રસોડામાં જ રહેલી નાની-નાની વસ્તુઓ ઘણી વખત મોટા કામમાં આવી જતી હોય છે. અમે તમારી માટે સ્માર્ટ કિચન ક્વિન બનવા માટેની હોમ કેર ટિપ્સ લઈને આવ્યા છીએ.જાણો ફાયદા.
ગરમ પાણીમાં મીઠું નાખવાથી પાણી વધારે સમય સુધી ગરમ રહે છે.
વડા, ભજિયા વગેરેને નરમ બનાવવા માટે દાળ અથવા ચણાના લોટને ત્યાં સુધી ફીણો જ્યાં સુધી એ પાણીમાં જરાક નાખવાથી ઉપર આવીને તરવા ન લાગે. કઢી બનાવતી વખતે પણ ચણાના લોટને આ રીતે ફીણવામાં આવે તો તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.
લોટ અને ખાંડના ડબ્બામાં થોડાં લવિંગ નાખી રાખો. એનાથી એમાં લાલ કીડીઓ નહીં આવે.
દરવાજો ખોલ-બંધ કરતી વખતે અથવા તો હીંચકાનાં કડામાં કિચૂડ-કિચૂડ અવાજ થતો હોય તો પેટ્રોલિયમ જેલી લગાવો. અવાજ બંધ થઈ જશે.
છરીના વાગેલા ઘા પર રૂ બાળીને દબાવી દેવાથી લોહી તરત બંધ થઈ જશે.
દહીં બહુ ખાટું થઈ ગયું હોય તો ઉપયોગ કરતાં પહેલાં એને કોઈ પાતળા કપડામાં બાંધીને લટકાવી દો. એમાંનું બધું પાણી નીતરી જાય એટલે કોઈ વાસણમાં કાઢીને એમાં થોડું દૂધ ભેળવી દો. દહીં ફરી તાજું થઈ જશે.