પહેલા ખાટલા, ગાદલા, ગોદડામાં બહુ જોવા મળતા, આ નાનકડો જીવ તમોને આખી રાત સુવા ન દેવાની તાકાત રાખે છે, તે વિવિધ છ પ્રજાતિમાં જોવા મળે છે અને તડકો સહન નથી કરી શકતો
આપણી ચારે બાજુ વિશાળ જીવસૃષ્ટિ પથરાયેલી છે. આપણા આંગળા કે ફળિયામાં કૂતરા, બિલાડા, રસોડામાં વાંદા સાથે ખાળમાં ઉંદર જોવા મળે છે. આપણાં ઘરમાં ખુણે ખાચરે કિડીના દર, છત કે દિવાલમાં પક્ષીના માળા અને માથા માં જુ જોવા મળે છે, આપણી તળપદી ભાષામાં ‘ટોલા’ પણ કહેવાય છે. જીવ-જંતુની સાથે માનવજીવન વણાવું છે. ઘરમાં ઉધઇ, મચ્છર, માખી, ઇયળ, ધનેડા વિગેરે જોવા મળે છે, આજે મારે તમને અવાજ જીવન નાનકડા માંકડની વાત કરવી છે.
માંકડને ખટમલ પણ કહે છે. આ એક પરજીવી કીટ છે જે લોહી પીને જ જીવતું રહે છે, વર્ષો પહેલા લાકડાના ખાટલાને ગોદડામાં બહુ જોવા મળતા, આખી રાત ઊંઘવા ન દે આજે જેમ મચ્છરનો ત્રાસ તેવો જ એક જમાનામાં માંકડનો ત્રાસ હતો. કાળક્રમે ખાટલા ગયાને લગભગ માંકડ પણ નામ શેષ થવા લાગ્યા છે. તેની મોટાભાગની પ્રજાતિ માણસોના લોહીને જ ભોજન બનાવે છે. તે ખાસ કરીને આપણી પથારીમાં વધુ જો મળે છે. તે લાલને ભૂરા રંગના હોય છે.
માંકડ તેના પાંચ ચરણોમાં જીવનકાળ પુરો કરે છે. બધા જ ચરણોના જીવનમાં તેને જીવાત રહેવા માણસનું લોહી પીવું પડે છે. માદા માંકડ તેના જીવનકાળમાં ર૦૦ થી ૪૦૦ ઇંડા આપે છે. માંકડ મુખ્યત્વે ગંદકીમાં વધુ રહેતા હોય છે. ખાસ તો ઘણા સમયથી તડકો ન જોયો હોય તેવા ગોદડામાં રહીને મોટા થાય છે. તે એક વાર માણસને કરડે તો તેને ખંજવાળ બહુ જ આવે છે. ઘણીવાર તો ત્યાં લાલ ચકેડા જેવું પણ થઇ જાય છે.માંકડ પાંચ મિલીમીટરના હોય છે. અને તે જો માણસને કરડે તો ઘણી બિમારીઓ ફેલાય છે. ચાંચડ, માંકડથી ઘણા રોગચાળા પ્રસરીયા છે. બધામાં માણસને સતત ખંજવાળ આવે છે. ૧૯૫૦ સુધીમાં ઘણી જગ્યાએથી તેનો નાશ કે માંકડ લુપ્ત થઇ ગયા હતા. આપણા સૌરાષ્ટ્રમાં પણ વિકાસને કારણે નવા મકાનો, હવા, ઉજાસ તડકાને કારણે લુપ્ત થઇ ગયાને જોવા મળતાં નથી, જો કે હજી ઘણી જગ્યાએ માંકડે પ્રતિરોધક ક્ષમતા વિકસાવીને તેનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે, જો માંકડથી બચવું હોય તો ગોદડા, ગાદલા, સોફા, પાથરણા, ખાટલા જેવી તમામ વસ્તુઓને તડકામાં રાખી દો માંકડ આપો આપ ભાગી જશે, માંકડ તડકો સહન ના કરી શકે તેને અંધકાર મ સાથે ભેજવાળુ વાતાવરણ ખુબ જ માફક આવે છે.
પહેલા મોટા ડામચીયામાં ગોદડા-ગાદલાના ઢગલામાં પુષ્કળ જોવા મળતા હતા. તેની અલગ અલગ છ પ્રજાતિઓ જોવા મળે છે. તેમનો ડંખ પુષ્કળ વેદના આપનારો હોય છે. બીજા વિશ્ર્વયુઘ્ધ વખતે અને પછી યુરોપમાં જે ભયંકર પ્લેટ ફેલાયો તેમાં માંકડે તેના ફેલાવામાં મહત્વનું યોગદાન આપ્યું ખટમલના નામથી ઓળખાય છે. જંતુનાશક દવા છંટકાવ, ફિનાઇલ વિગેરેના ખટમલના નામથી ઓખળાય છે. જંતુનાશક દવા છંટકાવ, ફિનાઇલ વિગેરેના વપરાશથી હવે માંકડ નામ શેષ થવા જઇ રહ્યા છે. પણ હજી ગામડામાં તે કયાંય જોવા મળી જાય છે. લાકડાની ખાટલામાં સિંદરી નીચે કે પાયાની થોડી જગ્યામાં તે આસાનીથી રહે છે. માણસની બદલાની જીવત શૈલીથી માંકડ લુપ્ત થવાના આરે છે.