‘રેમન્ડ કંપની’ દ્વારા પુરુષોના પોષાક ક્ષેત્રે બે દસકા સુધી રાજ કરનાર વિજયત સિંઘાનીયાએ તેમની હાલત માટે પુત્ર ગૌતમને જવાબદાર ગણાવ્યો: કોર્ટમાં વકિલ મારફત પીટીશન ફાઈલ
મહતમ વર્ગને આકર્ષિત કરતી રેમન્ડ કંપનીના માલિક ડો.વિજયપત સિંઘાનીયાએ તેનો ધંધો તેના પુત્ર ગૌતમને સંભાળવા માટે આપ્યો હતો. આજે તેણે સાઉથ મુંબઈના ઉચ્ચવર્ગના ગ્રાન્ડ પારાડી સોસાયટીમાં ભાડે રહેવાનો વારો આવ્યો છે. ડો.વિજયપત સિંઘાનીયાની ગણતરી દેશના સૌથી ધનાઢયમાં થાય છે. જેણે ભારતીય પુરુષોના પોષાક ક્ષેત્રે બે દસકા સુધી રાજ કર્યું હતું. તે હવે ભાંગી પડયો છે. તેમણે તેની આ દુર્દશા માટે તેનો પુત્ર જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રેમન્ડ કંપનીના ભૂતપૂર્વ માલિકે તેના વકીલ મારફત બોમ્બે હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરી ગઈકાલે તેની નાણાકીય સ્થિતિ કથળી હોવા અંગે જણાવ્યું હતું. તેમજ તેના ૩૬ ઓરડાવાળા મલબાર હિલ સ્થિત આવેલ જે.કે.હાઉસમાં મરમ્મત અને સમારકામ ધરાયું હોવાના કારણે તેની સ્થિતિ વધુ ખરાબ બની છે. ૧૯૬૦માં ૧૪ ઓરડાવાળુ જે કે હાઉસ બનાવવામાં આવ્યું હતું. જેના ચાર ડુપ્લેકસ રેમન્ડના પશ્મિના બ્રાન્ડ માટે આપવામાં આવ્યા હતા. ત્યારે ૨૦૦૭માં કંપની દ્વારા તેનું પુન:નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગેની સમજૂતી ડો.વિજયપત સિંઘાનિયા, તેના પુત્ર ગૌતમ અને તેમના ભાઈ અજયપતની વિધવા પત્ની વીણાદેવી વચ્ચે અને તેના પુત્ર અનંતપત તથા અક્ષયપાત વચ્ચે થઈ હતી. જે મુજબ ૫,૧૮૫ સ્કેવર ફુટના વ્યકિતગત ડુપ્લેકસ દરેકને તથા નવી બિલ્ડીંગમાં ૯,૦૦૦ સ્કેવર ફુટ ફાળવાશે તેમ નકકી થયું હતું.
આ અંગે વીણાદેવી અને અનંત દ્વારા પહેલે થી જ સંયુકત પીટીશન દાખલ કરી હતી. જયારે અક્ષયપત દ્વારા વ્યકિતગત પીટીશન બોમ્બે હાઈકોર્ટમાં ફાઈલ કરીને આ એપાર્ટમેન્ટ પર પોતાની દાવેદારી નોંધાવી હતી. સિનિયર એડવોકેટ દિનયાર મદન દ્વારા ૭૮ વર્ષના વિજયપત દ્વારા તેના પુત્રને તેની સંપતિ સોંપ્યા બાદ તેના પુત્ર દ્વારા તેમને હાંકી કાઢયાની પીટીશન ફાઈલ કરી હતી.
એડવોકેટ મદને જણાવ્યું હતું કે સિંઘાનિયાએ તેમના શેર કે જેની કિંમત ૧૦૦૦ કરોડની છે. તે તેમના પુત્રને નામે કરી દીધા હતા ત્યારે હવે ગૌતમે તેમને ઘર છોડવા માટે મજબુર કર્યા છે તેમજ હજુ તેમની કાર અને ડ્રાઈવર તમામ પચાવી પાડવા માટે તેમને દબાણ કરવામાં આવી રહ્યું છે.
મદનના જણાવ્યા પ્રમાણે કંપનીની વિરુઘ્ધમાં તેમના દ્વારા થયેલ અન્યાય સામે લડત આપતા કંપનીને તેમના ૨૭ અને ૨૮માં માળ પરના જે કે હાઉસની જગ્યા બદલ કોઈ દાવેદારી કરી શકે નહીં અને કંપનીની ભુલના કારણે સિંઘાનિયાને રહેવા બદલ ભાડુ ચુકવવાનો વારો આવ્યો છે તો કંપનીએ જ તેનો ખર્ચ ઉપાડવો જોઈએ. તેમ દલીલ કરવામાં આવી હતી.