સામાન્ય રીતે કહેવામાં આવે છે કે વન સચવાશે તો જીવન સચવાશે. પરંતુ અગ્નિદાહ દ્વારા અંતિમ સંસ્કારની સનાતન વૈદિક પરંપરાને ધ્યાનમાં રાખીએ તો ગેસ અને વિઘુત ચિતાઓની સુવિધા થયા પછી પણ, ધાર્મિક અને રૂઢીગત, પરંપરાગત માન્યતાઓના પગલે અને આ સગવડો તમામ ઠેકાણે ઉપલબ્ધ ન હોવાથી અગ્નિસંસ્કાર વ્યાપકપણે પ્રચલિત છે, ત્યારે માત્ર જીવન નહિં પણ લાકડું આપનારા વૃક્ષો માણસના મરણને પણ સાચવે છે એવું કહેવું વધુ સાર્થક ગણાય.
એક કવિએ લખ્યું છે કે “તરૂનો બહુ ઉપકાર, જગત પર તરૂનો બહુ ઉપકાર” આવા પરોપકારી તરૂઓ-વૃક્ષો માણસને જીવન ટકાવવા પ્રાણવાયુ,શરીર ટકાવવા અને તંદુરસ્ત રાખવા વિવિધ પ્રકારના ફળો, શાકભાજીઓ, મેવાઓ, શરીરને નિરોગી રાખવા આડઅસર વગરના ઔષધો, કંદમૂળ, સમાજ વ્યવસ્થા સાચવવા રોટી, કપડાં, મકાન અને પાણી અને નશ્વર દેહને પંચમહાભૂતોમાં વિલીન કરવા લાકડાંના રૂપમાં અઢળક અને અપરંપાર આપે છે. એટલે જ વૃક્ષો વનસ્પતિઓના આ અઢળક ઉપકારોનો ઋણ સ્વીકાર કરવા, શહેરમાં કે જંગલમાં, તમામ સ્થળે ઉગેલા વૃક્ષો, વેલા, વનસ્પતિઓના સંરક્ષક બનવાના શપથ લેવા અને “વિશાળે જગ વિસ્તારે નથી એકલો જ માનવી” ની કાવ્ય પંક્તિઓ પ્રમાણે ધરતીના ટુકડાઓ પર વૃક્ષોના અધિકારને યાદ કરવા દર વર્ષે ૨૧મી માર્ચના રોજ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com