દેશની ટોપ ૨૦ યુનિવર્સિટીમાં ૧૬મું સ્થાન મેળવનાર જીટીયુ ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી
રાષ્ટ્રપતિ મહામા ગાંધીની જન્મભૂમિ એટલે ગુજરાત, ગુજરાત અને ગુજરાતીઓ ઉપર એક મહેણું હતુ કે ગુજરાતીઓ વેપાર કરી જાણે, ગુજરાતનું શિક્ષણ નિમ્ન કક્ષાનું આ મહેણુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ભાંગી નાખ્યું છે. ઈન્ડીયન સોસાયટી ફોર ટેકનીક એજયુકેન દ્વારા બેસ્ટ ટેકનોલોજીકલ યુનિ.ના રાષ્ટ્રીય એવોર્ડની સિધ્ધિની શાહી સુકાઈ નથી ત્યા જ ઓસ્ટ્રેલિયા સ્થિત યુનિરેક નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા દેશભરની યુનિ.ઓનું ગ્લોબલ અને નેશનલ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૧૬મો ક્રમાંક પ્રાપ્ત કરી ટોચની ૨૦ યુનિ.ઓમાં સ્થાન અંકિત કરનાર જીટીયુ ગુજરાતની એકમાત્ર યુનિ. છે.
યુનિ.રેન્ક સંસ્થાએ વિશ્ર્વના વિવિધ દેશોની ૧૩,૬૦૦જેટલી યુનિ.ઓને ગ્લોબલ રેન્કિંગ આપ્યું છે. ૧૬મો ક્રમાંક પ્રાપ્ત કરી જીટીયુ આઈ.આઈ.ટી. આઈ.આઈ.એસ.સી. યુનિ. ઓફ દિલ્હી વગેરેની હરોળમાં પ્રસ્થાપિત થઈ છે.
ઉપરોકત જવલંત સિધ્ધિ બાબતે જીટીયુના વાઈસ ચાન્સેલર ડો. નવીનભાઈ શેઠે જણાવેલ કે, વ્યાપાર સિથે હવે શિક્ષણ ક્ષેત્રે પણ અગ્રતા પ્રાપ્ત કરી ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવવાનું ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું સ્વપ્ન સાર્થકથયું છે.
ઉલ્લેખનીય છે કે જીટીયુનું સ્વપ્ન અને જીટીયુની સ્થાપના નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં થઈ હતી શાંતિ, સલામતી, સમૃધ્ધિ, વ્યાપાર અને હવે શિક્ષણ ત્રે હરણફાળ ભરી ગુજરાત દેશના સામાજીક અને આર્થિક તંત્રમાં પોતાનો સિંહફાળો આપી રહ્યું છે.
વધુમાં ડો. નવીનભાઈ શેઠે જણાવેલ કે ઉપરોકત સિધ્ધિ જીટીયુ સંલગ્ન ૪૬૦ કોલેજો, પ્રાધ્યાપકગણ, કર્મચારીગણ, વિદ્યાર્થીગણ અને યુનિ. સૌના સહિયારા ભગીરથનું પરિણામ છે. અને સમગ્ર રાજય માટે ગૌરવપ્રદ છે.
યુનિરેકની રેન્કિંગ સિસ્ટમ વિશે જણાવતા જીટીયુના વાઈસ ચાન્સેલર ડો. નવીનભાઈ શેઠે જણાવેલ કે, યુનિવર્સિટી રેન્ક અગ્રગણ્ય શિક્ષણ ડીરેકટરી અને સર્ચ એન્જીન છે, જેમાં ૨૦૦ દેશોની સત્તાવાર રીતે માન્ય આશરે ૧૩૬૦૦ યુનિ.ઓ અને કોલેજોને રેન્કીંગ આપવામાં આવે છે.
આ પ્રતિષ્ઠીત રેન્કિંગમાં ભારતની ૮૭૮ સંસ્થાઓને આવરી લેવામાં આવી હતી. આ રેન્કીંગમાં અનેક માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે કે, જેમાં ભારતીય ઉચ્ચ શિક્ષણની પધ્ધતિમાં બેચલર, માસ્ટર, પીએચ.ડીની પદવી સતાવાર રીતે આપવામાં આવતી હોય સર્વત્ર માન્ય હોય પરંપરાગત, કેળવણીપ્રિયા હોય વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરીમાં જ શિક્ષણ આપવામાં આવતું હોય, શિક્ષણની પધ્ધતિ પત્ર વ્યવહારથક્ષ શિક્ષણની ન હોય વગેરેનો સમાવેશ થાય છે, તેમજ ઈનોવેશન સ્ટાર્ટઅપમાં જીટીયુનું ઉત્કર્ષ કાર્ય રહ્યું હતુ. ડો. નવીનભાઈ શેઠે જીટીયુ સંલગ્ન તમામ કોલેજો, પ્રાધ્યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીગણને અભિનંદન તથા આભારની લાગણી સાથે