણ, મારામારી, બળજબરી, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અપહરણકારોના મારથી ઘવાયેલા જયરાજને અગાઉ વિપુલ અજાણીની ભત્રીજા સાથે પ્રેમસંબંધ હોય, જે બાબતનો ખાર રાખી અગાઉ પણ માથાકૂટ થઈ હતી જેમાં સમાધાન થયા બાદ ફરીથી મામલો ઉગ્ર બનતા ત્રણેય શખ્સોએ જયરાજનું અપહરણ કરી મારકુટ કરી હતી.
Trending
- શિયાળામાં રોજ આ તેલથી કરો ચહેરાની માલિશ, ચાંદ જેવી ચમકશે ત્વચા
- અંજાર : તાલુકા કક્ષાનો એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળો યોજાયો
- શું તમે પણ એક સારા ફોન ની શોધ માં છો, તો આ તમારા માટે
- ભારતીય બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી
- હિંમતનગર: ટેકાના સારા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે મગફળી
- Realme એ એવો તો કેવો ફોન લોન્ચ કર્યો કે જેનાથી તમે પાણી માં ફોટો પાડશો તો પણ ફોટો ક્લીયર આવશે
- લવ બર્ડ્સ મલ્હાર-પૂજા લગ્નના તાંતણે બંધાઇ ગયા,જુઓ સુંદર તસવીરો
- સુરત એરપોર્ટ ખાતે જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા વિમાન હાઈજેક અંગે મોકડ્રીલ યોજાઈ