ગોરૈયામાં પૂ.ધીરજમુનિના મંગલપાઠે ધોળકિયા પરિવાર પ્રેરિત સુમતિનાથ ઉપાશ્રયનું ઉદઘાટન
વિંછીયા નજીક આદર્શ ગોરૈયા ગામે શય્યાદાન-મહાદાનના પ્રખર પ્રણેતા પૂ.ધીરજમુનિ મહારાજ પધારતાં કળશધારી ક્ધયાઓ અને ગ્રામવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યા બાદ સુશોભિત સમિયાણામાં હજારોની મેદની મધ્યે ગુડ બનો, ગ્રેટ બનવાની ભાવના રાખશો તો ગોડ બન્યા વિના રહેશો નહીં તેવી શીખ પૂ.ધીરગુરુદેવે આપી હતી.
વિંછીયા નિવાસી હાલ અમદાવાદ, દિલ્હી વસતાં હસુમતીબેન પોપટલાલ ધોળકિયા પરિવારનાં સુપુત્રો દિલીપ, ભાવેશ, મેહુલ, મિનેષ, જિગ્નેશ પ્રેરિત સુમતિનાથ જૈન ઉપાશ્રયના ઉદઘાટન મહોત્સવ પ્રસંગે મસ્કત, હૈદરાબાદ, મુંબઈ, અમદાવાદ, રાજકોટ, કાલાવડ, પાલિયાદ, કાટકોલા, નવા નરોડા, પાટડી, વિંછીયા, પોરબંદર વગેરે ગામના ભાવિકો સહિત ગામની હકડેઠઠ હાજરી હતી. ગામના સરપંચ સહિત ધારેશ્ર્વરના મહંત કનૈયાગિરી વગેરે તથા પૂર્વ સંઘ પ્રમુખ વસાણી, જશુભાઈ, બારભાયાનું સન્માન કરાયું હતું. ધોળકિયા પરિવારના પ્રશિસ્ત પત્રનું વાંચન મહેશ અંબાણીએ કરેલ.
જીવદયા-કળશનો લાભ હર્ષાબેન હર્ષદભાઈ દડીયાએ ‚ા.૨ લાખ ૧૧ હજારમાં લીધેલ. નીલેશભાઈ પાટડીવાળાએ અર્પણ કરેલ. પાંચેક હજાર ભાવિકોએ ધુમાડાબંધ જમણનો લાભ લીધેલ. મેહુલ ધોળકિયાએ આભારવિધિ કરેલ. પૂ.વિહાર કરી જોરાવરનગર પધાર્યા છે.